મલેશિયામાં પામ ઑઇલનો વેપાર કરતાં ભારતીયો કેમ પરેશાન છે?

મલેશિયામાં પામ ઑઇલનો વેપાર કરતાં ભારતીયો કેમ પરેશાન છે?

મલેશિયા અને ભારત બંને દેશોના સબંધો શરૂઆતથી સારા હતા છે પણ હવે બંને દેશોના સબંધો વણસી રહ્યા છે અને તેને કારણે મલેશિયામાં રહેતાં ભારતીયો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે.

મલેશિયાના વડા પ્રધાન મહાતિર મોહમ્મદ કાશ્મીર અને નવા નાગરિકતા સંશોધન કાયદા પર મોદી સરકારની ટીકા કરતા હોવાથી બંને દેશોના સબંધ બગડી ગયા છે.

પામની ખેતીમાં ક્યારેક તેમને પોતાનું ભવિષ્ય નજરે પડતું હતું. પરંતુ ભારત સાથે મલેશિયાના સબંધો બગડતા તેમના જીવનમાં અસ્થિરતા પેદા થઈ ગઈ છે.

કુઆલાલમ્પુરમાં ભારતીય મૂળના વેપારી વી.કે. રેગુ કહે છે, "અમને ભારતમાંથી બે અબજ રિંગ્ગિટનો પામ ઑઇલનો ઑર્ડર મળ્યો હતો. ભારતની પ્રતિક્રિયાની અમારા જેવા લોકો પર ઘેરી અસર પડી છે. પામ ઑઇલની નિકાસ સાથે જોડાએલા લગભગ તમામ નાના-મોટા વેપારીઓ પ્રભાવિત થયા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો