આ ત્રણ સ્મારકોની આસપાસ ફરી રહી છે મહારાષ્ટ્રની ચૂંટણી

નેતાઓ ભૂતકાળના સંવેદનશીલ મુદ્દાઓને વારે વારે યાદ કરીને વોટ મેળવવાનો પ્રયાસ કરતા હોય છે.

મહારાષ્ટ્રમાં મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણીલક્ષી રાજકારણ 3 સ્મારકોની આસપાસ ફરી રહ્યું છે. હસ્તી

આ 3 ઐતિહાસિક હસ્તીઓનું મહારાષ્ટ્રના સામાજિક અને રાજકીય જીવનમાં એટલુ પ્રભુત્વ રહ્યું છે કે તેમના સ્મારકો પણ રાજકારણનો હિસ્સો બની ગયા છે.

આમ તો આ 3માંથી એક પણ સ્મારકનું ચણતર પૂર્ણતાની નજીક પણ નથી પહોંચ્યું તેમ છતાં તેમને નામે વારંવાર રાજકારણ થાય છે.

પહેલુ સ્મારક છે છત્રપતિ શિવાજી મહારાજનું જેને લઈને અનેક દાવા થાય છે. ગુજરાતમાં સ્ટૅચ્યૂ ઑફ યૂનિટી વખતે એના કરતા પણ મોટી શિવાજીની પ્રતિમાની વાત થઈ ચૂકી છે.

બીજુ સ્મારક છે ડૉ. બાબાસાહેબ આંબેડકર જેને મુંબઈના ઈન્દુ મિલ કમ્પાઉન્ડમાં ઊભું કરવાનો પ્રસ્તાવ છે.

જ્યારે કે ત્રીજુ સ્મારક છે શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનું જેને મુંબઈમાં મેયર બંગલો ખાતે ઊભું કરાશે.

મહારાષ્ટ્રની ચૂંટણીમાં સ્મારકોના રાજકારણ પર જુઓ ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો