GSEB 12th Result : ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ, પાટણ જિલ્લો ફરી ટોપ પર

ઇમેજ સ્રોત, Getty Images
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના ઘોરણ-12ના સામાન્ય પ્રવાહ (આર્ટ્સ અને કૉમર્સ)નું પરિણામ જાહેર થઈ રહ્યું છે.
માર્ચ 2020માં લેવાયેલી ધોરણ -12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 76.29 ટકા આવ્યું છે. પાછલા વર્ષ કરતા પરિણામ 3.02 ટકા વધારે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે સવારે 8 વાગ્યે આ પરિણામ બોર્ડની વેબસાઇટ પર મૂકવાની જાહેરાત કરી હતી.
શિક્ષણ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે આ વર્ષે ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 3 લાખ 73 હજાર 159 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 3 લાખ 71 હજાર 771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાંથી 76.29 ટકા વિદ્યાર્થીઓ એટલે કે 2 લાખ 83 હજાર 624 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લાનું 58.29 ટકા છે.
નોંધવા જેવી વાત એ છે પાટણ જિલ્લો પાછલા વર્ષે પણ રાજ્યમાં આ પરીક્ષા માટે સૌથી વધુ પરિણામ મેળવનાર જિલ્લો હતો જ્યારે કે પાછલા વર્ષે સૌથી ઓછું પરિણામ મેળવનાર જિલ્લો પંચમહાલ હતો.
સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના સોની કેન્દ્રનું 97.76 ટકા છે જયારે સૌથી ઓછું પરિણામ ગીર સોમનાથના ડોળાસા કેન્દ્રનું 30.21 ટકા રહ્યું છે.
ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે સોમવારે સવારે 8 વાગ્યે તેમની વેબસાઇટ gseb.org પર આ પરિણામ જાહેર કરી દીધું છે.
કોરોના વાઇરસને કારણે દેશવ્યાપી લૉકડાઉનની સ્થિતિ હોવાથી પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે પરિણામ મોડું જાહેર થયું છે.
વિદ્યાર્થીઓ તેમના પરીક્ષા બેઠક નંબરના આધારે બોર્ડની વેબસાઇટ ઉપરથી તેમનું પરિણામ જોઈ શકશે.
માર્કશીટના વિતરણ સંબંધે જાહેરાત હવે પછી કરવામાં આવશે એમ બૉર્ડ સત્તાવાળાઓએ જણાવ્યું છે.
વિદ્યાર્થિનીઓ ફરી આગળ
પરીક્ષા પાસ કરવામાં સફળતાની કુલ ટકાવારીની દૃષ્ટિએ વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા વધારે છે. પરીક્ષા પાસ કરવામાં કુલ 82.20 ટકા વિદ્યાર્થિનીઓ સફળ રહી છે તો 70.97 ટકા વિદ્યાર્થીઓ સફળ રહ્યાં છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો