કાશ્મીરમાં બાળકોની ગેરકાયદેસર અટકાયત પર સવાલ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કાશ્મીરમાં સગીરો સાથે શું થઈ રહ્યું છે? ખાસ અહેવાલ

પાંચ ઑગસ્ટે અનુચ્છેદ 370ની જોગવાઈઓને નાબૂદ કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં ગત દોઢ મહિનાથી સરકાર હાલત સામાન્ય કરવાની કોશિશ કરી રહી છે.

રાજ્યમાં મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ ખોરવાયેલાં છે અને મુખ્ય પ્રવાહના રાજકારણીઓ સહિત અલગાતાવાદી નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે.

ત્યારે રાજ્યમાં રાજકીય નેતાઓ, વેપારીઓ અને કાર્યકર્તાઓ સહિત 3000 હજાર લોકોની પણ અટકાયત કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બીજી તરફ ઇન્ડિયન આર્મીએ બીબીસીને કહ્યું કે રાજ્યમાં પોલીસ સાથે હાથ ધરવામાં આવેલા આ સંયુક્ત અભિયાન અંતર્ગત દોષિતોને સુરક્ષા દળોના વિશેષ સત્તા અધિકાર કાયદા હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

આ વિશેની પડતાલ પર જુઓ બીબીસી સંવાદદાતા આમીર પીરઝાદાનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો