મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસની ચર્ચાને સાક્ષી સિંઘે ગણાવી અફવા, વિરાટ કોહલીની ટ્વીટ બની હતી વાઇરલ - સોશિયલ

મહેન્દ્રસિંહ ધોની Image copyright Getty Images

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની સંન્યાસ લેશે એવી ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી ત્યારે સાક્ષી સિંઘે આને માત્ર અફવા ગણાવી છે.

એમણે કહ્યું કે 'આને અફવા કહેવાય!'

સાક્ષી સિંઘે આ મામલે ટ્વીટ કરતાં અનેક લોકો એમનો આભાર માની રહ્યા છે.

અગાઉ સોશિયલ મીડિયા પર આ ચર્ચાને વિરાટ કોહલીના ટ્વીટ બાદ વેગ મળ્યો હતો.

વિરાટ કોહલીએ તેમની અને ધોનીની અગાઉની મૅચ દરમિયાનની તસવીર ટ્વીટ કરી હતી અને સાથે લખ્યું હતું કે 'આ ગેઇમ હું ક્યારેય ભૂલી નહીં શકું. આ માણસે મને એવો દોડાવ્યો જાણે ફિટનેશ ટેસ્ટ હોય.'

છેલ્લાં થોડાં વર્ષોમાં મીડિયા અને સોશિયલ મીડિયામાં ધોનીની ઉંમરને લઈને એ સવાલ ઘણી વાર ઊઠ્યો છે.

2019ના વર્લ્ડ કપમાં તેઓ રમશે કે નહીં એ અંગે પણ વર્લ્ડ કપ પૂર્વે ચર્ચા થઈ રહી હતી.

2019ના વર્લ્ડ કપ વખતે નિષ્ણાતોનો એવો પણ મત હતો કે આ ધોનીનો છેલ્લો વર્લ્ડ કપ હશે.


સોશિયલ મીડિયા પર શું છે ચર્ચા?

Image copyright Twitter/@sarvan_lsr

સર્વન એલએસઆર નામના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કર્યું છે કે શું આજે સાંજે ધોની રિટાયરમૅન્ટની જાહેરાત કરશે? આ સાથે વિરાટ કોહલીએ ટ્વીટ કરેલી તસવીર પણ ટ્વીટ કરી છે.

Image copyright Twitter/@JIILCK85

આજે સાંજે મહેન્દ્રસિંહ ધોની પ્રેસ કૉંફરન્સ યોજવાના છે અને આ પ્રેસ કૉંફરન્સમાં જ તેઓ સંન્યાસની જાહેરાત કરશે તેવી અટકળો સોશિયલ મીડિયામાં શરૂ થઈ ગઈ છે.

મોહિત નામના યૂઝરે ટ્વિટર પર લખ્યું છે કે આજ સાંજની પ્રેસ કૉંફરન્સ પછી ધોની કહેશે કે મારી મજાક કેવી લાગી?

Image copyright Twitter/@Rowdy_3_

@Rowdy_3_ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે, "આજે સાંજે સાત વાગ્યે પ્રેસ કૉંફરન્સ છે, અમે માત્ર એક ફૅરવેલ મૅચ ઇચ્છીએ છીએ."

Image copyright Twitter/@NeelPatel189

નીલ પટેલ નામના એક યૂઝરે ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં તેમણે લખ્યું છે, "હું તૈયાર છું. હું રડીશ નહીં. અત્યારથી જ આંસુ આવી રહ્યાં છે."

Image copyright Twitter/@tejasvi7raj

તો કેટલાક ફેન્સ મહેન્દ્રસિંહ ધોની રિટાયર્ડ ન થાય એ માટે અપીલ અને પ્રાર્થના કરી રહ્યા છે.

Image copyright Twitter/@EyeSadiaRahman
Image copyright Twitter/@PranavKansara19

અગાઉ ધોનીની ઉંમર ચર્ચામાં રહી

Image copyright Getty Images

વર્લ્ડ કપની સેમિફાઇનલ મૅચમાં ન્યૂઝીલૅન્ડ સામે થયેલી હાર બાદ ફરી એક વખત ધોનીની ધીમી ઇનિંગ અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી.

આ ચર્ચા તેમના રિટાયરમૅન્ટ સુધી પહોંચી હતી.

ઘણા નિષ્ણાતો કહી ચૂક્યા છે કે કોઈ પણ ખેલાડી રમશે કે નહીં રમે તેનો આધાર તેની ઉંમર પર નહીં, પરંતુ તેની ફિટનેસ અને પ્રદર્શન પર હોય છે.

તેમ છતાં જ્યારે પણ ધોનીનું પ્રદર્શન સહેજ પણ નબળું પડે કે તરત જ તેમની ઉંમરને લઈને ચર્ચાઓ શરૂ થઈજાય છે. વર્લ્ડ કપ વખતે પણ આવી ચર્ચાઓ થઈ હતી.

જોકે, આંકડાની વાત કરીએ તો ક્રિકેટ વર્લ્ડ કપમાં રમનારા સૌથી વધુ ઉંમરના ખેલાડી નેધરલૅન્ડ્સના નોલન એવાત ક્લાર્ક છે.

1996ના વિશ્વ કપમાં ક્લાર્ક દક્ષિણ આફ્રિકા સામે ક્રિકેટ રમવા મેદાનમાં ઊતર્યા તો તેમની ઉંમર 47 વર્ષ અને 257 દિવસ હતી. ક્લાર્કના જ નામે સૌથી મોટી ઉંમરે (47 વર્ષ અને 240 દિવસ) પોતાની પ્રથમ મૅચ રમવાનો પણ રેકર્ડ પણ છે.

જો આ રેકર્ડ ધ્યાનમાં લઈએ તો ધોની હજુ બે વર્લ્ડ કપ રમી શકે છે. એ દલીલ કરવામાં આવે છે કે તેઓ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રિકેટ રમી રહ્યા છે અને ઘણા જાણીતા ખેલાડીઓએ આ ઉંમર આસપાસ પહોંચતા ક્રિકેટને અલવિદા કહી દીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો