GSEB : ગુજરાતમાં કૃપા ગુણ છતાં 12-સાયન્સનું પરિણામ આઠ વર્ષને તળિયે - Top News

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સૅકન્ડરી ઍન્ડ હાયર સૅકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જાહેર પરિણામ મુજબ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના માત્ર 71.34 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ છેલ્લા આઠ વર્ષમાં આ સૌથી નીચું પરિણામ છે. ધોરણ 12ના 1.6 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. ગુજરાત બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરનાર પ્રથમ રાજ્ય છે.

અખબાર લખે છે કે વિદ્યાર્થીઓને 14 જેટકા અંક ગ્રેસ માર્ક્સ તરીકે આપવામાં આવ્યા હતા છતાં 71.34 જેટલા વિદ્યાર્થીઓ જ પરીક્ષામાં પાસ થયા હતા.

અખબારે લખ્યું છે કે ખાસ કરીને ફિઝિક્સ અને કૅમિસ્ટ્રીના વિષયમાં ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા અને તેનાથી પાસ પરસન્ટેજમાં 16 ટકાનો વધારો થયો હતો.

ફિઝિક્સમાં પાસ પરસન્ટ 72.41 અને કેમેસ્ટ્રીમાં 72.38 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

' કાશ્મીરમાં ઈદની નમાજ નહીં' અને શ્રીનગરમાં અથડામણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સાંકેતિક ચિત્ર

સમાચાર એજન્સી અનાદોલુ મુજબ ભારત પ્રશાસિત કાશ્મીરમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે એટલે અલગાવવાદી નેતા મિરવાઇઝ ઉમર ફારુખે ઇદની નમાજને મોકૂફ કરવાની જાહેરાત કરી છે.

મુતાહિદા મજલિસ એ ઉલેમાએ કહ્યું છે કે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે જેને જોતા સાવચેતી રાખવી જરૂરી છે.

મુતાહિદા મજલિસ એ ઉલેમાએ કહ્યું છે કે લૅયલત અલ કદ્ર, જુમ્મા ઉલ વિદા અને ઈદ અલ ફિત્રની નમાજ નહીં યોજવામાં આવે.

લખ્યું છે કે ઉલેમાઓએ લોકોને તેમના ઘરે જ નમાજ પઢવાની સલાહ આપી છે.

આ દરમિયાન હિંદુસ્તાન ટાઇમ્સનો અહેવાલ જણાવે છે કે શ્રીનગરમાં ઍન્કાઉન્ટરને પગલે મોબાઇલ સેવાઓ બંધ કરવામાં આવી છે.

શ્રીનગરના નવાકડલ ક્ષેત્રમાં સુરક્ષાદળો અને અને ચરમપંથીઓ વચ્ચે ઍન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ સમાચારમાં હજી વધારે વિગતો આવી નથી પરંતુ પોલીસે તેની પૃષ્ટિ કરી છે.

કોવિડ-19ના સ્રોતની તપાસની માગને મળ્યો ટેકો

ધી હિંદુ અખબાર લખે છે કે કોરોના વાઇરસનું સંક્રમણ કેવી રીતે ફેલાયું એ અંગે તપાસ માટે વિશ્વ સ્વાસ્થ્ય ઍસેમ્બલીમાં લાવવામાં આવેલ પ્રસ્તાવને ભારત સિવાય આફ્રિકાના દેશોએ પણ ટેકો આપ્યો છે.

સોમવારે થયેલી બેઠકમાં ભારત તરફથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન સામેલ થયા હતા.

જિનેવામાં વિશ્વ સ્વાસ્થ્ય ઍસેમ્બલીનું 73 સત્ર સોમવારથી શરૂ થયું જેમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે જાહેરાત કરી કે કોવિડ-19 મહામારીમાંથી મળેલા બોધપાઠનું અધ્યયન કરીશું.

જોકે આ બાંહેધરી, 62 દેશો દ્વારા લાવવામાં આવેલ પ્રસ્તાવ સાથે સંબંધ નથી ધરાવતી છે જેમાં ભારત સહિત આ દેશોએ કોરોના સંક્રમણ ફેલાવવામાં ભાગ ભજવનાર વૈજ્ઞાનિક ઘટનાઓની તપાસની માગ કરી છે.

આમાં એવી વસ્તુઓ અને પશુઓની તપાસ કરવાની માગ કરવામાં આવી છે જે કોરોના વાઇરસના સ્રોત હોઈ શકે છે.

' તાલિબાને કહ્યું કાશ્મીર ભારતની આંતરિક બાબત'

હિંદુસ્તાન ટાઇમ્સ અખબાર પ્રમાણે તાલિબાને કહ્યું છે કે કાશ્મીર ભારતની આંતરિક બાબત છે.

એમણે કહ્યું કે તાલિબાન અન્ય દેશઓની આંતરિક બાબતોમાં દખલગીરી નહીં કરે.

તાલિબાને એ દાવાને નકારી કાઢ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે તાલિબાન કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત ચરમપંથી ગતિવિધિઓમાં સામેલ થશે.

તાલિબાનની રાજકીય શાખા ઇસ્લામિક એમિરૅટ ઑફ અફઘાનિસ્તાનના પ્રવક્તા સુહેલ સલીમે કહ્યું હતું કે, “તાલિબાન કાશ્મીરમાં જેહાદમાં જોડાશે એ અંગેનું નિવેદન ફેલાવાઈ રહ્યું છે તે ખોટું છે. ઇસ્લામિક એમિરૅટ સ્પષ્ટ છે કે તે અન્ય દેશઓની આંતરિક બાબતોમાં દખલગીરી નહીં કરે.”

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો હતો કે તાલિબાનના પ્રવક્તા ઝબિઉલ્લાહ મુજાહિદે કહ્યું કે કાશ્મીરના મુદ્દાનું સમાધાન ન થાય ત્યાં સુધી ભારત સાથે મિત્રતા શક્ય નથી તથા કાબુલમાં સત્તા મેળવ્યા બાદ તાલિબાન કાશ્મીરને પણ કાફિરોના હાથમાંથી છોડાવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો