નેટબંધી : ઇન્ટરનેટ શટડાઉનમાં ભારત પાકિસ્તાનથી પણ આગળ, ગુજરાત પણ કમ નથી

  • શાદાબ નાઝમી
  • બીબીસી ગુજરાતી માટે
વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

"હું આસામના મારા ભાઈઓ અને બહેનોને કહેવા માગું છું કે તેમણે સીએબી પાસ થયા પછી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી. હું તેમને ખાતરી આપું છું કે કોઈ તમારા પાસેથી અધિકારો લેશે નહીં, તમારી આગવી ઓળખ અને સુંદર સંસ્કૃતિ અકબંધ રહેશે. તે ફાલશે અને તેનો વિકાસ થશે." વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 12 ડિસેમ્બરે આ ટ્વીટ કર્યું.

જ્યારે વડા પ્રધાને આસામના લોકોને જણાવ્યું ત્યારે એક માત્ર તકલીફ એ હતી કે આસમમાં ઇન્ટરનેટ એ દિવસે ચાલુ ન હતું.

નાગરિકતા સંશોધન કાયદો પસાર થયો તેને લઈને અને સૂચિત દેશવ્યાપી એનઆરસીને લઈને દેશભરમાં વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે.

છેલ્લા 3 દિવસમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આસામમાં લાંબો ચાલેલો ઇન્ટરનેટ પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો છે.

નાગરિક્તા સંશોધન ખરડો કાયદો બન્યો તે અગાઉ પણ ભારતના ઉત્તર-પૂર્વના રાજ્ય આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં ભારે વિરોધપ્રદર્શન થયાં હતાં.

વિરોધપ્રદર્શનના કારણે રાજ્ય સરકારે રાજ્યમાં ઇન્ટરનેટ સર્વિસ પર પ્રતિબંધ મૂકવાની પણ નોબત આવી હતી.

20 ડિસેમ્બરે અમદાવાદમાં થયેલા વિરોધપ્રદર્શનમાં હિંસા થયા પછી ગુજરાત સરકારે ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા પર પ્રતિબંધ લાદવાની ઇન્ટેલિજન્સ ડીજીપીને સત્તા આપી છે.

21 ડિસેમ્બરે પણ વિરોધપ્રદર્શનોને લઈને અનેક વિસ્તારમાં આંશિક કે ભારે ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

દુનિયામાં સૌથી વધુ વખત ઇન્ટરનેટ પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કાશ્મીરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધનો વિરોધ કરી રહેલાં પત્રકારો

2019માં દેશમાં 91 વખત ઇન્ટરનેટને બંધ કરી દેવામાં આવ્યું હતું.

ઇન્ટરનેટ શટડાઉન વેબસાઈટના અહેવાલ અનુસાર, 2015માં ઇન્ટરનેટ બંધ કરવાની 14 ઘટનાઓ બની હતી.

2016માં તેમાં વધારો થયો અને 31 વખત ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું. 2017માં 79 વખત અને 2018માં 134 વખત ઇન્ટરનેટને બંધ કરવામાં આવ્યું.

2018માં 134 વખત ઇન્ટરનેટ બંધ થયું તેમાંથી 65 વખત જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ થયું છે.

2019માં 91 વખત ઇન્ટરનેટ બંધ થયું છે. જેમાંથી 91માંથી 55 વખત જમ્મુ અને કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ થયું છે.

2018માં ભારતમાં 134 વખત ઇન્ટરનેટ બંધ થયું છે. જે દુનિયામાં સૌથી વધુ છે. સ્ટેટ ઓફ ઇન્ટરનેટ શટડાઉન્સના અહેવાલ અનુસાર, ભારત ઇન્ટરનેટ શટડાઉનની બાબતમાં દુનિયામાં અવ્વલ છે.

પાકિસ્તાનમાં 12 વખત જ પ્રતિબંધ લાગ્યો છે. સીએબીની સામે થયેલાં વિરોધપ્રદર્શન પહેલાં અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટે આપેલાં ચુકાદા દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સૌથી વધુ વખત ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનામાં ભારત પછી પાકિસ્તાન છે. ત્યારબાદ ઇરાક (7), યમન (7), ઇથોપિયા (6), બાંગ્લાદેશ (5) અને રશિયા (2) છે.

સૌથી લાંબા સમયગાળા સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ટરનેટ શટડાઉન ટ્રેકરના અહેવાલ અનુસાર, સૌથી લાંબા સમયગાળા સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ જમ્મુ અને કાશ્મીરમાં લાગ્યો હતો.

8 જુલાઈ, 2016થી 19 નવેમ્બર, 2016ના સમયગાળા દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ રહ્યું હતું. 8 જુલાઈ, 2016ના રોજ ચરમપંથી બુરહાન વાણીના મૃત્યુ બાદ 133 દિવસ સુધી ઇન્ટરનેટ બંધ રખાયું હતું.

જ્યારે મોબાઈલ પોસ્ટપેડ ઇન્ટરનેટ સર્વિસ નવેમ્બર 19થી શરૂ કરવામાં આવી હતી.

જ્યારે પ્રિપેઇડ પર ઇન્ટરનેટની શરૂઆત જાન્યુઆરી, 2017થી કરવામાં આવી હતી. 6 મહિના સુધી ઇન્ટરનેટ બંધ રહ્યું હતું.

બીજી વખત જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ્દ કર્યા બાદ ઇન્ટરનેટ સેવા 4 ઑગસ્ટ, 2019ના દિવસે બંધ કરી દેવાઈ હતી.

100 દિવસથી વધારે દિવસ થઈ ગયા હોવા છત્તાં રાજ્યમાં ઇન્ટરનેટ સેવા સંપૂર્ણ રીતે કાર્યરત નથી કરાઈ અને અનેક પાબંદીઓ હજી છે.

જમ્મુ અને કાશ્મીર સિવાય ઇન્ટરનેટ પર ત્રીજો સૌથી લાંબો પ્રતિબંધ પશ્વિમ બંગાળમાં 18 જુન, 2017થી 25 સપ્ટેમ્બર, 2017ની વચ્ચે લાગ્યો હતો.

દાર્જિલિંગમાં ગોરખાલૅન્ડની વિશેષ માંગણીને લઈને અશાંતિ ઊભી થતાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દાર્જિલિંગમાં 100 દિવસ સુધી ઇન્ટરનેટ બંધ રહ્યું હતું.

સૌથી વધારે ઇન્ટરનેટ પર પ્રતિબંધ ક્યાં લાદવામાં આવ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images

2012થી ઇન્ટરનેટ પર પ્રતિબંધના 363 કિસ્સાઓ નોંધાયા છે. જમ્મુ અને કાશ્મીરમાં માત્ર 180 કિસ્સાઓ નોંધાયા છે.

2012થી રાજસ્થાનમાં 67 વખત ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને ઉત્તર પ્રદેશમાં 18 વખત ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ઇન્ટરનેટ પર પ્રતિબંધ કાયદા હેઠળ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના બે કાયદા હેઠળ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી શકાય છે.

કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર 1973(સીઆરપીસી), ઇન્ડિયન ટેલિગ્રાફ ઍક્ટ 1885 અને ટેમ્પરરી સસ્પેન્શન ઓફ ટેલિકોમ સર્વિસ (પબ્લિક ઇમરજન્સી અને પબ્લિક સેફ્ટી) રૂલ્સ, 2017 હેઠળ પ્રતિબંધ મૂકી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો