વિશાખાપટ્ટનમ ગૅસ લીકેજ : "તમે તમારા પરિવાર સાથે ભાગી જાઓ" લોકો એવી બૂમો પાડી રહ્યા હતા
- વિજય ગઝમ
- બીબીસી ગુજરાતી માટે

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના આર આર વેંકટપુરમ સ્થિત એક પૉલિમર ઉદ્યોગમાં ગૅસ-લીકેજ થયું છે.
જિલ્લા અધિકારી વિનય ચાંદે કહ્યું છે કે 200 લોકો આ ઘટનામાં બીમાર થયા છે. સ્ટાઇરિન ગૅસ લીક થયો છે, જ્યારે ગૅસ લીક થયો ત્યારે લોકો ઊંઘતા હતા. 86 લોકોને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધી 11 લોકોનાં મૃત્યુ થયાં છે.
બીબીસીની તેલુગુ ભાષા સેવાના સહયોગી વિજય ગઝમ જ્યાં આ ઘટના બની છે ત્યાં જ રહે છે. આ દુર્ઘટનાની તેમના પર શું વીતી અને શું બન્યું તેનો આંખે દેખ્યો અહેવાલ વાંચો એમના જ શબ્દોમાં.
હું પદ્મનાભપુરમમાં રહું છું જે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં આવેલું છે.
અમે એક વર્ષ પહેલાં જ અહીં રહેવા આવ્યા છીએ.
શહેરમાં પહોંચવા માટે આરઆર વેંકટપુરમ, ગોપાલપટ્ટનમ અને એનએડી વિસ્તારમાંથી પસાર થવું પડે છે.
લૉકડાઉનને કારણે હું ઘણા દિવસોથી ઘરમાં જ બંધ હતો અને ગઈ કાલે હું કોઈ અંગત કામ માટે શહેરમાં ગયો હતો. મારા ઘરેથી શહેર જવાના રસ્તામાં આ ફૅક્ટરી પડે છે જ્યાં આ દુર્ઘટના ઘટી હતી.
ગઈ કાલ સાંજ સુધી તો ત્યાં બધું શાંત હતું, કારણ કે સવારના સમયમાં જ આ ફૅક્ટરી ઓછામાં ઓછા કર્મચારીઓ સાથે કામ કરી રહી છે.
ઇમેજ સ્રોત, Getty Images
મૃત્યુ પામેલા પશુઓ
રાત્રે સાડા ત્રણ વાગ્યે મારા ઘરનો દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો, મેં દરવાજો ખોલ્યો તો સામે મારા પાડોશી નાગમણિ ઊભા હતા અને તેમનો શ્વાસ ઊંચો ચઢી ગયો હતો.
તેઓ બૂમો પાડી રહ્યા હતા, "કેટલી વાર મારે દરવાજો ખખડાવવો? પૉલિમર્સ ફાટી રહ્યા છે, અહીંથી ભાગો."
સવારે ત્યાં ફૅક્ટરીમાં દુર્ઘટના ઘટી હતી અને ત્યાં ગેસ લીક થયો હતો.
નાગમણિનો પુત્ર તે ફૅક્ટરીમાં જ કામ કરે છે.
ઇમેજ સ્રોત, Getty Images
હૉસ્પિટલમાં બાળકો
અડધી રાત્રે તો મને કંઈ સૂઝ ન પડી, પરંતુ મેં જોયું કે લોકો દોડીને જઈ રહ્યા હતા.
"તમે તમારા પરિવાર સાથે ભાગી જાઓ", લોકો એવી બૂમો પાડી રહ્યા હતા.
"મને પણ ગૅસની ગંધ આવી રહી હતી. મારી આંખોમાં બળતરા થઈ રહી હતી. અમે ઘરથી જવાનું નક્કી કર્યું. ધીરેધીરે ગંધ વધી રહી હતી અને અમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. હું બહુ ડરી ગયો હતો."
મેં મારાં પત્નીને પૂછ્યું કે હવે ક્યાં જઈએ. અમે જલદી કપડાં બદલીને ઘરેથી જવાનું નક્કી કર્યું.
અમે કોઈ સામાન ન લીધો, સંખ્યાબંધ લોકો મોટરબાઇક, ગાડીઓ અને ઑટોરિક્ષામાં નીકળી પડ્યા હતા.
મહિલાઓ પણ રસ્તા પર ભાગી રહી હતી.
ઇમેજ સ્રોત, Getty Images
હૉસ્પિટલમાં બાળકો
રસ્તા પર ભીડને કારણે મોટરબાઇક ચલાવવું શક્ય નહોતું. મેં મારાં પત્ની અને બાળકને ચાલીને આગળ જવા કહ્યું અને ધીરેધીરે મેં બાઇકને ભીડમાંથી આગળ કાઢી.
અમે મુશ્કેલીથી થોડા આગળ સિમ્હાચલમ વિસ્તારમાં પહોંચી શક્યા. મેં આ માહિતી જલદી ઑફિસમાં આપી અને થોડા ફોટો પણ મોકલી આપ્યા હતા.
ધીમેધીમે ભીડ વધતી ગઈ અને લોકો પોતાના ઘરેથી બહાર આવતા ગયા. રસ્તા ખીચોખીચ ભરાયેલા હતા. બધા લોકો સુરક્ષિત જગ્યાએ જવા માગતા હતા.
પરંતુ આ વિસ્તારમાં પણ ગૅસની ગંધ ફેલાઈ ચૂકી હતી અને અમે હનુમન્તા વાકા જંક્શન તરફ જવા નીકળી પડ્યા અને આખા રસ્તામાં લોકો ભરાયેલા હતા. હવે અમે દરિયાકાંઠા નજીક પહોંચી ગયા હતા.
ઇમેજ સ્રોત, Getty Images
જ્યાં ગૅસ લીક થયો તે કંપની
દરિયો અને દરિયાકાંઠો સુરક્ષિત દેખાતો હતો અને ગૅસની ગંધ પણ નહોતી આવતી. હું વિચારમાં પડી ગયો હતો કે લૉકડાઉનના સમયમાં ક્યાં જઈ શકીએ? કોણ અમને રહેવા માટે જગ્યા આપશે? અનેક પ્રશ્નો સામે ઊભા હતા.
શહેરના બીજા વિસ્તારમાં અમારા સંબંધીઓ રહે છે.
મારા પુત્રે કહ્યું કે દાદાના ઘરે જઈએ, પરંતુ આટલી વહેલી સવારે તેમને હેરાન કરવામાં સંકોચ થઈ રહ્યો હતો.
જોકે પછી તેમની સાથે ફોન પર વાત થઈ ત્યારે તેમણે અમને પોતાના ઘરે બોલાવી લીધા અને અમે રાહતનો શ્વાસ લીધો.
ત્યારબાદ વૉટ્સએપ પર અનેક વીડિયો જોયા, જેમાં લોકો પોતાનો જીવ બચાવવા દોડી રહ્યા છે.
લોકો અન્ય વિસ્તારો તરફ પણ ભાગી રહ્યા હતા. કેટલાક લોકો હજી રસ્તા પર જ હતા.
મારો પરિવાર સુરક્ષિત હતો એ સુનિશ્ચિત કર્યા પછી મેં મારું કામ શરૂ કર્યું.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વૅક્સિનના એ છ પ્રયોગો જેના પર છે લોકોની આશા. જાણવા માટે અહીં ક્લિક કરો
- તમને આવેલો તાવ કોરોના વાઇરસ છે કે નહીં તે કેવી રીતે જાણશો? અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસથી સાજા થવામાં દર્દીને આખરે કેટલી વાર લાગે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ ટિપ્સ : એ ઉપાયો જે તમને સંક્રમણથી બચાવશે. જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : આ વૈશ્વિક બીમારીનો અંત ક્યારે આવશે? જાણવા માટે ક્લિક કરો
- શું ખરેખર લસણ ખાવાથી કોરોના વાઇરસ ખતમ થઈ જાય? જાણવા માટે ક્લિક કરો
- કોરોના ઇમ્યુનિટી : શું બે વખત કોરોના થઈ શકે છે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો