આ જળ સખીઓએ પૂરી કરી આખા ગામની પાણીની તંગી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ 'જળ સખીઓ'એ પૂરી કરી આખા ગામની પાણીની તંગી

બુંદેલખંડનાં 100 ગામની મહિલાઓએ પોતાના વિસ્તારની પાણીની તંગી દૂર કરવાની કામગીરી હાથે લીધી છે.

તેમને પાણી ભરવા માટે 2 કિલમોમિટર દૂર જવું પડતું અને લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડતું હતું.

તળાવને પુનર્જીવિત કરવાનું કામ હોય, સરકારી મદદ મેળવવાની હોય કે પાણીની ડંકી રિપૅર કરવાની હોય. આ તમામ કામ આ મહિલાઓ પોતે કરે છે.

સ્થાનિક સંસ્થાના માર્ગદર્શનથી તેમણે જળ સહેલી નામની ઝુંબેશ શરૂ કરી છે.

તેમને સમાજના વિરોધ અને માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો પણ તેઓ પોતાના કામમાં અડગ રહ્યાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો