જેપી નડ્ડા : ABVPના કાર્યકરથી લઈને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા સુધીની સફર

ભારતીય જનતા પક્ષે તેમના વરિષ્ઠ નેતા જે. પી. નડ્ડાની પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદગી કરી છે.

ગૃહમંત્રી અમિત શાહ બાદ હવે નડ્ડા પક્ષની કમાન સંભાળશે. 2019માં તેઓ ભાજપના કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા.

નડ્ડાએ પક્ષમાં પોતાની પૂરી ભૂમિકા નિભાવી છે, પછી ભલે તેમનો રોલ 1983-84માં હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓનો હોય કે 2014-15માં કૅબિનેટ મંત્રી તરીકેનો કે ભાજપના સંસદીય બોર્ડના જનરલ સેક્રેટરી તરીકેનો.

નડ્ડા વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ કોઈ વિવાદમાં આવતા નથી પછી ભલે પક્ષના અંદરની વાત હોય કે વિપક્ષની.

તેમનો જન્મ 2 ડિસેમ્બર 1960માં થયો હતો, શરૂઆતનું શિક્ષણ પટનાની સેંટ જેવિયર્સ સ્કૂલ અને પટનામાં કૉલેજનો અભ્યાસ કર્યો. એ પછી માસ્ટર ડિગ્રી માટે તેઓ હિમાચલ યુનિવર્સિટીમાં આવી ગયા.

જ્યારે એબીવીપી શિમલનાની હિમાચલ યુનિવર્સિટીમાં પગ જમાવવા કોશિશ કરી રહી એને નડ્ડાએ સફળ બનાવી અને તેઓ કૅમ્પસમાં પ્રથમ વખત એબીવીપીની બેઠક પરથી તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાયા.

નડ્ડા બિહારમાં જેપી આંદોલનમાંથી બહાર આવેલા નેતા છે અને તેમણે પટનામાં 1977-79માં પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.

એબીવીપીના કાર્યકરથી લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા સુધીની જેપી નડ્ડાની રાજકીય સફર જુઓ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો