વૅલેટન્ટાઇન્સ ડે : પ્રેમ એટલે કે... દિમાગનો કેમિકલ લોચો કે બીજું કંઈ?

  • પરાશ્કેવ નચેવ
  • બીબીસી ફ્યૂચર
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

"મહોબત હૈ ક્યા ચીજ, હમે તો બતાઓ, યે કિસને શુરુ કી, હમેં ભી સુનાઓ..."

ગીતકાર સંતોષ આનંદે 'પ્રેમરોગ' ફિલ્મના ગીતમાં આ સવાલ ઉઠાવ્યા તેના ઘણા લાંબા સમય પહેલાં અનેક વિખ્યાત શાયરોએ એ સવાલના જવાબ પોતપોતાની રીતે આપવાના પ્રયાસ કર્યા હતા.

દાખલા તરીકે, અઢારમી સદીના મશહૂર શાયર મીર તકી મીરે કહ્યું હતું, "શ્ક એક 'મીર' ભારી પથ્થર હૈ, કબ યે તુજ ના-તવાં સે ઉઠતા હૈ."

મીરે ઇશ્કને ભારે પથ્થર કહ્યો હતો તો વીસમી સદીના બીજા એક શાયર અકબર ઇલાહાબાદીએ આવા શબ્દોમાં પ્રેમને પરિભાષિત કર્યો હતોઃ "શ્ક નાજુક મિજાજ હૈ બેહદ, અક્લ કા બોજ ઉઠા નહીં સકતા."

શું કહે છે વિજ્ઞાન?

ઇમેજ સ્રોત, Getty Images

સાહિર લુધિયાનવીએ સંતોષ આનંદના સવાલનો જવાબ આપવા માટે કલમ ઉઠાવી ત્યારે બહુ બધું લખી નાખ્યું હતું...

"અલ્લાહ-ઓ-રસૂલ કા ફરમાન શ્ક હૈ,

યાને હફીઝ શ્ક હૈ, કુરઆન શ્ક હૈ,

ગૌતમ કા ઔર મસીહ કા અરમાન શ્ક હૈ,

યે કાયનાત જિસ્મ હૈ ઔર જાન શ્ક હૈ,

શ્ક સરમદ, શ્ક હી મંસૂર હૈ,

શ્ક મૂસા, શ્ક કોહ-એ-નૂર હૈ."

હકીકત એ છે કે જેને જેવી અનુભૂતિ થઈ તેના આધારે તેમણે ઇશ્ક-મહોબતનું વર્ણન કર્યું.

પ્રેમ કોઈને ભારે પથ્થર લાગ્યો તો કોઈને નાજુક મિજાજ, કોઈએ મહોબતમાં ખુદાને નિહાળ્યા તો કોઈને તેમાં ખલનાયક નજરે પડ્યો.

આ તો બધી શાયરના વાતો થઈ. પ્રેમની ભાવના વિજ્ઞાનીઓને હવાલે કરવામાં આવી તો તેમણે બહુ જ નિરસ રીતે કહી દીધું કે સાહેબાન આ પ્રેમ તો તમારા દિમાગમાંનો માત્ર કેમિકલ લોચો છે. એ બાબતે બહુ લોડ લેવો નહીં.

ખરેખર કેમિકલ લોચો છે?

ઇમેજ સ્રોત, Getty Images

શું પ્રેમનો અહેસાસ ખરેખર કેટલાંક કેમિકલનો ખેલ છે? આવું હોય તો પહેલી નજરનો પ્રેમ શું છે? પ્રેમમાં લોકો દુનિયાને શા માટે ભૂલી જતા હશે? પ્રેમની દીવાનગી શું ચીજ છે?

કેમિકલ લોચો હોત તો આપણે પ્રેમમાં સપડાતા જ ન હોત. પ્રેમમાં પાગલ ન થતા હોત. તેની ગલીઓમાં આપણું દિલ ખોઈ ન નાખતા હોત.

વિજ્ઞાનીઓ કહે છે એટલો આસાન નથી પ્રેમ. અન્યથા કોઈ ઇજેક્શન લગાવડાવી લેત અને પ્રેમમાં ચકચૂર થઈ જાત.

એટલે જ તો દરેક જમાનામાં સદાબહાર ચાચા ગાલિબ કહી ગયા છે, "શ્ક પર જોર નહીં, યે વો આતિશ હૈ ગાલિબ, કે લગાએ ન લગે ઔર બુઝાયે ન બુઝે."

વિજ્ઞાનનો દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રેમ થવાનો હોય તો જાતે થઈ જાય છે અને ન થવાનો હોય તો લાખ પ્રયાસ કરો, એ તમારો સ્પર્શ સુધ્ધાં નહીં કરે.

રોમૅન્ટિક પ્રેમની હકીકત એ છે કે તે આગની નદી છે અને તેમાં ડૂબીને તેનો તાગ મેળવવાનો છે.

પ્રેમ થઈ જાય તો એ આપણા અંકુશમાં રહેતો નથી. બલકે આપણે તેના અંકુશ હેઠળ હોઈએ છીએ. પ્રેમ કોઈ જાદુગરની ઇંદ્રજાળ જેવું રહસ્ય છે. એકવાર તેમાં ફસાઈ ગયા તો પછી શું થશે તેનો કોઈ અંદાજ હોતો નથી.

તેથી પ્રેમની અનુભૂતિને માત્ર વિજ્ઞાનના દૃષ્ટિકોણથી સમજી શકાય નહીં. તેની રસમ દરેક સંસ્કૃતિ, દરેક સમાજમાં એકસમાન હોય છે, પણ તે આ રીતે બયાન થતી હોય છેઃ

શ્ક-ઓ-મોહબ્બત કી કુછ હૈ અજીબ રસ્મેં,કભી જીને કે વાદે, કભી મરને કી કસમેં.

આ અજબ આત્મીય અનુભૂતિની વ્યાખ્યા વિજ્ઞાનના વિચારો કઈ રીતે કરી શકવાના?

અમે આવું શા માટે કહી રહ્યાં છીએ એ સમજવા માટે વિજ્ઞાનની કેટલીક વાતોનો વિચાર કરો.

વીડિયો કૅપ્શન,

રાકેશ ટિકૈતે કહ્યું, ‘ગુજરાત હજુ આઝાદ નથી, હું ગુજરાત આવીશ’

બોન્ડિંગ હોર્મોન

ઇમેજ સ્રોત, Getty Images

સેક્સના હોર્મોન એટલે કે ફેરોમોન સૃષ્ટિમાંના તમામ સજીવોમાં જોવા મળતું એ કેમિકલ છે, જે સામેની વ્યક્તિને, આપણામાં પ્રજનનની કેટલી ખૂબીઓ છે તેનો સંકેત આપે છે.

જોકે, આ ફેરોમોન જંતુઓમાં ભલે અસરકારક હોય, પણ બે માણસ વચ્ચેના કનેક્શનમાં તેની ભૂમિકા અસ્પષ્ટ છે.

વળી કોઈ કેમિકલ બહારનાને આવો સંકેત આપી શકતું હોય તો શરીરની અંદર પણ અસર કરતું હશે.

આ સંદર્ભે ન્યુરોપેપ્ટાઈડ ઓક્સિટોસિન નામનું કેમિકલ પ્રેમની અનુભૂતિ કરાવવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે તેને બોન્ડિંગ હોર્મોન કહેવામાં આવે છે. એ બીજા લોકો પ્રત્યે જોડાણની લાગણી સર્જે છે.

તેના કારણે મહિલાઓમાં દૂધનો સ્ત્રાવ થાય છે અને ગર્ભાશયનો આકાર નાનો-મોટો કરવામાં પણ તે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

ઓક્સિટોસિન બાબતે વિગતવાર અભ્યાસ થયો છેઃ ખાસ કરીને અમેરિકાના પ્રેયરીનાં મેદાનોમાં જોવા મળતા ઉંદરડાઓ પર.

એ ઉંદરડાઓ એક જ ઉંદરડી જોડે આખું જીવન વિતાવવા માટે એટલે કે મોનોગેમી માટે વિખ્યાત છે, પણ સામાન્ય રીતે પ્રાણીઓમાં મોનોગેમીની શક્યતા બહુ ઓછી હોય છે.

પ્રેમનો સંદેશ

ઇમેજ સ્રોત, SAMEER SEHGAL/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

આ ઉંદરડાઓ પરના પ્રયોગમાં જોવા મળ્યું હતું તેમ, તેમનામાં ઓક્સિટોસિનનો સ્ત્રાવ રોકવામાં આવ્યો ત્યારે તેઓ પોતાના વિચારોને અંકુશમાં રાખતા હતા.

ઓક્સિટોસિનની માત્રા વધારવામાં આવી ત્યારે ઉંદરડાઓ એક જ ઉંદરડી સાથે જોવા મળ્યા હતા, પણ મોનોગેમીમાં રહ્યા ન હતા. જોકે, માણસોમાં ઓક્સિટોસિનની આટલી નાટકીય અસર જોવા મળી ન હતી.

તો પછી એ ક્યું કેમિકલ છે, જે આપણી અંદર પ્રેમની અનુભૂતિ જગવે છે? અને માણસના શરીરમાંથી કોઈ કેમિકલ પ્રેમનો સંદેશો લઈને નીકળતું હોય તો એ સંદેશાને સમજનારું કેમિકલ પણ કોઈ અન્ય માણસના શરીરમાંથી નીકળતું હશે ને? આપણી અંદર પ્રેમના આ પત્રનું કોઈ લેટરબોક્સ તો હશે ને?

વિજ્ઞાનીઓએ આ સંબંધે દિમાગ પર સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું હતું કે પ્રેમની અનુભૂતિથી દિમાગના એ હિસ્સા જ જાગૃત થાય છે, જે કોઈ લક્ષ્ય હાંસલ કરવા કે ઇનામ મેળવવા માટે કામ કરતા હોય છે.

રોમૅન્ટિક અનુભૂતિ અને માતૃત્વના પ્રેમની અનુભૂતિ આપણું દિમાગ એક જ સ્થળે કરતું હોવાનું પણ જાણવા મળ્યું હતું. તો પછી પ્રેમમાં દીવાના થવાની અનુભૂતિ કેવી રીતે થતી હશે?

સવાલ મોટા છે, પણ તેના જવાબ મેળવવા માટે આપણે કેટલાક વધુ પ્રયોગો કરવા પડશે? વિજ્ઞાનીઓ તો આ સવાલના જવાબમાં 'હા' જ કહેશે.

જટિલ મુદ્દો

ઇમેજ સ્રોત, Getty Images

પ્રેમ એકદમ આસાન નહીં, પણ જટિલ મુદ્દો છે. એ ગણિતનો કોયડો નથી કે જેને કેટલીક ખાસ ફોર્મુલા ફૉર્મ્યુલાની મદદ વડે ઉકેલી શકાય.

પ્રેમ જાણીજોઈને તો કરી શકાતો નથી. એ તો સ્વયંસ્ફૂર્ત હોય છે. તર્કથી પર હોય છે. તર્કશાસ્ત્રના નિયમો પ્રેમને લાગુ પડતા નથી ત્યારે વિજ્ઞાનના પ્રયોગો આ કોયડાને કઈ રીતે ઉકેલી શકશે?

વાસ્તવમાં આપણી અન્ય અનુભૂતિઓ, અનુભવો અને વર્તનની માફક મોહબત પણ મનની તમામ પ્રક્રિયાઓનો નિચોડ છે, જે અત્યંત જટિલ છે.

અલબત્ત, પ્રેમ એક કેમિકલ લોચો છે એવું કહેવું તે આ જટિલતાને આસાન બનાવવા જેવું છે.

પોતાનો પ્રેમ સાદો છે એવું કોઈ શા માટે માને? જે લોકો આ અહેસાસના ઝંઝાવાતમાંથી પસાર થયા છે એ લોકો નસીબદાર છે. એમના માટેના આ મીર તકી મીરના શેર સાથે સમાપનઃ

ક્યા હકીકત કહૂં કે ક્યા હૈ શ્ક,

હક-શનાશો કે હાં ખુદા હૈ શ્ક

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો