અહીં મુસ્લિમ છોકરીઓ હિજાબ પહેરીને ક્રિકેટ રમે છે

પુણેના આઝમ કૅમ્પસમાં મુસ્લિમ છોકરીઓ હિજાબ પહેરીને ક્રિકેટ રમે છે.

આયેશા શેખ નામની છોકરી કહે છે, "ક્રિકેટ હવે માત્ર જેન્ટલમેન ગેમ નથી. આ મહિલાઓની પણ ગેમ છે."

એક ખેલાડી કહે છે, "ઘરનાં કસ્ટમ્સ ફૉલો કરીએ છીએ. હિજાબ પહેરીને રમીએ છીએ, માતા કહે છે કે ફોકસ રાખીને રમો. ડિસ્ટ્રેક્શન ન જોઈએ."

એક છોકરીનાં માતા કહે છે, "બધા કહે છે રમવું ન જોઈએ પરંતુ જ્યારે મુફ્તીને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે જો તેમની બૉડી દેખાતી નથી. તો તે દેશ માટે રમી રહી છે તે સારું જ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો