સુરતની ત્રણ વર્ષીય બાળકીના બળાત્કારના કેસમાં મૃત્યુદંડની સજા

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરતની ત્રણ વર્ષીય બાળકીનાં બળાત્કાર અને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ કેસમાં સુરતની એડિશનલ સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.

આ કેસમાં સરકાર દ્વારા સ્પીડ ટ્રાયલના આદેશ પણ આપવામાં આવ્યા હતા.

ત્રણ વર્ષીય બાળકીની બળાત્કાર બાદ હત્યા કરી દેવામાં આવી હતી અને ગુનેગાર થેલીમાં બાળકીના મૃતદેહને નાખીને ફરાર થઈ ગયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો