ગુજરાતનો આ સમાજ નવદંપતીઓેને આપી રહ્યો છે ફ્લેટ, જાણો કેમ?

સુરત પારસી પંચાયતે પારસીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નવદંપતીઓને ફ્લેટ આપવાની શરૂઆત કરી છે.

ગુજરાતમાં પારસીઓની ઘટતી સંખ્યાને લઈને પારસી સમાજના લોકો ચિંતામાં છે.

પારસી પંચાયતે સમાજના લોકોને વિવિધ રીતે મદદરૂપ થવાનું નક્કી કર્યું છે.

તેઓ જે પારસી વ્યક્તિ પારસી સમાજમાં જ લગ્ન કરે તેમને ભેટમાં ફ્લેટ આપે છે.

પારસી પંચાયતના ટ્રસ્ટી યઝદી કરંજિયાએ કહ્યું કે પારસી પંચાયત દ્વારા અત્યાર સુધીમાં 100 દંપતીને ફ્લેટ ભેટમાં આપ્યા છે.

પારસીઓની વસતીમાં વધારો થાય એ હેતુથી આ પહેલ કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા