અથાણાંનો એ વેપાર જે 25 લાખ રૂપિયા કમાવી આપે છે

અથાણાંનો એ વેપાર જે 25 લાખ રૂપિયા કમાવી આપે છે

નેપાલી મન્ન ઇન્ડસ્ટ્રિનાં માલિક બાસુ માયા તમાંગે 8-9 વર્ષ પહેલાં 1000 રૂપિયા સાથે અથાણાંનો વ્યવસાય શરૂ કર્યો, વર્ષે 25 લાખનો વેપાર કર્યો.

બાસુ માયા એકલાં રહે છે. તેમણે ઘર ચલાવવા ઘણા અલગ-અલગ કામો કર્યાં. તેમણે ઘણી નોકરીઓ શોધી પણ એક પણ યોગ્ય નોકરી ન મળી.

તેઓ કહે છે, “મારી પણ એક દુ:ખદ કહાણી છે. એવું કોઈ કામ નથી જે મેં નહીં કર્યું હોય.”

“મેં રેતી ઊચકવાનું કામ પણ કર્યું છે અને લારીમાં મોમો પણ વેચ્યાં છે. આખરે અથાણાં મારો કાયમી વ્યવસાય બની ગયો.”

તેઓ વધુમાં કહે છે, “જ્યારે હું મોમો વેચતી ત્યારે લોકો કહેતાં કે મારું અથાણું સારુ નથી. જો કોઈ એક મોમો પણ ફેંકી દે તો મને દુખ થતું. હું રાતભર અથાણાંને વધારે સારું બનાવવા વિચારતી રહેતી."

"મારા ઘરે હું જાણીતો હિમાલયન મસાલો તિમુર વાપરતી એવું મને યાદ છે. એટલે મેં તેને થોડી અલગ રીતે વાપરવાનું નક્કી કર્યું”

આમની સફળતા જોઈને બીજા ઘણા લોકોએ તિમુર અચારનો વ્યવસાય શરૂ કર્યો છે. 2018માં સરકારે તેમને ઍક્સેલન્ટ વુમન આંત્રપ્રેન્યોરનો ઍવૉર્ડ પણ આપ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો