સુરત : મંદીમાં કામકાજ ન મળતા બેકાર મજૂરો વતન પરત ફરવા મજબૂર

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ ગણાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઉદ્યોગને મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે.

વેપારીઓનું કહેવું છે કે ગત તહેવારોમાં કોઈ ઘરાકી મળી નથી અને આવનારા દિવસોમાં પણ ઘરાકી થાય તેવાં કોઈ એંધાણ નથી.

વેપારીઓનું કહેવું છે કે જીએસટી બાદ વેપારધંધાને મોટો ફટકો પડ્યો છે.

ટેક્સટાઇલ સાથે સંકળાયેલા ડાઇંગ-પ્રોસેસિંગ સેક્ટર પર મંદીની અસર છે.

સુરતમાં 60થી વધુ ડાઇંગ-પ્રોસેસિંગ મિલો બંધ થઈ.

મિલો બંધ થતાં લોકોની રોજગારી છીનવાઈ છે અને આથી તેઓ પોતાના વતન તરફ પાછા જવા મજબૂર બન્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો