એ યૂટ્યૂબર જે ટચૂકડાં વાસણોમાં ટેસ્ટી રસોઈ બનાવતા શીખવે છે

એ યૂટ્યૂબર જે ટચૂકડાં વાસણોમાં ટેસ્ટી રસોઈ બનાવતા શીખવે છે

વાલારમાથી અને રામકુમાર યૂટ્યૂબ પર લોકોને રસોઈ બનાવતાં શીખવે છે. તેઓ આ રસોઈ નાના રમકડાં જેવા માટીના વાસણો પર બનાવે છે.

તેઓ “ધ ટાઈની ફૂડ્સ” નામની યુટ્યૂબ ચેનલ ચલાવે છે.

તેઓ કહે છે, "અમારે તેને અનોખી અને જુદી રીતે યૂટ્યુબ પર રસોઈની ચેનલ શરૂ કરવાની ઇચ્છા હતી. જ્યારે અમે તમામ નાના માટીના વાસણોનો વીડિયોમાં ઉપયોગ કર્યો ત્યારે અમે વધારે ખુશ થયા."

તેઓ કહે છે, "હું નાના વાસણોમાં જ્યારે રસોઈ બનાવું છું ત્યારે અનેક તકલીફ ઊભી થાય છે."

વાસણો નાના હોવાના કારણે આગની જ્વાળાઓ વાસણોની ઊપર જાય છે. અમુક વખતે કેમેરા તરફ ધ્યાન રાખતા જ્વાળાઓ તેમના હાથને દઝાડે છે.

તેઓ કહે છે, "જ્યારે તમે કોઈ વસ્તુને લઈને ઉત્સાહમાં હોવ છો, ત્યારે તમને તે વારંવાર કરવી ગમે છે. પછી તેના માટે જે પ્રશંસા અને સન્માન મળે છે. તે દુનિયાની સૌથી શ્રેષ્ઠ વસ્તુ હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો