બે લોકસભા અને 51 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં પણ ઘણી જગ્યાએ કૉંગ્રેસ આગળ.

અલ્પેશ ઠાકોર

ઇમેજ સ્રોત, FACEBOOK/ALPESH THAKOR

મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણી સાથે ગુજરાતની છ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થઈ રહી છે. અલગ-અલગ રાજ્યોની 51 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થઈ રહી છે. આ સાથે બિહારની સમસ્તીપુર અને મહારાષ્ટ્રની સતારા લોકસભા બેઠકની પણ પેટાચૂંટણી થઈ રહી છે.

ગુજરાતની છ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થઈ રહી છે. અત્યાર સુધી થયેલી મતગણતરી પ્રમાણે ત્રણ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર આગળ છે, જ્યારે ત્રણ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે.

સમસ્તીપુર, બિહાર

આ બેઠકથી 2014માં લોક જનશક્તિ પાર્ટીના રામચંદ્ર પાસવાન જીત્યા હતા.

જુલાઈ 2018માં તેમનું મૃત્યુ થયું એટલે બેઠક ખાલી પડતાં અહીં પેટાચૂંટણી યોજાઈ હતી.

આ બેઠક પર કૉંગ્રેસના ડૉક્ટર અશોક કુમાર અને લોક જનશક્તિ પાર્ટીના પ્રિન્સ રાજ વચ્ચે મુકાબલો મનાય છે.

ચૂંટણીપંચ પાસેથી મળેલાં અત્યાર સુધીનાં વલણો પ્રમાણે પ્રિન્સ રાજ કૉંગ્રેસના ઉમેદવાર કરતાં અંદાજે પચાસ હજાર મતથી પાછળ છે.

સતારા, મહારાષ્ટ્ર

આ બેઠ પર એનસીપીના ઉદયનરાજે ભોંસલે જીત્યા હતા. તેઓ પક્ષ છોડીને ભાજપ સામેલ થયા, જેના કારણે આ બેઠક ખાલી પડી હતી.

ભોંસલે હવે ભાજપના ઉમેદવાર તરીકે આ બેઠક પરથી લડી રહ્યા છે અને તેમની ટક્કર એનસીપીના ઉમેદવાર શ્રીનિવાસ દાદાસાહેબ પાટીલ સાથે છે.

અત્યાર સુધીની મતગણતરી પ્રમાણે એનસીપીના ઉમેદવાર આગળ છે.

16 રાજ્યોમાં પેટાચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણીપંચ પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશની 11 બેઠક પૈકી એક પર બહુજન સમાજ પાર્ટી, છ બેઠક પર ભાજપ, એક બેઠક પર કૉંગ્રેસ અને બે બેઠક પર સમાજવાદી પાર્ટી આગળ છે.

હિમાચલ પ્રદેશની બન્ને બેઠકો પર ભાજપ આગળ છે. ધર્મશાલા બેઠકથી ભાજપના વિશાલ નેહારિયાની જીત લગભગ નક્કી મનાય છે.

સિક્કિમની ત્રણ બેઠકો પૈકી બેનાં પરિણામો સ્પષ્ટ થઈ ગયાં છે. એક પર ભાજપ જીતી રહ્યો છે અને બીજી બેઠક પર સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાએ જીત નોંધાવી છે.

પુડ્ડુચેરીમાં એક બેઠક પર પેટાચૂંટણી હતી, જેની પર કૉંગ્રેસની જીત થઈ છે.

અરુણાચલ પ્રદેશની એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત નોંધાવી છે.

બિહારની છ બેઠકો પૈકી એક પર જનતા દળ(યુ), એક પર કૉંગ્રેસ, એક પર એમઆઈએમઆઈએમ અને બે પર આરજેડી આગળ છે.

કેરળની પાંચ બેઠકો પૈકી બે પર કૉંગ્રેસ, એક પર માર્ક્સવાદી પાર્ટી અને એક પર ઇંડિયન યુનિયન મુસ્લિમ લીગ આગળ છે.

પંજાબની ચાર બેઠકો પૈકી ત્રણ પર કૉંગ્રેસ આગળ છે, જ્યારે એક બેઠક પર શિરોમણી અકાલી દળ આગળ છે.

આસામમાં ત્રણ બેઠક પર ભાજપ આગળ છે જ્યારે એક પર એઆઈયૂડીએફ આગળ છે.

રાજસ્થાનની બે પૈકી એક બેઠક પર સત્તાધારી કૉંગ્રેસ આગળ છે જ્યારે એક પર રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી આગળ છે.

તામિલનાડુની બન્ને બેઠક પર એઆઈએડીએમકે આગળ છે.

તેલંગણાની એક બેઠક પર તેંલગણા રાષ્ટ્ર સમિતિના ઉમેદવાર આગળ છે.

ઓડિશામાં બીજેડી, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કૉંગ્રેસ અને મેઘાલયમાં યૂડીએફ આગળ ચાલે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો