Padma Awards 2020 : એ ગુજરાતીઓ જેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ પુરસ્કાર મળશે

શાહબુદ્દીન રાઠોડ Image copyright Facebook/@ShahbuddinRathod

2020ના પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારવિજેતાઓની યાદી શનિવારે 25 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી.

ભારતના પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યૉર્જ ફર્નાન્ડિઝ, પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી અને પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

બૉક્સર મેરી કોમને પણ પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

આ ઉપરાંત આઠ ગુજરાતીઓને પદ્મશ્રી અને એક ગુજરાતીને પદ્મવિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

કંગના રાનૌત, કરણ જોહર, એક્તા કપૂર અને અદનાન સામીને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં છે.


પુરસ્કારવિજેતા ગુજરાતીઓ

પુરસ્કાર ક્ષેત્ર
બાલકૃષ્ણ દોષી પદ્મભૂષણ આર્કિટેક્ચર
ગફુરભાઈ બિલખિયા પદ્મશ્રી ટ્રૅડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી
એચ. એમ. દેસાઈ પદ્મશ્રી સાહિત્ય અને શિક્ષણ
સુધીર જૈન પદ્મશ્રી વિજ્ઞાન અને એન્જિનિયરિંગ
યઝદી કરંજિયા પદ્મશ્રી કળા
નારાયણ જે. જોશી પદ્મશ્રી કળા
શાહબુદ્દીન રાઠોડ પદ્મશ્રી સાહિત્ય અને શિક્ષણ
ડૉ.ગુરદીપ સિંઘ પદ્મશ્રી મેડિસિન
સરિતા જોશી પદ્મશ્રી કળા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો