ભારતમાં કોવિડ-19 વાઇરસ નબળો પડી રહ્યો છે? - Top News

કોવિડ-19

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કોવિડ-19

ભારતીય વૈજ્ઞાનિકો મુજબ નૉવેલ કોરોના વાઇરસના જિનેટિક મેકઅપમાં એક અનોખો ટ્રેટ જોવા મળ્યો છે અને આ ટ્રેટ દુનિયાના અન્ય ભાગોમાં જોવા મળેલા નૉવેલ કોરોના વાઇરસ કરતાં અલગ છે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ આ અંગેના અભ્યાસમાં જોડાયેલા એક વૈજ્ઞાનિકનું માનવું છે કે આ ટ્રેટને કારણે ભારતમાં નૉવેલ કોરોના વાઇરસ નબળો પડી રહ્યો હોઈ શકે છે.

આ અભ્યાસમાં ભારતીય દરદીઓમાંથી વાઇરસના સૅમ્પલ પર કરવામાં આવેલા જિનોમ સિક્વન્સિંગમાંથી 41 ટકા જિનોમમાં આ ટ્રેટ જોવા મળ્યો હતો, આને વૈજ્ઞાનિકોએ ‘ક્લેડ આઈ/ એ3આઈ’ નામ આપ્યું છે.

વૈશ્વિક સ્તર પર જિનોમ સિક્વન્સિંગમાં માત્ર 3.5 ટકા જિનોમમાં આ ખાસ પ્રકારનો ટ્રેટ જોવા મળ્યો છે.

સોમવારે સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મૉલિક્યુલર બાયોલૉજી ઑફ ધી કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર-સીસીએમબી) આ બાબતે ટ્વીટ કર્યું જેમાં લખ્યું હતું," વાઇરસનું વિશિષ્ઠ ક્લસ્ટર મળી આવ્યું છે, તેની વિશેષતાઓ હજી ઓળખાઈ નથી, અને તે ભારતમાં પ્રચલિત છે. તેને ક્લેડ-એથ્રીઆઈ નામ આપવામાં આવ્યું છે.”

વૈજ્ઞાનિકો તમિલનાડુ, તેલંગણા, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પ્રચલિત સાર્સ કોવ-2 સ્ટ્રેન સાથે આ ટ્રેટને જોડી રહ્યા છે.

મોટી ભારતીય કંપનીઓનું રેટિંગ નૅગેટિવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

BPCL

ધી હિંદુ અખબાર પ્રમાણે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ્સ એજન્સી મૂડી ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતીય કંપનીઓ જેમકે ઓએનજીસી, એચપીસીએલ, ઓઆઈએલ, ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ, બીપીસીએલ, પેટ્રોનેટ એલએનજી, ટીસીએસ અને ઇન્ફોસિસ લિમિટેડનું રેટિંગ્સને ઘટાડીને નૅગેટિવ કરી દીધું છે.

પહેલી જૂને મૂડીઝે ભારતનું રેટિંગ પણ નૅગેટવ કરી દીધું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની રેટિંગને નૅગેટિવથી સ્થિર કરવામાં આવ્યું હતું. યુપીએલ કૉર્પોરેશન લિમિટેડ (યુપીએલ કૉર્પ) અને જેનપૅક્ટ લિમિટેડની રેટિંગ સ્થિર જ છે.

કુખ્યાત જેસિકા લાલ હત્યાકાંડના અપરાધી મનુ શર્મા જેલમુક્ત

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન,

જેસિકા લાલ

દિલ્હીના પ્રખ્યાત મૉડલ જેસિકા લાલ મર્ડર કેસમાં ગુનાહિત મનુ શર્મા (સિદ્ધાર્થ વશિષ્ઠ)ને એક જૂને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી વિનોદ શર્માના પુત્ર મનુ શર્મા દિલ્હીની તિહાર જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યા હતા. તેમને મૉડલ જેસિકા લાલ હત્યાકાંડમાં 17 વર્ષની જેલની સજા આપવામાં આવી હતી

હિંદુસ્તાન ટાઇમ્સ અખબાર પ્રમાણે તેઓ લગભગ 17 વર્ષથી ઓછા સમય માટે જેલમાં રહ્યા હતા. મનુ શર્મા સિવાય અન્ય 17 દોષી કેદીઓને પણ સમય પહેલા મુક્ત કરવામાં આવ્યા છે.

સજા સમીક્ષા બોર્ડની બેઠકમાં આ કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે આ કેદીઓને સમય પહેલા મુક્ત કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી.

મનુ શર્મા આ પહેલા પણ પેરોલ પર બહાર આવ્યા હતા. અખબાર પ્રમાણે તે 17 વર્ષની સજા કાપી ચૂક્યા હતા પરંતુ રેમિશન (છૂટ) ગણીને તેમણે 23 વર્ષ ચાર મહિનાની સજા કાપી છે.

લગભગ સવા વર્ષથી જ્યાં સજા પૂરી થવા આવી હોય તેવા કેદીઓને રાખવામાં આવે છે તેવી ઓપન જેલમાં તે હતા. તેઓ સવારે જેલથી બહાર જઈ શકે છે અને સાંજે જેલમાં પાછા ફરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો