દિલ્હી હિંસા : AAPના તાહિર હુસૈન સામે IB કર્મચારીની હત્યા કેસમાં પોલીસ ફરિયાદ, પાર્ટીએ સસ્પેન્ડ કર્યા

તાહિર હુસૈન Image copyright ANI

દિલ્હીની હિંસામાં ઇન્ટૅલિજન્સ એજન્સીના અંકિત શર્માની હત્યાના કેસમાં આમ આદમી પાર્ટીના કૉર્પોરેટર તાહિર હુસૈન સામે ફરિયાદ નોંધાઈ છે.

તેમના પિતા, સંબંધીઓ અને બધા પાડોશીઓએ અંકિતના મૃત્યુ માટે આમ આદમી પાર્ટીના સ્થાનિક કૉર્પોરેટર તાહિર હુસૈનને જવાબદાર ઠેરવ્યા છે.

દિલ્હી પોલીસે આઈબીના અંકિત શર્માની હત્યાના કેસમાં તાહિર હુસૈન સામે ફરિયાદ નોંધી છે.

આ આરોપ પછી આમ આદમી પાર્ટીએ તાહિર હુસૈનને સસ્પેન્ડ કરી દીધા છે.

આપના ચીફ અને મુખ્ય મંત્રી અરવિદ કેજરીવાલે કહ્યું કે, દેશની સુરક્ષામાં રાજનીતિ ન થવી જોઈએ. દંગા ભડકાવવામાં જે પણ દોષિત સાબિત થાય એની સામ કડક કાર્યવાહી થવી જોઈએ. જો આમ આદમી પાર્ટીના કોઈ સામેલ હોય તો ડબલ સજા આપો. જે પણ દોષિત હોય એને કડકમાં કડક સજા કરો.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સતત 3 દિવસ ચાલેલી હિંસામાં 35થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે અને

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે અનાથ બાળકોને 3-3 લાખનું વળતર, ઘર નષ્ટ થઈ જવા પર 5 લાખનું વળતર ત્વરિત આપવાની પણ જાહેરાત કરી છે.

અંકિત શર્માના સંબંધીઓનો આરોપ છે કે એ વિસ્તારમાં તાહિર હુસૈનની બિલ્ડિંગમાંથી પથ્થરમારો થઈ રહ્યો હતો.

જોકે તાહિર હુસૈને સમાચાર એજન્સી એ.એન.આઈ.ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું :

"મેં મારી બિલ્ડિંગમાં લોકોને જતા રોક્યા હતા. 24 ફેબ્રુઆરીએ, પોલીસે મારી બિલ્ડિંગની તપાસ કરી હતી અને અમને ત્યાંથી ખસેડી દીધા હતા, અમને સુરક્ષિત જગ્યાએ જતા અટકાવવામાં આવ્યા હતા. 25 ફેબ્રુઆરીના ચાર વાગ્યા સુધી પોલીસ મારી બિલ્ડિંગ પર હાજર હતી."

તાહિર હુસૈને આગળ કહ્યું કે "મને આઈબીના અધિકારી અંકિત શર્માના મૃત્યુ બાબતે બહુ દુખ છે. હું આ ઘટનામાં સામેલ નથી. આ બાબતે તપાસ થવી જોઈએ."


અંકિત શર્માના પરિવારનું શું કહેવું છે

Image copyright Getty Images
ફોટો લાઈન અંકિત શર્માને લઈને જેહારી હિંસા વિરોધી જૂથની એક રેલી

26 ફેબ્રુઆરીએ અંકિતનો મૃતદેહ દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાંના એક વિસ્તાર ચાંદબાગની એક ગટરમાં મળ્યો હતો.

અંકિતના પિતા રવિંદર શર્માએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, "અંકિત જ્યારે ડ્યૂટી પરથી પાછો આવી રહ્યો હતો, તો બહાર શું થઈ રહ્યું છે એ જોવા ગયો હતો. ત્યાં પથ્થરમારો ચાલી રહ્યો હતો."

"ત્યારે બિલ્ડિંગમાંથી 15-20 લોકો આવ્યા અને મારા છોકરાને પકડીને લઈ ગયા. એ લોકો પાંચ-છ યુવાનોને લઈને ગયા હતા."

"જે લોકો તેમને છોડાવવા ગયા તેમના પર ગોળી ચલાવવામાં આવી અને પેટ્રોલ બૉમ્બ ફેકવામાં આવ્યા. કૉલોનીના એક વ્યક્તિએ જણાવ્યું કે તમારા છોકરાનો મૃતદેહ અહીં પડ્યો છે."

"ત્યાર સુધી એ નહોતી ખબર કે મારો જ પુત્ર હતો કે કોઈ બીજું છે. ચાંદબાગ વિસ્તારમાં જે મસ્જિદ છે, ત્યાંથી અહીં ખેંચીને લઈ આવ્યા, આઠ-દસ લોકો હતા. પછી બે વ્યક્તિએ ઉપરથી પથ્થર નાખ્યા. "

પુત્ર ગુમાવવાથી દુખી અંકિતનાં માતાએ મીડિયાને કહ્યું કે "તેમણે અંકિતને ચા પીને ઘરેથી જવાનું કહ્યું હતું. અંકિત જ્યારે બહુ વાર સુધી પરત ન ફર્યો, ત્યારે એફઆઈઆર લખાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસવાળા તેમણે પોલીસ સ્ટેશનના ચક્કર કપાવતા રહ્યા."

અંકિતના પિતાએ કહ્યું, "સવારે દસ વાગ્યે એ.સી.પી.એ બૉડી બહાર કઢાવી હતી. કોઈ પાડોશીએ મૃતદેહો નાખતા જોયું હતું, તે વિશે પોલીસને જાણ કરી હતી."

જ્યારે તેમણે કહ્યું, "લોકો તાહિરની બિલ્ડિંગમાંથી પથ્થર ફેંકી રહ્યા હતા. અંકિતને ચાકૂના ઘા મારવામાં આવ્યાં."

તાહિર હુસૈન આમ આદમી પાર્ટીના નેતા છે અને દિલ્હીનાનહેરુ વિહાર વિસ્તારમાંથી પાર્ષદ છે. તેમના પર હિંસા ફેલાવનાર લોકોને શરણ આપવાનો આરોપ છે.

તેમણે એએનઆઈને કહ્યું, "મેં પોલીસને આ વિસ્તારમાં આવવા કહ્યું હતું કારણ કે મારી બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવી રહી હતી અને તેનો દુરુઉપયોગ થવાની શક્યતા હતી."

"દિલ્હી પોલીસ બિલ્ડિંગમાં હાજર હતી, તે લોકો જ કહી શકે કે શું થયું હતું. હું પોલીસનો પૂર્ણ સહયોગ કરીશ."

સોશિયલ મીડિયા પર મંગળવારથી તાહિર હુસૈન પર લાગેલા આરોપની ચર્ચા ચાલુ છે. તાહિર હુસૈનના નામથી અનેક ટ્વિટર ટ્રૅન્ડ ચાલી રહ્યા છે.

ત્યારે ભાજપ આઈ.ટી. સેલના વડા અમિત માલવીયે એક વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું,"સ્થાનિક લોકો તરફથી હિંદુઓના વિરોધમાં આમ આદમી પાર્ટી પાર્ષદ મોહમ્મદ તાહિર હુસૈનની ભૂમિકાના વીડિયો જોવા મળી રહ્યા છે. તેમાં જોઈ શકાય છે. કેજરીવાલ કેમ ચૂપ છે. તેમણે ધારાસભ્યો સાથે કે પછી એ મૌલવીઓ સાથે પણ બેઠક ન કરી, જેમને સરકાર શાંતિની અપીલ કરવા માટે પૈસા આપે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો