બ્રિટનમાં ગુજરાતી મૂળનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલ કેમ વિવાદોમાં ઘેરાયાં?

પ્રીતિ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતી મૂળનાં બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ પર સ્ટાફ સાથે દુર્વ્યવહારના આરોપ લાગ્યા છે. આ આરોપમાં વડા પ્રધાન બોરિસ જૉન્સને પ્રીતિ પટેલનો બચાવ કર્યો છે.

ગૃહ મંત્રાયલના સૌથી વરિષ્ઠ અધિકારી સર ફિલિપ રટનમે શનિવારે રાજીનામું આપ્યું હતું. તેમનું કહેવું હતું કે તેમની સામે 'વિદ્વેષપૂર્ણ' અને 'યોજનાબદ્ધ' રીતે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

બી.બી.સી.ને આ જાણકારી પણ મળી છે પ્રીતિ પટેલના વ્યવહારને લઈને એક ઔપચારિક ફરિયાદ ત્યારે થઈ હતી જ્યારે તેઓ રોજગાર મંત્રી હતા.

પોતાના પર લાગેલાં સ્ટાફ સાથેના દુર્વ્યવહારના આરોપને ગૃહમંત્રી પ્રીતિ પટેલે નકારી કાઢ્યા છે.

જ્યારે એક કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન બોરિસ જૉન્સને કહ્યું કે તેઓ પટેલ પર 'સંપૂર્ણ ભરોસો' ધરાવે છે.

જૉન્સને કહ્યું, "મને લાગે છે કે આ શાનદાર ગૃહમંત્રી છે. જે ગૃહમંત્રી રહ્યા છે તે જ કહી શકે છે કે આ સરકારના સૌથી મુશ્કેલ પદમાંથી એક છે."

શું છે આરોપ?

શનિવારે જાહેર કરેલા નિવેદનમાં સર ફિલિપે કહ્યું હતું તેમને પટેલ દ્વારા કર્મચારીઓ કરાયેલાં 'તોછડાઈ કરવાના, તેમને ઉતારી પાડવાના અને ખોટી માંગણીઓ મૂકવાના' આરોપની જાણ થઈ હતી.

તેમનું વધુમાં કહ્યું, "તે રાજીનામું આપવા માટે મજબૂર કરવા બદલ ગૃહ મંત્રાલયની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટેના પગલાં લઈ શકે છે."

બી.બી.સી.ના ગૃહ મંત્રાલયના સંવાદદાતા ડૈની શૉને ખબર મળી કે જ્યારે પટેલ ડિપાર્ટમેન્ટ ફૉર વર્ક ઍન્ડ પેન્શન ઍમ્પ્લૉયમૅન્ટમાં મિનિસ્ટર હતા, તે સમયે તેમના વ્યવહારને લઈને એક ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં શું લખવામાં આવ્યું હતું અને આ અંગે કઈ કાર્યવાહી થઈ, આ જાણકારી ઉપલબ્ધ નથી.

ઇમેજ સ્રોત, Reuters

માનવામાં આવે છે કે આ ફરિયાદ તેમની પ્રાઇવેટ ઓફિસના કોઈ સભ્યએ કરી હતી. પ્રાઇવેટ ઓફિસમાં છ થી આઠ અધિકારી હોય છે. જે મંત્રીની સાથે કામ કરે છે.

પટેલના પ્રવક્તાએ કહ્યું કે તેમને આવી કોઈ ફરિયાદ મળી નથી.

તેમણે દાવાને ફગાવ્યો નથી પરંતુ કહ્યું કે તે વ્યક્તિગત વિષયમાં તે વાત નહીં કરે.

ગૃહ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પ્રીતિ પટેલે અધિકારીઓની ક્ષમતા પર મોટા પ્રશ્નો ઉભા કરીને અને તેમના પ્રદર્શનને ખરાબ દર્શાવીને તેમના માટે 'પ્રતિકૂળ અને નાખુશી પૂર્ણ' વાતાવરણ ઉભું કર્યું હતું.

તેમણે કહ્યું, "તેમના પ્રાઇવેટ ઓફિસના લોકોને આ જોઈને ખોટું લાગ્યું. તેમને લાગતું હતું કે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે."

વરિષ્ઠ અધિકારીઓના સંગઠનના પ્રમુખ ડેવિડ પેનમને કહ્યું, "જ્યારથી પ્રિતી ગૃહ મંત્રાલમાં છે, ત્યારથી તેમની સામે કોઈ ઔપાચારિક ફરિયાદ નથી કરાઈ, પરંતુ ધ્યાન આપવાની વાત એ છે કે મંત્રીઓની સામે ફરિયાદ કરવાની કોઈ ઔપચારિક નીતિ નથી. ન કોઈ કોડ છે, ન પ્રક્રિયા અને ન કોઈ પારદર્શિતા."

'આપવું પડી શકે છે રાજીનામું'

ઇમેજ સ્રોત, PA Media

સિવિલ સેવાના પૂર્વ પ્રમુખ લૉર્ડ કર્સલેકે કહ્યુ કે જો ફિલિપ કાયદાકીય પ્રક્રિયામાં જીત મેળવશે, તો ગૃહમંત્રીએ રાજીનામું આપવું પડી શકે છે.

લેબર પાર્ટીના સલાહકાર રહેલાં લૉર્ડ કર્સલેક કહે છે કે સર ફિલિપનું આ રીતે જવું અસાધારણ છે અને આનાથી સિવિલ સેવા સાથે જોડાયેલાં લોકોને આંચકો લાગશે.

બીબીસી સંવાદદાતા ઇયેન વૉટ્સન અનુસાર, પટેલના સહયોગી વ્યક્તિગત ધોરણે કહી રહ્યાં છે કે સર ફિલિપ જરૂરિયાત મુજબ કામ કરી રહ્યા ન હતા.

ગૃહ મંત્રાલયે ચૂંટણી દરમિયાન કરેલાં બે મુખ્ય વાયદા પૂરા કરવાના છે - મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓની ભરતી કરવાની છે અને બ્રેક્સિટ પછી પ્રવાસીઓ માટે તરત એક નવી સિસ્ટમ બનાવવાની છે.

આની સાથે જ ગૃહ મંત્રાલયે વિંડસ્ટર પ્રકરણ પર જલ્દી સાર્વજનિક થનારા સ્વતંત્ર અહેવાલ પર પોતાનું નિવેદન આપવું પડશે. આ મામલામાં 1958 થી 1971ની વચ્ચે કોરિયાના દેશોથી આવનારા આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અથવા બ્રિટનમાં રહેવાનો અધિકાર હોવા છતાં તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા.

વડા પ્રધાન કાર્યાલયના એક સૂત્રએ પટેલને લઈને કરેલા સવાલ પર કહ્યું કે જૉન્સનને પોતાની કૅબિનેટ પર સંપૂર્ણ ભરોસો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો