કાશ્મીરમાં આ ત્રિસૂત્રીય ફૉર્મ્યુલા પર કામ કરી છે સરકાર

કાશ્મીર

પાંચ ઑગસ્ટે અનુચ્છેદ 370ની જોગવાઈઓને નાબૂદ કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં ગત દોઢ મહિનાથી સરકાર હાલત સામાન્ય કરવાની કોશિશ કરી રહી છે.

નુકસાનને ઘણે અંશે રોકી શકાયું છે અને હવે ગવર્નરથી લઈને પોલીસ સુધી જે વાતો થઈ રહી છે તેમાં ત્રિસૂત્રીય ફૉર્મ્યુલા સામે આવી રહ્યો છે.

શું છે આ ત્રિસૂત્રીય ફૉમ્યુર્લા?

પ્રથમ ફૉમ્યુર્લા : મોટી સંખ્યામાં કાશ્મીરી યુવાનોને નોકરીઓ આપવામાં આવશે પરંતુ મોટાભાગની નોકરીઓ આર્મ ફૉર્સિસ એટલે કે બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી અને સેનામાં આપવામાં આવશે.

આને માટે કાયદેસર અભિયાન આદરવામાં આવશે. પ્રથમ ચરણમાં 2,000 કાશ્મીરીઓને સેનામાં ભરતી કરાવવાની યોજના છે.

બીજી ફૉર્મ્યુલા : શિયાળામાં અહીં ટ્રાન્સમિશન લાઇનો ખૂબ જ ખરાબ થઈ જાય છે. શિયાળામાં અહીં જરૂરિયાત મુજબ વીજળીનું ઉત્પાદન કરી શકાતું નથી.

આને કારણે કેન્દ્ર સરકારે 10,000 કરોડના ખર્ચમાં અનેક પ્રોજેક્ટ એક સાથે શરૂ કરવાની જાહેરાત કરી છે. કહેવામાં આવે છે કે તેને ફાસ્ટ ટ્રેક ગતિએ શરૂ કરવામાં આવશે. કાશ્મીરમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે એ દિવસો દૂર નથી એવો દાવો પણ કરાઈ રહ્યો છે.

ત્રીજી ફૉમ્યુર્લા : પોલીસતંત્રનું કહેવું છે કે ગત 45 દિવસોમાં એમણે 24 ચરમપંથીઓની ધરપકડ કરી છે.

ડીજીપીએ એ વાત ભારપૂર્વક કહી કે જેઓ લોકોને ઘરથી બહાર નહીં નીકળવા ડરાવે છે કે દુકાનદારો અને કૉમર્શિયલ વાહનો ચલાવનારને ધમકીઓ આપે છે તેવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. એમની ઓળખ કરીને એમની ધરપકડ કરવામાં આવશે અને એમની સામે કેસ ચલાવવામાં આવશે.

આ ત્રણ ફૉમ્યુર્લા પર એકસાથે કામ ચાલી રહ્યું છે અને તંત્રને આશા છે કે ખૂબ જલ્દી સ્થિતિ પાટા પર આવી જશે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
કાશ્મીર : કલમ 370ની નાબૂદીના છ અઠવાડિયા બાદ કાશ્મીરમાં કેવી છે સ્થિતિ?

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર

Image copyright AFP

ગત દિવસોમાં કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓએ એવું કહ્યું કે મુદ્દો હવે કાશ્મીર નહીં પરંતુ પાકિસ્તાનપ્રશાસિત કાશ્મીરનો છે.

જ્યારે કાશ્મીરમાં રાજનીતિ સક્રિય હતી ત્યારે પણ આવાં નિવેદનો પર ખૂબ જોખીજોખીને પ્રતિક્રિયાઓ આપવામાં આવતી હતી. અત્યારે આના સમર્થકો અને અલગાવવાદીઓ તમામ નેતાઓ બંધ છે એટલે આ મામલા સહિત એમની તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી રહી.

જોકે, એક નક્કર પ્રતિક્રિયા રાજ્યપાલ સત્યપાલ મલિક તરફથી આવી છે.

એમણે કહ્યું કે દબાણ કે તાકાતને જોરે પાકિસ્તાનપ્રશાસિત કાશ્મીરને હાંસલ કરવાને બદલે એક ભારતપ્રશાસિત કાશ્મીરમાં વિકાસ કાર્યોનું એક અભિયાન છેડવામાં આવે અને એવી તરક્કી થાય કે પાકિસ્તાનપ્રશાસિત કાશ્મીરમાં રહેતા લોકો ખુદ કહે તે અમારે ભારતમાં ભળી જવું છે.

એક રીતે ઢળતો આગ્રહ તો છે જ પણ સાથે એમણે કેન્દ્રિય સ્તરે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને હાંસલ કરવાની જે વાત કહેવામાં આવે છે તેનું ખંડન પણ નથી કર્યું. રાજ્યપાલે એનો ઉલ્લેખ ટાળીને આ વાત કરી.

એમણે કહ્યું કે ભારત પ્રશાસિત કાશ્મીર અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં જે તરક્કી થશે એને લીધે એક દિવસ એવો જરૂર આવશે કે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના લોકો પોતે ભારત સાથે રહેવાનું કહેશે.

(બીબીસી સંવાદદાતા શકીલ અખ્તર સાથેની વાતચીતને આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ