ડિપ્રેશન સામે લડી રહેલા વ્યક્તિ, ડિપ્રેશનના શિકાર વ્યક્તિની મદદ કરે છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

Mental Health : ડિપ્રેશનમાં રહેલી મહિલા ડિપ્રેશનથી પીડાતી વ્યક્તિઓની મદદ કરે છે

દીપ્તિ આહુજા મૅન્ટલ હેલ્થ ફર્સ્ટ એડ ઇન્સ્ટ્રક્ટર છે. તેઓ બાયપોલર ડિસઑર્ડર-2થી પીડાય છે.

માનસિક રોગના કારણે તેમને નોકરીમાંથી રજા પર મોકલી દીધાં છે.

તેમનું કહેવું છે કે માનસિક રોગના કારણે તેમના માટે સામાન્ય નોકરી કરવી મુશ્કેલ છે. તેઓ હાલ મૅન્ટલ હેલ્થ વિશે લોકોને જાગૃત કરે છે.

પોતાના અનુભવોના આધારે તેમણે સેન્સ ઑફ સૅલ્ફની પહેલ કરી.

તેઓ વર્કશોપ અને વાર્તાઓ દ્વારા લોકોની સાથે મૅન્ટલ હેલ્થ વિશે વાત કરે છે.

સેન્સ ઑફ સૅલ્ફ દ્વારા તે લોકોને ચિકિત્સાના એ વિષય વિશે જણાવે છે, જેનાથી લોકોને મદદ મળી શકે છે.

દીપ્તિ કહે છે કે જાણકારી ન હોવાના કારણે યોગ્ય ઇલાજ થતો નથી.

વિશ્વ સ્વાસ્થય સંગઠન મુજબ ડિપ્રેશન અને ઍંગ્ઝાયટીની અસર પ્રૉડક્ટિવિટી પર પણ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો