CAA : પુત્રી સનાની પોસ્ટ પર પિતા સૌરવ ગાંગુલી આપી આવી પ્રતિક્રિયા

સના ગાંગુલી અને સૌરવ ગાંગુલી

ઇમેજ સ્રોત, INSTAGRAM/SANAGANGULY

ઇમેજ કૅપ્શન,

સના ગાંગુલી અને સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે સના ગાંગુલીને નાગરિકતા સંશોધન કાયદા વિવાદથી દૂર રાખો.

સૌરવ ગાંગુલીએ આ મામલે ટ્વીટ કરીને કહ્યું કે ''આ આખા મામલાથી સનાને બહાર રાખો...આ પોસ્ટ સાચી નથી..રાજનીતિ વિશે જાણવા સમજવા માટે એની ઉંમર હજી નાની છે.''

આ અગાઉ સના ગાંગુલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી હતી.

આ પોસ્ટમાં તેમણે વિખ્યાત પત્રકાર-લેખક ખુશવંત સિંઘના પુસ્તક 'ધ ઍન્ડ ઑફ ઇન્ડિયા'નો એક અંશ ટાંક્યો હતો.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સનાએ લખ્યું કે "દરેક ફાસીવાદી શાસનને વિકસવા માટે એક એવા સમુદાય અને સમૂહોની જરૂર હોય છે જેનાં પર તે અત્યાચાર કરી શકે.""આની શરૂઆત એક કે બે સમૂહોથી થાય છે, પરંતુ તે કદી ખતમ નથી થતી."તેમણે લખ્યું કે "જ્યાં સુધી ભય અને સંઘર્ષનો માહોલ બનેલો હોય ત્યાં સુધી જ નફરતના આધારે બનેલું આંદોલન ત્યાં સુધી જ ચાલી શકે છે.""આજે આપણામાંથી જે લોકો પોતે મુસલમાન કે ખ્રિસ્તી નથી એમ વિચારીને પોતાને સુરક્ષિત મહેસૂસ કરી રહ્યાં છે, એ લોકો મુરખાઓની દુનિયામાં જીવે છે.""સંઘ પહેલેથી જ ડાબેરી ઇતિહાસકારો અને પશ્ચિમિ સંસ્કૃતિથી પ્રભાવિત યુવાઓને નિશાન બનાવી રહ્યું છે.""કાલે તે એ મહિલાઓને નિશાન બનાવશે જે સ્કર્ટ પહેરે છે, એમને નિશાન બનાવશે જેઓ માંસ ખાય છે, જેઓ શરાબ પીવે છે, જેઓ વિદેશી ફિલ્મો જુએ છે, જેઓ મંદિરોમાં નથી જતાં, જેઓ દંતમંજનને બદલે ટૂથપેસ્ટ વાપરે છે, જેઓ વૈદ્યને બદલે ઍલોપેથિક ડૉક્ટર પાસે ઈલાજ કરાવે છે, જેઓ 'જય શ્રી રામ'ને બદલે સ્વાગતમાં હાથ મિલાવે છે. કોઈ સુરક્ષિત નથી."જો આપણે ભારતને જીવતો રાખવાની આશા રાખતા હોઈએ તો આ સમજવું પડશે.

18 વર્ષીય સના ગાંગુલીની ઇસ્ટાગ્રામ સ્ટોરીને સોશિયલ મીડિયા યૂઝર્સે દેશની વર્તમાન સ્થિતિ સાથે સાંકળીને એક સાહસિક પગલું ગણાવ્યું.

જોકે, પાછળથી આ પોસ્ટ ડિલિટ કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમા જ સૌરવ ગાંગુલીને બીસીસીઆઈની કમાન સોંપવામાં આવી છે. નાગરિકતા સંશોધન કાયદાને લઈને મોટાભાગનાં ખેલાડીઓએ મૌન સાધેલું છે.

સના ગાંગુલીએ શૅર કરેલી સ્ટોરી હવે નથી દેખાઈ રહી પરંતુ અનેક લોકો તેમની સ્ટોરીના સ્ક્રીન શૉટ્સ શૅર કરી રહ્યા છે.

અપર્ણા નામના એક યુજરે લખ્યું કે ''સનાએ એમનું દિલ જીતી લીધું છે.''

એક યુજરે લખ્યુંકે ''દાદા સૌરવ ગાંગુલી ક્યારેક તમે મેદાન પર દાદા હતા પરંતુ આપની વ્હાલી દીકરી અસલી દાદા છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો