ડાંગ દરબાર : એક દિવસ માટે રાજા બનનારાઓનું જીવન કેવું છે?

ડાંગ દરબાર : એક દિવસ માટે રાજા બનનારાઓનું જીવન કેવું છે?

ગુજરાતનો ડાંગ જિલ્લો તેના પ્રાકૃતિક સૌંદર્ય અને આદિવાસીઓની ભાતીગળ સંસ્કૃતિને કારણે જાણીતો છે. પ્રકૃતિની ગોદમાં આવેલા ડાંગના મુખ્ય મથક આહ્વામાં ભરાતા ડાંગ દરબારમાં પ્રકૃતિ અને સંસ્કૃતિ બંનેનો મેળાપ થાય છે.

ડાંગના આહવામાં ભરાતો ડાંગ દરબાર આદિવાસીઓની ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખવાનું એક માધ્યમ બન્યો છે.

હોળી પહેલા શરૂ થતા ત્રણ દિવસના આ મહોત્સવમાં આદીવાસીઓનાં જનજીવન, રીતરિવાજો, પહેરવેશ, રહેણીકરણી અને માન્યતાઓને નજીકથી જોવા જાણવા અને માણવા છે.

અહીં વર્ષો જૂની પરંપરાપ્રમાણે ડાંગના પાંચ રાજાઓનું સન્માન કરીને તેમને વાર્ષિક પેન્શન એટલે કે સાલિયાણું આપવામાં આવે છે. અહીં સંગીત અને નૃત્ય સાથે ડાંગ દરબાર ના પ્રથમ દિવસે સવારે રાજાઓને બગીમાં બેસાડી નગરમાં ફેરવવામાં આવે છે.

પછી રાજ્યપાલ જાહેરમાં આ રાજાઓને શાલ ઓઢાડીને પોતાની સાથે લાવેલ ભેટ સોગાદો આપી સ્નમાનિત કરે છે, સાથે રાજાઓ માટે સરકારે નક્કી કરેલ સાલિયાણાંની રકમ આપે છે. દરબારમાં મહામહિમ પોતાના મુખે રાજાઓની શૌર્યગાથાનું વર્ણન કરી નવી પેઢીને તેમના રાજાનો ઇતિહાસ કહે છે.

અહીં ત્રણ દિવસ સુધી સંસ્કૃતિક નૃત્યુ, વાદ્યો અને જૂની પરંપરા સાથે આ ઉત્સવ ઉજવાય છે, પરંતુ ડાંગ દરબાર એક દિવસની જાહોજહાલીથી ક્યાંય દૂર ડાંગના હાલના રાજાઓ અને તેમનો પરિવાર હાલ ગરીબીમાં જીવન ગુજારી રહ્યો છે.

સરકાર તરફથી મળતા સાલિયાણાંમાં તેઓ જીવન નિર્વાહ કરી શકે તેમ નથી. તેમને મળતું સાલિયાણું રાજવી પરિવારો વચ્ચે વહેંચી દેવું પડે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો