વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મુલાકાત કરી.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મામલ્લપુરમમાં નરેન્દ્ર મોદી તથા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે અનૌપચારિક મુલાકાત યોજાઈ હતી.

બંને નેતાઓએ તમિલનાડુના મામલ્લપુરમ ખાતે મુલાકાત કરી.

મામલ્લપુરમને મહાબલિપુરમના નામે પણ ઓળખવામાં આવે છે.

મામલ્લપુરમ ચેન્નાઈના પૂર્વીય કોસ્ટ રોડ પર 62 કિલોમિટરના અંતરે આવેલું છે. અહીં યુનેસ્કોએ જાહેર કરેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ આવેલી છે.

પલ્લવ સમયગાળામાં અહીં એક જ પથ્થરમાંથી રથ, શિલ્પ અને ગુફામંદિર બનાવવામાં આવ્યાં હતાં. મહાબલિપુરમ તામિલનાડુનું મહત્ત્વનું પ્રવાસનસ્થળ છે.

મોદીએ તમિલનાડુના પુરુષોનો પરંપરાગત સફેદ પોષાક 'વેસ્ટી' ધારણ કર્યો હતો.

બીજી બાજુ, સોશિયલ મીડિયા ઉપર #GoBackModi ટ્રૅન્ડ થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો