ભારતમાં મૃત્યુદંડ આપવાનું પ્રમાણ વધી રહ્યું છે?

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images

દિલ્હીમાં વર્ષ 2012માં બસમાં દુષ્કર્મ કરીને પીડિતાની હત્યા કરવાના કેસમાં ચાર દોષિતોને આપવામાં આવેલી મોતની સજાનો આગામી દિવસોમાં અમલ કરવામાં આવશે. દેશની સર્વોચ્ચ અદાલતે આ દોષિતોમાંથી એકની અપીલને ખારિજ કરી છે.

ભારતીય અદાલતો ગંભીર ગુનામાં મોતની સજા સંભળાવી રહી છે, પરંતુ 2015થી એક પણ વખત અમલ કર્યો નથી.

ભારતની સરખામણીએ બીજા દેશોમાં મૃત્યુદંડ વધારે આપવામાં આવે છે. 2018માં ચાર દેશોએ મૃત્યુદંડની સજા કરવામાં વિક્રમ નોંધાવ્યો હતો.

માનવઅધિકારના જૂથ ઍમનેસ્ટી ઇન્ટરનેશનલના અહેવાલ અનુસાર વિશ્વમાં મૃત્યુદંડની સજાના અમલમાં ઘટાડો નોંધાયો છે.

ગત વર્ષે દાયકામાં સૌથી ઓછા મૃત્યુદંડનો અમલ કરવામાં આવ્યો હતો.


ભારતમાં ક્યાં ગુનાઓમાં મોતની સજા સંભળાવવામાં આવે છે?

Image copyright Getty Images

વર્ષ 2018માં સૌથી વધારે મૃત્યદંડ હત્યાના ગુનામાં અને જાતિય હિંસા આચરાયા બાદ જાન લેવાના ગુનામાં અપાયો હતો. હત્યાના 58 ગુનામાં અને જાતિય હિંસા બાદ કરાતી હત્યાના 45 ગુનામાં મૃત્યુદંડ ફટકારાયો હતો.

ભારતમાં ભારતીય દંડ સહિતા(1860)ની વિવિધ ધારા હેઠળ મોતની સજા ફટકારવામાં આવે છે.

આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારના બીજા 24 કાયદાઓ હેઠળ મોતની સજા આપવામાં આવે છે.

દિલ્હીની નેશનલ લૉ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર 2018માં ભારતમાં જાતિય હિંસાની સાથે હત્યાના અપરાધમાં 58ને મૃત્યુદંડ ફટકારાયો.

  • હત્યાના ગુનામાં 45ને મૃત્યદંડ
  • લૂંટ અને હત્યાના ગુનામાં 17ને મૃત્યુદંડ
  • હુલ્લડ અને હત્યાના ગુનામાં 16ને મૃત્યુદંડ
  • અપહરણ અને હત્યાના ગુનામાં 10ને મૃત્યુદંડ
  • 12 વર્ષ કરતાં નાની ઉંમરી બાળકી પર જાતિય હુમલામાં 9ને મૃત્યુદંડ

દિલ્હીની નેશનલ લૉ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર ભારત આઝાદ થયું ત્યારથી મોટા ભાગની મોતની સજા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આપવામાં આવી છે.

આઝાદી બાદ ઉત્તર પ્રદેશમાં 354 મૃત્યુદંડનો અમલ કરવામાં આવ્યો છે. હરિયાણામાં 90 મોતની સજાનો અમલ કરવામાં આવ્યો છે. તે બીજા ક્રમે, મધ્ય પ્રદેશમાં 73 મોતની સજા પર અમલ કરવામાં આવ્યો છે.

આંકડા દર્શાવે છે કે વર્ષ 2018માં કોર્ટે 162ને મૃત્યુદંડ ફટકાર્યો હતો. જેમાં એ પહેલાંના વર્ષની સરખામણીએ 50 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને જે છેલ્લા બે દાયકામાં સૌથી વધુ હતો.

ભારતની અદાલતે જાતિય હિંસાની સાથે હત્યાના ગૂનામાં સંભળાવેલી સજામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 35 ટકાનો વધારો જોવા મળ્યો છે.

જેનું કારણ કાયદામાં થયેલો સુધારો છે.

ગત વર્ષે પાકિસ્તાનમાં 250ને મોતની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે બાંગ્લાદેશમાં 229ને મોતની સજા સંભળાવવામાં આવી હતી.

વિશ્વમાં વર્ષ 2017ની સરખામણીએ વર્ષ 2018માં આપવામાં આવેલા મૃત્યુદંડનું પ્રમાણ થોડું વધારે હતું. વિશ્વમાં 2017માં 2531 લોકોને મોતની સજા કરાઈ, જ્યારે વર્ષ 2018માં 2591 લોકોને મોતની સજા અપાઈ હતી.


સૌથી વધુ સજા

Image copyright Getty Images

મોતની સજાની વિરુદ્ધમાં ચળવળ ચલાવી રહેલા ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું કે ગત વર્ષે 690 મૃત્યુદંડનો અમલ કરવામાં આવ્યો. વર્ષ 2017ની સરખામણી તેમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે.

વર્ષ 2018માં ચાર દેશોમાં અપાયેલા 80 ટકા મૃત્યુદંડનું રેકર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ચાર દેશમાં ઈરાન, સાઉદી અરેબિયા, વિયેતનામ, ઇરાકનો સમાવેશ થાય છે.

અધિકૃત નિવેદનમાં ગત વર્ષે નવેમ્બરમાં વિયેતનામે જાહેર કર્યું હતું કે તેણે 85 મૃત્યુદંડનો અમલ કર્યો હતો. નોંધનીય છે કે આ પહેલાનાં વર્ષોમાં વિયેતનામે કોઈ પણ આંકડાની અધિકૃત જાહેરાત કરી નહોતી.

એશિયા પૅસેફિકમાં વર્ષ 2017ની સરખામણીએ વર્ષ 2018માં મૃત્યુદંડના અમલમાં 46 ટકાનો વધારો જોવા મળ્યો છે.

વિયેતનામમાંથી મળેલી માહિતી ઉપરાંત જાપાને 15 લોકોને, પાકિસ્તાને 14 લોકોને અને સિંગાપોરે 13 લોકોને મોતની સજા સંભળાવી હતી. થાઈલૅન્ડે પણ વર્ષ 2009 પછી પહેલી વાર મોતની સજાની અમલવારી શરૂ કરી હતી.

અમેરિકામાં પણ ગત વર્ષની સરખામણીમાં મોતની સજાના અમલમાં થોડો વધારો નોંધાયો છે. વર્ષ 2017માં 23 મૃત્યદંડનો અમલ કરાયો હતો, જ્યારે વર્ષ 2018માં તેની સંખ્યા 25 થઈ હતી.

પરંતુ આ તમામ આંકડાંઓમાં કેટલી ચેતવણી આપવામાં આવી છે.

-તેમના અહેવાલમાં ચીનનો સમાવેશ થતો નથી. ઍમનેસ્ટી માને છે કે ત્યાં હજારોની સંખ્યામાં મોતની સજાનો અમલ કરવામાં આવ્યો છે. પરંતુ આંકડા રહસ્યમય છે.

-સીરિયામાં યુદ્ધ ચાલી રહ્યું હોવાના કારણે કેટલી મોતની સજાનો અમલ કરવામાં આવ્યો તેની ખરાઈ કરવી અઘરી છે.

-લાઓસ અને નોર્થ કોરિયાની માહિતી નહિવત્ત અથવા છે જ નહીં


કયા દેશમાં સૌથી વધુ મૃત્યુદંડના કેદી?

Image copyright Getty Images
ફોટો લાઈન બાંગ્લાદેશમાં કેદીઓને લઈ જવામાં આવે છે

આ મામલે માહિતીનો અભાવ છે અને દરેક દેશમાંથી માહિતી મળી રહી નથી.

વર્ષ 2018માં આવા સૌથી વધુ કેસ 4,864 પાકિસ્તાનમાં નોંધાયા હતા. આ વર્ષે પાકિસ્તાનના રાઇટ્સ ગ્રૂપે કરેલા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે દેશની ટોચની અદાલતમાં કોઈ પણ અપીલ આવે તે પહેલાં મૃત્યુદંડના કેદી સરેરાશ 10 વર્ષ જેલમાં વિતાવે છે.

ઍમનેસ્ટી ઇન્ટરનેશનલના કહેવા પ્રમાણે બાંગ્લાદેશમાં 1500 કેદી મૃત્યુની હરોળમાં છે.

નેશનલ લૉ યુનિવર્સિટીના આંકડાં પ્રમાણે ગત વર્ષના અંતમાં ભારતમાં 426 કેદી મૃત્યુની કતારમાં હતા. આમાંથી અડધાથી વધુ પર હત્યાનો ગુનો હતો. જ્યારે 21.8 ટકા કેદી દુષ્કર્મ અને હત્યાના આરોપી હતા.

અમેરિકામાં પણ મોટી સંખ્યામાં કેદીઓ મૃત્યુની કતારમાં છે. અમેરિકામાં આવા 2654 કેદી અને નાઇજિરીયામાં 2,000 કેદીઓ છે.

વર્ષ 2018ના અંત સુધીમાં દુનિયાના અડધાથી વધારે દેશોએ મોતની સજાને કાયદા અને તેના અમલમાંથી કાઢી નાખી છે.

વર્ષ 2018માં બુર્કિના ફાસોએ ફાંસીની સજા નાબૂદ કરી હતી અને ગામ્બીયા અને મલેશિયા બંનેએ ફાંસી પર હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે.

અમેરિકાના 20 રાજ્યોએ મોતની સજાને નાબૂદ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો