રાહુલ બોઝ પાસેથી બે કેળાંના 442 રૂપિયા વસૂલવા બદલ હોટલને 25 હજારનો દંડ

રાહુલ બોઝનો ફોટો Image copyright facebook

ફિલ્મ અભિનેતા રાહુલ બોઝ થોડા દિવસોથી કોઈ ફિલ્મને લીધે નહીં પરંતુ પોતાના એક વીડિયોને કારણે ચર્ચામાં છે.

આ વીડિયોમાં તેઓ કહે છે કે ફાઇવ સ્ટાર હોટલ દ્વારા બે કેળાંનું બિલ 442 રૂપિયા આપવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ રાહુલનો વીડિયો વાઇરલ થતા એક્સાઇઝ એન્ડ ટૅક્સેશન ડિપાર્ટમેન્ટ દ્વારા હોટલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ હોટલે રાહુલને બે કેળાં માટે વધુ પૈસા ચાર્જ કર્યા તે બદલ આ પેનલ્ટી ભરવાની રહેશે.


આ અંગે સોશિયલ મીડિયામાં ચર્ચા છે

@ChickenBiryanii નામના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે હવે સમય આવી ગયો છે કે રાહુલ બોઝે મલ્ટિપ્લેક્સમાં મોંઘા ભાવે વેચાતાં પોપકોર્ન અને સમોસા સામે અવાજ ઉઠાવવો જોઈએ.

@himanshujainon નામના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે કે રાહુલજી જો તમને ફાઇવ સ્ટાર હોટલમાં રહેવાનું પરવડતું ન હોય તો ના રહેશો.

@Raise_Voice_ નામના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે કે જો અભિનેતાઓ 30-50 સેકન્ડની ઍડ માટે કરોડો રૂપિયા વસૂલે છે તો કેળા માટે કેમ ન વસૂલી શકાય.

@srikanthbjp_ નામના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે મલ્ટિપ્લેક્સમાં પોપકોર્ન ખરીદતી વખતે અમને આવો જ અનુભવ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો