યુવતીઓ કેમ રહી જાય છે સ્પૉર્ટ્સમાં પાછળ?

યુવતીઓ કેમ રહી જાય છે સ્પૉર્ટ્સમાં પાછળ?

"મહિલા હોવાના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ટ્રાવેલિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે માતા-પિતાને સાથે રાખવા પડે છે. કોચ પર ભરોસો કરી શકાય નહીં. ખર્ચનો પણ પ્રશ્ન થાય. ચાર-પાંચ છોકરા જતાં હોય તો ખર્ચ વહેંચાઈ જાય, જ્યારે છોકરીઓને તેમના માતા-પિતાનો પણ ખર્ચ કાઢવો પડે."

રાષ્ટ્રીય કક્ષાના ટેનિસ ખેલાડી વૈદેહી રમેશ ઉપરની વાત કહી રહ્યા છે. તેમણે ગુજરાત તરફથી રમીને અનેક મેડલ જીત્યા છે. તેમના માટે અહીં પહોંચવું સહેલું ન હતું.

થાળાના સમયથી થ્રોઇંગ ગેમ્સમાં રસ ધરાવતા સંગીતા ભૂરિયા કહે છે, “હું 10 ધોરણ સુધી ભણી ત્યારે રમી.”

“પછી મારે ભણવાનું છોડી દેવું પડ્યું, કારણ કે મારે શાળાએ જવા આવવા માટે ઘણી તકલીફ થતી હતી.”

અન્ય એક ખેલાડી વિભૂતિ ચૌધરી કહે છે, “મને અંદરથી લાગે છે લોકો મારી પર હસે છે, જેથી શરમ આવે છે. પરંતુ જો પુરુષ હોત, તો સારી રીતે રમી શકી હોત.”

વીડિયો - રોક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો