મળો એ ગુજરાતીને જેમણે બૉક્સિંગમાં સૌપ્રથમ મૅડલ જીત્યો

ગુજરાતના જયેશ દેસાઈએ નેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં સૌપ્રથમ વાર મૅડલ મેળવ્યો છે.

તેમણે નેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં 69 કિલોની શ્રેણીમાં રજત ચંદ્રકની સિદ્ધિ મેળવી છે.

બીબીસીએ બૉક્સિંગમાં આ સિદ્ધિ મેળવનારા જયેશ દેસાઈ સાથે વાત કરી.

તેમણે કહ્યું આ જ કૉમ્પિટિશનમાં એક સર હતા તો એ પૂછતા હતા કે ગુજરાતથી? મેં કહ્યું હા સર. તો તેમણે કહ્યું કે દૂસરે રાઉન્ડ મેં ગુજરાતી કહાં આ ગયા!

જયેશના પરિવારમાંથી કોઈ બૉક્સિંગ રમ્યું નથી ત્યારે તેમને કેવી રીતે બૉક્સિંગની પ્રેરણા મળી અને કેવી રીતે તાલીમ લીધી? જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો