ભોપાલ ગૅસ દુર્ઘટના : 35 વર્ષ પછી પણ તેના જખમો તાજા

Image copyright JUDAH PASSOW

ભોપાલ ગૅસ દુર્ઘટનાને 35 વર્ષ થઈ ગયાં છે. 2-3 ડિસેમ્બર, 1984ની રાતે થયેલી આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કેમિકલ પ્લાન્ટમાંથી નીકળેલા ઝેરીલા ગૅસથી 24 કલાકમાં ત્રણ હજાર લોકોના જીવ ગયા અને બાદમાં હજારો લોકો અલગઅલગ રીતે શારીરિક ખોડખાંપણનો શિકાર થતા રહ્યા.

કેટલાય લોકોને ફેફસાં સંબંધિત બીમારી થઈ, તો કેટલાક જિંદગીભર વિકલાંગ થઈ ગયા. જે બાળકો ગર્ભમાં હતાં તેઓ પણ આ કેરથી બચી ન શક્યાં.

ફોટોગ્રાફર જુડા પાસોએ એવા લોકોની જિંદગીને તસવીરોમાં કંડારવાની કોશિશ કરી છે જેઓ આ ભયાવહ જખમો સાથે જીવવા મજબૂર છે.

Image copyright JUDAH PASSOW
ફોટો લાઈન શાકિર અલી ખાન હૉસ્પિટલમાં શ્વાસ સંબંધી બીમારીનો એક્સ-રે કરાવતાં દર્દી. તેઓ દુર્ઘટના દરમિયાન ઝેરીલા ગૅસના સંપર્કમાં આવ્યા હતા.

Image copyright JUDAH PASSOW
ફોટો લાઈન દુર્ઘટનાપીડિતોને ન્યાય અપાવવા માટે અભિયાન ચલાવનારાઓનું કહેવું છે કે ઝેરીલા ગૅસથી 20 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતા. ઘણા લોકો હજુ પણ તેનાં પરિણામ ભોગવી રહ્યા છે.

Image copyright JUDAH PASSOW
ફોટો લાઈન બ્લુ મૂન કૉલોનીમાં રહેતાં એક મહિલા. 1984માં પાંચ લાખ, પચાસ હજાર લોકો પ્રભાવિત થયા હતા, જે ભોપાલની બે તૃતીયાંશ વસ્તી બરાબર છે.

Image copyright JUDAH PASSOW
ફોટો લાઈન અહીં લોકોને પાઇપથી પાણી પહોંચાડવામાં આવે છે. વૈજ્ઞાનિકો અને અભિયાનકારોનું કહેવું છે કે માટી અને જમીનના પાણીમાં કેમિકલ સતત લિક થયું છે.

Image copyright JUDAH PASSOW
ફોટો લાઈન પીડિતોનું કહેવું છે કે બાળકો પણ ખોડખાંપણવાળાં પેદાં થાય છે.

Image copyright JUDAH PASSOW
ફોટો લાઈન પ્રાચી ચુગને સેરેબ્રલ પાલ્સી છે અને તેનો માનસિક વિકાસ થઈ શક્યો નથી. તેમનાં માતા ઝેરી ગૅસના સંપર્કમાં આવ્યાં હતાં, આથી ગર્ભમાં પ્રાચી પર ગૅસની અસર થઈ હતી.

Image copyright JUDAH PASSOW
ફોટો લાઈન ભોપાલની સંભાવના ટ્રસ્ટ ક્લિનિકમાં એક પીડિતની સ્ટીમ થૅરપીથી સારવાર થઈ રહી છે. આ ક્લિનિકમાં પારંપરિક આયુર્વેદિક દવાથી પીડિતોનો ઇલાજ થાય છે.

Image copyright JUDAH PASSOW
ફોટો લાઈન ચિનગારી ટ્રસ્ટ ફિઝિકલ-થૅરપી ક્લિનિકમાં જે બાળકોની સારવાર થઈ એમના પંજાનાં નિશાન

Image copyright JUDAH PASSOW
ફોટો લાઈન ઓરિયા પ્રાથમિક શાળામાં રમતાં બાળકો. આ સ્કૂલનું ભવિષ્ય પણ ધૂંધળું છે.

Image copyright JUDAH PASSOW
ફોટો લાઈન પીડિતોને અપાયેલી સહાયને 1989માં સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવી હતી. પરંતુ લોકો માને છે કે હજુ વધુ સહાય મળવી જોઈએ અને વિસ્તારની યોગ્ય સફાઈ થવી જોઈએ.

(બધી તસવીરો ફોટોગ્રાફર જુડા પાસોની છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો