કોરોના વાઇરસ : નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓના ધિરાણોની સુરક્ષાનો ઉપાય કરવો જરૂરી કેમ?
- ડૉ. જય નારાયણ વ્યાસ
- બીબીસી ગુજરાતી માટે

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસને પગલે અર્થતંત્રને મુશ્કેલીમાંથી ઉગારવા નાણામંત્રીએ વિવિધ પગલાં ભર્યા છે. ખાસ કરીને નાના, સૂક્ષ્મ, મધ્યમ એકમો તેમજ લૉન લેનાર મધ્યમવર્ગને રાહતો આપી છે.
આ ઉપરાંત રિઝર્વ બૅન્કે ત્રણ મહિના માટે લોકોને હપ્તા ન ચૂકવી શકાય તેની અને તે સમયગાળા માટે બૅન્કોને પણ ઘણી રાહતો આપી છે. સીઆરઆર રેટ અને રિવર્સ રૅપોરેટમાં ઘટાડો કરી રિઝર્વ બૅન્કે નાણાકીય તરલતા કરી આપી.
જોકે, નાણામંત્રીએ જાહેર કરેલા પગલાંમાં નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે કોઈ નોંધપાત્ર રાહત અપાઈ નથી.
બિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા કરાયેલા એક સંશોધનમાં કહેવામાં આવ્યું કે નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ કે જે પોતાનું મોટા ભાગનું ફાઇનાન્સ મોટી કંપનીઓને કરતી હોય છે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
કંપની નબળી પડશે
ઇમેજ સ્રોત, Getty Images
રિઝર્વ બૅન્કે ત્રણ મહિના માટે કંપનીઓને ઇન્ટરેસ્ટ પેમેન્ટ ઉપર છૂટછાટ આપતાં 35,000 કરોડ રૂપિયા જેટલી ઇન્ટરેસ્ટ પેમેન્ટ પેટેની રકમમાં મોડું થશે. જેને પરિણામે નૉન-બૅન્કિંગ કંપનીઓનું ભારણ વધશે.
એક અંદાજ મુજબ મોટા ઉદ્યોગોને બજારમાંથી અપાતી કુલ લોનમાંથી લગભગ અડધો હિસ્સો એટલે રકમની રીતે વિચારીએ તો 15 ટ્રિલિયન રૂપિયા જેટલી લૉન નૉન-બૅન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ દ્વારા આપવામાં આવે છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના વિશ્લેષણ મુજબ, 201 જેટલી બિન-નાણાકીય લિસ્ટેડ કંપનીઓની નાણાકીય સ્થિતિ 2020-21 (FY 21)ના પહેલા ક્વાર્ટરમાં કથળે તેવી સંભાવના છે, આના કારણે તેમને દેવું ચૂકવવામાં મુશ્કેલી પડશે.
આગામી ક્વાર્ટરમાં કેટલીક ટોચની કંપનીઓ નાણાકીય રીતે નબળી પડશે.
આવી કંપનીઓમાં એન.ટી.પી.સી. (નેશનલ થર્મલ પાવર કૉર્પોરેશન) , પાવરગ્રિડ, ટાટા સ્ટીલ, અદાણી પાવર, જે.એસ.ડબ્લ્યુ. સ્ટીલ, યુ.પી.એલ. (યુનાઇટેડ ફૉસ્ફરસ) અને સ્ટીલ ઑથૉરિટી ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડની સ્ટડી મુજબ વર્ષ 2019 -20 (FY20)ના પહેલા છ મહિના દરમિયાન તેમની બૅલેન્સશીટ માં વિવિધ પરિમાણો જેવા કે નેટવર્થથી માંડી અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ રેટ, ડેપ્રિશિયેશન, એમોર્ટાઇઝેશનમાં ઘટાડો જોવા મળ્યો છે.
આ 201 કંપનીઓએ 30 સપ્ટેમ્બર, 2019ના અંતે તેમના ધીરનાર પર કુલ મળીને 14.70 ટ્રિલિયન રૂપિયા કરતાં વધારેનું દેવું છે.
જેમાં FY20 દરમિયાન વાર્ષિક 4.1 ટકાનો વધારો થશે. જો 2018-19(FY 19)ની બૅલેન્સશીટ ચકાસી તો આ આંકડો વધીને 17.1 ટ્રિલિયન જેટલો થશે. આ કંપનીઓનું સંયુક્ત કરજ FY 19માં 12 ટકાને દરે વધ્યું હતું.
તેની સરખામણીમાં સૅમ્પલ તરીકે પસંદ કરેલ કુલ 787 કંપનીઓનું સપ્ટેમ્બર 2019 સુધીમાં કુલ કરજ 24.2 ટ્રિલિયન રૂપિયા થવા પામ્યું હતું અને માર્ચ 2019માં 30.7 ટ્રિલિયન રૂપિયા થયું હતું.
આ ઍનાલિસિસ કુલ 880 કંપનીઓનું સૅમ્પલ લઈ કરવામાં આવ્યું હતું.
નીચે દર્શાવેલ ટેબલમાં નાણાકીય રીતે મજબૂત કંપનીઓ (590) અને નાણાકીય રીતે તાણ અનુભવતી (201) કંપનીઓ નબળી પડશે. એ સિવાય અમુક ટોચની કંપનીઓ નાણાકીય રીતે નબળી પડશે આવી કંપનીઓમાં એનટીપીસી, પાવરગ્રિડ, ટાટા સ્ટીલ, અદાણી પાવર, જેએસડબ્લ્યુ સ્ટીલ, યુપીએલ અને સ્ટીલ ઑથૉરિટી ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
દેવામાંથી પસાર થતી કંપનીઓ
આનો ઉપાય કરવો કેમ જરૂરી
ઇમેજ સ્રોત, Getty Images
રિઝર્વે બૅન્કે કરેલી જાહેરાત મુજબ આ કંપનીઓને ત્રણ મહિના માટે ઇન્ટરેસ્ટ પેમેન્ટ માટે ત્રણ મહિનાનો મૉનેટોરિયમ પિરિયડ આપ્યો છે. આથી કંપનીઓ 35,000 કરોડ રૂપિયા ઇન્ટરેસ્ટ પેમેન્ટ તરીકે ચૂકવશે નહીં અને તેનું ભારણ નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ વેઠવું પડશે.
જોકે, કંપનીઓને ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવામાં ત્રણ મહિનાની રાહત મળતાં જે કંપનીઓ ની સ્થિતિ સારી ન હોય તેમના માટે આ હાશકારાનો સમય ગણાય. આ કંપનીઓને સારી રાહત મળી છે.
કંપનીઓને ઇન્ટરેસ્ટ પેમેન્ટ માટેની મળેલ રાહત ફાઇનાન્સિયલ વર્ષ 2020 પ્રમાણે કુલ નેટ સેલ્સના 9 ટકા જેટલી થવા જાય છે, જે રૉ-મટીરિયલ અને સેલેરી પછી ઘણી મોટી રકમ કહેવાય છે. આ રકમ લિસ્ટેડ નૉન-ફાઇનાન્સિયલ કંપનીઓના 3.5 ટકા જેટલી થવા જાય છે.
જે લિસ્ટેડ નૉન-ફાઇનાન્સિયલ કંપનીઓ છે તેમાં હાઉસિંગ ડેવલપમૅન્ટ ફાઇનાન્સ કૉર્પોરેશન, બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ટ્રાન્સપૉર્ટ ફાઇનાન્સ, એલઆઈસી હાઉસિંગ, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, પિરામલ ઍન્ટર્પ્રાઇઝ અને એલ ઍન્ડ ટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. અને આ લિસ્ટેડ નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ સપ્ટેમ્બર 2019ના અંતે કુલ 24.3 ટ્રિલિયન રૂપિયાનું ધિરાણ આપ્યું હતું
જોકે કોવિડ-19ને કારણે લૉકડાઉન જેવી પરિસ્થિતિમાં જ્યારે ટ્રાવેલ કંપનીઓ, ઍરલાઇન, હોટલ્સ, રેસ્ટોરાં, મલ્ટિપ્લેક્સ, મોલ, અને અન્ય ક્ષેત્રો બંધ છે. અત્યારે ઉત્પાદન અને સેવા ક્ષેત્ર બંધ હાલતમાં છે તે વાતને ધ્યાનમાં લઈ ક્રિસિલે 120 કૉર્પોરેટનો સર્વે કર્યો હતો, જેમાં 81 કંપનીઓનું રેટિંગ ઘટ્યું, જ્યારે બીજી 39 કંપનીઓનું રેટિંગ જળવાઈ રહ્યું હતું.
કોરોના વાઇરસને પગલે દેશમાં ઉદ્યોગો બંધ થતાં ઍનર્જીની માગ 40 ટકા જેટલી ઘટવા પામી છે.
આને પરિણામે પાવર ઍક્સ્ચેન્જોની કિમતોમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. એવી જ રીતે મૅટલ અને માઇનિંગ કંપનીઓના ઉત્પાદનોની માગ ઘટી છે.
આમ સરકારે રાષ્ટ્રીયકૃત બૅન્કોની જેમ નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ પરનું ભારણ ઓછું કરવા નિર્ણય લેવો જોઈએ.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો