અફઝલ ગુરુનો એ પત્ર જેમાં તેણે દેવિંદરસિંહનો ઉલ્લેખ કર્યો હતો

અફઝલ ગુરુની તસવીર Image copyright Getty Images

કાશ્મરીના પોલીસ અધિકારી દેવિંદર સિંહ રૈના પર ચરમપંથીઓની મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, હાલમાં તેઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમને ફરજ પરથી બરતરફ કરાયા છે.

57 વર્ષનાં દેવિંદર સિંહ 1990ના દાયકામાં કાશ્મીર ઘાટીમાં ચરમપંથીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા ઑપરેશન દરમિયાન પ્રમુખ પોલીસ અધિકારીઓમાં સામેલ રહ્યા છે.

દેવિંદર સિંહ ભારત પ્રશાસિત કાશ્મીરના ત્રાલ વિસ્તારના રહેવાસી છે, આ વિસ્તાર ચરમપંથીઓનો ગઢ માનવામાં આવે છે.

કાશ્મીરમાં ચરમપંથનો ચેહરો રહ્યા ચરમપંથી કમાંડર બુરહાન વાનીનો સંબંધ પણ ત્રાલ સાથે રહ્યો છે.

ડીએસપી જેવિંદર સિંહના કેટલાક સહકર્મીઓએ બીબીસીને જણાવ્યું કે તેઓ ગેરકાયદેસર કાર્યવાહીઓમાં સામેલ હતા, (જેમ કે બેસકસૂર લોકોની ધરપકડ કરવી અને મોટી રકમ લઈને તેમને છોડવા), પરંતુ તેઓ નાટકીય રીતે આ પ્રકારના આરોપમાંથી બચી જતા હતા.

Image copyright PTI

એક અધિકારીએ આરોપ લગાવ્યો કે દેવિંદર સિંહે 1990ના દાયકામાં એક વ્યક્તિ મોટા પ્રમાણમાં અફીણ સાથે પકડાઈ હતી, પરંતુ તેને પછી છોડી દેવામાં આવી હતી અને અફીણ વેચી નાખવામાં આવ્યું હતું. આ બાબતે તેમના વિરુદ્ધ તપાસ શરૂ થઈ, પરંતુ તેને ટૂંક સમયમાં બંધ કરી દેવામાં આવી હતી.

1990ના દાયકાની શરૂઆતમાં દેવિંદર સિંહની નજર જેલમાં બંધ અફઝલ ગુરુ પર પડી. તેમણે તેને પોતાનો ખબરી બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

અફઝલ ગુરુને સંસદ પર હુમલાના કેસમાં નવ ફેબ્રુઆરી 2013ના દિવસે ફાંસી આપી દેવામાં આવી હતી.

આ હુમલો ચરમપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કરાવ્યો હતો. એ જ વર્ષે કથિત પણે અફઝલ ગુરુ દ્વારા લખેલો એક પત્ર સામે આવ્યો હતો, જેની મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી. એ પત્રમાં તેમણે લખ્યું હતું કે જો તેઓ જેલમાંથી બહાર આવી પણ ગયો તો દેવિંદર સિંહ તેમને પજવશે.


ઘરેથી .કે. 47 અને ગાડીમાંથી ગ્રેનેડ મળ્યા

પત્રમાં લખવામાં આવ્યું હતું કે "દેવિંદર સિંહે મને વિદેશી ચરમપંથીને દિલ્હી લઈ જઈને, ભાડાનું મકાન અને ગાડી અપાવવા માટે મજબૂર કર્યો હતો."

શ્રીનગરની અમર સિંહ કૉલેજમાંથી સ્નાતક કરનારા દેવિંદર સિંહ વર્ષ 1990માં સબ ઇન્સ્પેક્ટરના પદે કાશ્મીર પોલીસમાં જોડાયા.

એ સમય એવો હતો કે જ્યારે કાશ્મીરમાં ભારતીય શાસન વિરુદ્ધ ચરમપંથીઓએ હથિયાર ઉપાડવાના શરૂ કર્યા હતા.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે જ્યારે ચરમપંથી સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ (એસઓજી)નું ગઠન કરવામાં આવ્યું, ત્યારે દેવિંદર સિંહને સમયથી પહેલાં પ્રમોશન આપીને તેમાં સામેલ કરવામાં આવ્યા હતા.

આ પત્રમાં એમ પણ દાવો કરવામાં આવ્યો કે તેમણે અફઝલ ગુરુને ઢાલ બનાવીને અને સંસદ પર હુમલામાં સામેલ અન્ય એક ચરમપંથીને મદદ કરવાની ફરજ પાડી હતી.

Image copyright Getty Images

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે એવી માહિતી હતી કે દેવિંદર સિંહ ચરમપંથીઓ સાથે સંપર્કમાં છે એટલે તેમના પર લાંબા સમયથી નજર રાખવામાં આવી રહી હતી.

શનિવારે તેમની હિઝબુલ મુજાહિદ્દીનના બે ચરમપંથી સૈયદ નાવીદ અને આસિફ સાથે ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે તેઓ જમ્મુ જઈ રહ્યા હતા. તેમણે કહ્યું, અમે ઍરપોર્ટ પર સુરક્ષા ગોઠવી રાખી હતી, કારણ કે તેઓ તેઓ ફ્લાઇટ પકડે તેવી શકતા હતી."

દેવિંદર સિંહના ઘરે પાડવામાં આવેલા દરોડામાં એક-47 મળી હતી, જ્યારે જે કારમાં તેઓ સવાર હતા તેમાંથી પાંચ ગ્રેનેડ મળી આવ્યા હતા.


નાવીદને શોધી રહી હતી પોલીસ

Image copyright Getty Images

દેવિંદર સિંહની ધરપકડ કરનારી ટીમમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું, તેમને ઍરપોર્ટ પર ઍન્ટિ-હાઈજેકિંગ ટીમના ઇનચાર્જ તરીકે કરવામાં આવી હતી. પરંતુ ત્યાંથી તેઓ નાવીદ અને આસિફને લેવા શોપિયાં ગયા હતા. ત્રણે શોપિયાંથી જમ્મુ આવી રહ્યા હતા કારણ કે તેઓ પહેલાંથી જ નજરમાં હતા અને અમે તેમને રંગે હાથ પકડવા માગતા હતા.

તેમની સાથે પકડવામાં આવેલા એક અન્ય વ્યક્તિ ઇરફાન અહેમદ વકીલ છે અને પોલીસ મુજબ તેઓ લાંબા સમયથી સરહદને પાર કરવામાં ચરમપંથીઓની મદદ કરતા હતા.

પોલીસનું કહેવું છે, "અમે આ બાબતે પૂછપરછ કરી રહ્યા છીએ. અમને લાગે છે કે ઇરફાને નાવીદ અને આસિફને સરહદ પાર કરવામાં મદદ કરી હશે."

ગત સપ્ટેમ્બરમાં પશ્ચિમ બંગાળના મજૂરો અને અમુક ટ્રક ડ્રાઇવરોની હત્યાના કેસમાં પોલીસ નાવીદને શોધી રહી હતી.

દેવિંદર સિંહ ચરમપંથ વિરુદ્ધના ઑપરેશનમાં ઘણા સક્રિય હતા અને એક ઍન્કાઉન્ટરમાં તેઓ માંડ-માંડ બચ્યા હતા અને તેમના પગમાં ગોળી વાગી હતી.

જોકે દેવિંદર સિંહના ક્રિમિનલ રૅકર્ડ અને તેમના પર ઊભા થયેલા પ્રશ્નો પર કોઈ ખુલીને બોલવા તૈયાર નથી.

એક જુનિયર પોલીસ અધિકારી જે તપાસના ઇનચાર્જ હતા, તેમનું કહેવું છે કે તેમને 2003માં શાંતિ મિશન પર બાલ્કન મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પર ચરમપંથીઓ સાથે સાંઠગાંઠ હોવાના આરોપ સતત લાગતા રહ્યા હતા."


દેવિંદરના પોલીસ કૅરિયર પર પ્રશ્નાર્થ

દેવિંદરના માતાપિતા અને તેમનો 14 વર્ષનો પુત્ર નવી દિલ્હીમાં રહે છે. તેમની બે દીકરી બાંગ્લાદેશમાં રહીને મેડિકલ સાયન્સનો અભ્યાસ કરી રહી છે.

જમ્મુ, દિલ્હી અને કાશ્મીરમાં તેમની સંપત્તિની તપાસ ચાલુ છે, પરંતુ તેમના સહકર્મીઓનું કહેવું છે કે ચરમપંથીઓ તરફથી ધમકી મળ્યા પછી તેઓ પૉશ કૉલોની સંતનગરથી ઇન્દિરાનગર શિફ્ટ થઈ ગયા હતા. જોકે પોલીસ એ વાત માનવા તૈયાર નથી કે ચરમપંથીઓ પોલીસબળમાં ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે.

એક અધિકારીનું કહેવું છે, તેઓ એક એવી વ્યક્તિ હતા, જે નુકસાન પહોંચાડી શકે અને અમને તેમનાથી મુક્તિ મળી ગઈ છે.

એ બાબત મહત્ત્વપૂર્ણ છે કે દેવિંદર સિંહ સાથે પડકાયેલ બે ચરમપંથીમાંથી એક નાવીદ છે, જે પૂર્વ પોલીસકર્મી છે.

નાવીદ 2012માં પોલીસમાં ભરતી થયા હતા અને વર્ષ 2017માં બડગામમાં એક પોલીસ ચોકીમાંથી પાંચ રાઇફલ લઈને ભાગી ગયા હતા.

આ બધા વિવાદો વચ્ચે દેવિંદર સિંહનું 30 વર્ષનું કૅરિયર સંસદ પર થયેલા હુમલાની આસપાસ ફરી રહ્યું છે. જોકે અફઝલ ગુરુને તિહાડ જેલમાં ફાંસી અપાયાના પાંચ દિવસ બાદ જે પત્ર સામે આવ્યો હતો તેની કોઈ તપાસ કરવામાં આવી નથી.

સંસદ પર થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પણ વધ્યો હતો .

આ હુમલા બાદ ભારતે નિયંત્રણ રેખા પર સૈનિકોની સંખ્યા વધારી હતી.

જોકે, જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવશે કે ચરમપંથ સામે લડવાની જગ્યાએ શું અપરાધ કરવાની છૂટ આપવામાં આવી રહી છે?

તેના જવાબમાં શીર્ષ પોલીસ અધિકારીએ કહ્યું કે "એવું 1990ના દાયકમાં થતું હતું, પરંતુ હવે નહીં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો