દુષ્કર્મની પીડા અને ડિપ્રેશનમાંથી બહાર આવી યોગશિક્ષિકા બન્યાં
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

BBC #100Women: યોગની મદદથી ડિપ્રેશનમાંથી બહાર આવ્યાં અને બન્યાં યોગશિક્ષિકા

ત્રણ વર્ષની ઉંમરે નતાશા નોએલને પોતાનાં માતાની આત્મહત્યા જોવી પડી. સાત વર્ષની ઉંમરે એક ઘરઘાટીએ તેમની સાથે દુષ્કર્મ કર્યું. પછીના વર્ષોમાં તેમના પિતરાઈઓ દ્વારા તેમનું જાતીય શોષણ થયું.

હાલ નતાશા એ યોગિની અને વેલનેસ કોચ છે. તેઓ યોગની તાલીમ પણ આપે છે.

આજે 27 વર્ષની ઉંમરે પણ તેમનાં જીવનમાં ખરાબ દિવસો આવે છે, પણ તેમણે ચાલતાં રહેવાનું શીખી લીધું છે.

નતાશા આજે એક યોગ ટીચર છે તેમજ સોશિયલ મીડિયા પર માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનું કામ કરે છે. તેઓ તેને પોતાની જાતને સ્વીકારવાની સફર તરીકે ઓળખાવે છે.

નતાશા ઇન્સ્ટાગ્રામ પર પોતાનાં 245 હજાર સબસ્ક્રાઇબર્સને યોગ અપનાવીને બૉડી પોઝિટિવિટી મેળવવા અંગે જાગૃત કરે છે.

તેઓનો બીબીસીની 100 Womenમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

બીબીસી 100 Womenમાં દર વર્ષે વિશ્વની 100 પ્રભાવશાળી મહિલાઓની યાદી તૈયાર કરવામાં આવે છે.

અમે તેમના પર દસ્તાવેજી ફિલ્મો બનાવીએ છીએ અને તેમના જીવન વિશે તેમના ઇન્ટરવ્યૂ કરીએ છીએ, જેનું કેન્દ્ર મહિલા હોય તેવી કહાણીઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો