વૈન ઇન્ફ્રાના SDMA ઍવૉર્ડ્સમાં બીબીસીને ચાર મેડલ

ટ્રોફી

વૈન ઇફ્રાના સાઉથ એશિયન ડિજિટલ મીડિયા ઍવૉર્ડ્સમાં બીબીસીને ચાર મૅડલ મળ્યા છે.

સર્વશ્રેષ્ઠ ડેટા વિઝ્યુલાઇઝેશનની શ્રેણીમાં બી.બી.સી.ને ગોલ્ડ મળ્યો. 'મોદી સરકારે તેના કેટલા વાયદા પૂર્ણ કર્યા?' એ કહાણી માટે આ પુરસ્કાર મળ્યો.

વર્ષ 2014માં સત્તા ઉપર આવ્યા બાદ મોદી સરકારે કયા-કયા વાયદા કર્યા હતા અને પાંચ વર્ષ બાદ કેટલા પૂર્ણ કર્યાં, તે આ રિપોર્ટમાં જણાવ્યું હતું.

ઇન્ટ્રેક્ટિવ રિપોર્ટમાં મોદી સરકારની કઈ યોજના કેટલે પહોંચી, તે અંગે પણ જણાવ્યું હતું.

ઑનલાઇન વીડિયોના સર્વશ્રેષ્ઠ ઉપયોગની શ્રેણીમાં બી.બી.સી. ન્યૂઝને બે પુરસ્કાર મળ્યા. બી.બી.સી.ના વીડિયો 'ઇન્ક ઑફ ધ અર્થ'ને સિલ્વર મૅડલ મળ્યો, જ્યારે 'હૅન્ડ-ઇન-હૅન્ડ: અ સ્ટોરી ઑફ ફૅથ ઍન્ડ ફ્રૅન્ડશિપ એટ કુંભ'ને કાંસ્ય પુરસ્કાર મળ્યો.

'ઇન્ક ઑફ ધ અર્થ'માં વર્લી જનજાતિની કળાની રજૂઆત કરી છે. ઝડપભેર વધી રહેલાં શહેરીકરણને કારણે જનજાતિઓના ખુદના અસ્તિત્વ તથા તેમની સંસ્કૃતિઓ ઉપર જોખમ વધ્યું છે.

વૃક્ષો તથા જંગલોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.

વર્લી જનજાતિના લોકો મોટાભાગે મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં રહે છે અને સમાન પ્રકારની મુશ્કેલીઓ વેઠે છે.

આ જનજાતિ ચિત્રકળા મારફત પોતાની કળા રજૂ કરે છે, જેના વિશે ઉપરોક્ત રિપોર્ટ હતો.

યુવાનો માટે શ્રેષ્ઠ ડિજિટલ પ્રોજેક્ટ શ્રેણીમાં બી.બી.સી. ન્યૂઝના 'બિયૉન્ડ ફૅક ન્યૂઝ પ્રોજેક્ટ'ને કાંસ્યપદક મળ્યો.

આ પ્રોજેક્ટનો હેતુ દુનિયાભરમાં ફેલાયેલી ખોટી અને બનાવટી સમસ્યાનો ઉકેલ શોધવાનો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો