INDvsSA : ભારતના બૉલરોનો તરખાટ, દક્ષિણ આફ્રિકા હાર તરફ

રાંચી ટેસ્ટ Image copyright Pti

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝની ત્રીજી મૅચ રાંચીમાં રમાઈ રહી છે અને દક્ષિણ આફ્રિકા ઇનિંગ અને મોટા માર્જિનથી હાર તરફ ધકેલાઈ ગયું છે.

જેમાં ભારત સામે દક્ષિણ આફ્રિકા ફૉલોઑન થયું છે. પ્રથમ ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકા માત્ર 162 રનમાં ઑલઆઉટ થઈ ગયું છે.

આ પહેલાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 9 વિકેટના ભોગે 497 રનનો સ્કોર કર્યો હતો. જે બાદ ભારતે ઇંનિગ્સ ડિકલેર કરી હતી.

પ્રથમ ઇનિંગમાં ફક્ત 162 રનમાં ઑલઆઉટ થઈ જનાર દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગમાં શરૂઆત જ ખરાબ રહી હતી અને માત્ર 9 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.

મોહમ્મદ શમીએ ડીન એલગરને શૂન્ય રને તથા ઉમેશ યાદવે ડી કોકને 4 રને પેવેલિયન ભેગા કરી દીધા હતા.

દક્ષિણ આફ્રિકાનો સ્કોર હાલ 8 વિકેટે માત્ર 132 રન છે.

રાંચી ટેસ્ટનો આજે ત્રીજો દિવસની રમતને અંતે ભારત 203 રનની લીડ ધરાવે છે.


દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅન ભારતના બૉલરો સામે ઝૂક્યા

Image copyright Pti

દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅન ભારતના બૉલરો સામે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા.

આફ્રિકા તરફથી ઝુબેર હમજા એકમાત્ર એવા બૅટ્સમૅન છે જેમણે 79 બૉલમાં 62 રન કર્યા હતા.

એ સિવાય ટી બવુમા અને લિન્ડેએ 32 અને 37 રન કર્યા હતા. આ સમગ્ર ઇનિંગ્સમાં ભારતના બૉલરોનું પ્રભુત્વ જોવા મળ્યું હતું.

દક્ષિણ આફ્રિકાના 8 બૅટ્સમૅન બે આંકડા સ્કોર સુધી પણ પહોંચી શક્યા ન હતા. જેમાં ત્રણ બૅટ્સમૅન તો શૂન્ય રને આઉટ થઈ ગયા હતા.


ભારતના બૉલરોનું સારું પ્રદર્શન

Image copyright Pti

પ્રથમ ઇનિંગ્સમાં બૅટ્સમૅનો બાદ બૉલરોએ પણ સારું પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ ફૉલોઑન થઈ હતી.

ફાસ્ટ બૉલર ઉમેશ યાદવે 9 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી અને માત્ર 40 રન આપ્યા હતા.

મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 4 મેડન ઓવર નાખી હતી અને 2 વિકેટ ઝડપી હતી.

આ મૅચથી જ ટેસ્ટમાં ડેબ્યૂ કરનારા નદીમે પણ 2 વિકેટ ઝડપી હતી અને કુલ 11 ઓવરમાં 4 ઓવર મેડન નાખી હતી.

સ્પીનર બૉલર રવીન્દ્ર જાડેજાએ 14 ઓવરમાં માત્ર 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો