એ 5 વર્ષનાં ગુજરાતી યૂટ્યૂબર જે લાખો સબસ્ક્રાઇબર્સ ધરાવે છે

એ 5 વર્ષનાં ગુજરાતી યૂટ્યૂબર જે લાખો સબસ્ક્રાઇબર્સ ધરાવે છે

ધ્યાની જાની યૂટ્યૂબર છે, તેમની યૂટ્યૂબ ચેનલના પાંચ લાખ સબ્સ્ક્રાઇબર્સ છે.

તેઓ હાલ પાંચ વર્ષનાં છે. તેમણે 4 વર્ષની ઉંમરે યૂટ્યૂબ ચેનલ શરૂ કરી હતી. તેઓ કહે છે "મને વીડિયો બનાવવા ખૂબ જ ગમે છે અને અભિનય કરવાની મજા આવે છે."

તેઓ જ્યારે ચાર વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાએ પહેલો વીડિયો બનાવ્યો હતો.

તેમનાં મમ્મી તેમને તૈયાર થવામાં મદદ કરે છે અને પિતા સ્ક્રિપ્ટ સંભળાવે છે. ધ્યાની કહે છે સ્ક્રિપ્ટ હું મગજમાં પછી સેટ કરી લઉં છું.

તેઓ કહે છે, "હું જ્યારે શૉપિંગ માટે કે બહાર ક્યાંય જઉં છું તો લોકો મને ઓળખે છે. લોકો કહે જો પેલી યૂટ્યૂબર આવી અને નજીક આવીને સૅલ્ફી લે છે."

ધ્યાની જાની આટલી નાની ઉંમરે કેવી રીતે બન્યાં સ્ટાર યૂટ્યૂબર જુઓ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો