સુશાંતસિંહ રાજપૂત : 50 સપનાંની યાદી, એ સપનાં જે અધૂરાં જ રહી ગયાં

સુશાંતસિંહ

ઇમેજ સ્રોત, Getty Images

14 જૂન, અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુનો દિવસ.

તેઓ હવે હયાત નથી છતાં તેમના ચાહકો તેમને ભૂલ્યા નથી અને તેમના મૃત્યુદિનના એક દિવસ અગાઉ જ સોશિયલ મીડિયા પર તેમની ચર્ચા હતી અને #SushanSinghRajput #SushantBirthdayCelebration જેવા હૅશટૅગ દ્વારા ચાહકોએ તેમને મિસ કર્યા હતા.

નાના પડદાથી કૅરિયરની શરૂઆત કરનારા સુશાંતના અનેક મોટાં સપનાં હતાં. આ જ સપનાં સુશાંતને ફિલ્મોમાં પણ લઈ આવ્યા હતા.

સુશાંતે ધોની, કાઇપો છે, પીકે, કેદારનાથ અને છીછોરે જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

સુશાંતસિંહ રાજપૂતનાં અધૂરાં સપનાં

સુશાંતનાં ફિલ્મો સાથે જોડાયેલાં સપનાં ધીમે-ધીમે પૂરાં થઈ ગયાં હતાં, પરંતુ કેટલાંક સપનાં એવાં પણ હતાં જે હવે ક્યારેય પૂરાં નહીં થાય. સુશાંતે પોતાનાં સપનાં વિશે ટ્વિટર પર લખ્યું છે.

સુશાંતસિંહ રાજપૂતે 14 સપ્ટેમ્બર વર્ષ 2019માં પોતાનાં સપનાંનું પહેલું પાનું લખ્યું હતું.

એ પહેલાં પાનાંનું શીર્ષક હતું માય 50 ડ્રીમ્સ ઍન્ડ કાઉન્ટિંગ. 123...

 • સુશાંતે સપનાંઓનાં પાનાં પર પહેલું સપનું જે લખ્યું હતું એ વિમાન ઉડાવતા શીખવાનું હતું.
 • બીજું સપનું હતું આયર્નમેન ટ્રાયૅથલૉન માટે તૈયારી કરવી.

આ એક પ્રકારની એક-દિવસીય સ્પર્ધા હોય છે, જેમાં પ્રતિસ્પર્ધીઓ તરણ, સાયકલિંગ અને લાંબી દોડ એક નિશ્ચિત સમયમાં પૂર્ણ કરવાની હોય છે. આમાં વિજેતા બનનારને આયર્નમૅનનો ખિતાબ આપવામાં આવે છે.

ફિલ્મ ધોની અને સુશાંતસિંહ રાજપૂતનું સપનું

ઇમેજ સ્રોત, SPICE PR

ત્રીજું સપનું વાંચીને કદાચ તમને એમની ફિલ્મ ધોની યાદ આવી જાય. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન, વિકેટકીપર અને જમણા હાથના બૅટ્સમૅન મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકા ભજવનાર સુશાંતસિંહ રાજપૂત ડાબા હાથથી ક્રિકેટ મૅચ રમવા માંગતા હતા.

ચોથું સપનું હતું મૉર્સ કોડ શીખવાનું.

બૉલીવૂડ ઍક્ટર સુશાંતનું પાંચમું સપનું બાળકોને અંતરિક્ષ વિશે શીખવામાં મદદ કરવાનું હતું.

ક્રિકેટના ચૅમ્પિયનની ભૂમિકા ભજવનારા સુશાંત ટૅનિસના ચૅમ્પિયન સાથે મૅચ રમવા માગતા હતા. આ એમનું છઠ્ઠું સપનું હતું.

સુશાંતસિંહ રાજપૂતના અનેક ફિટનૅસ વીડિયો આપે જોયા હશે પરંતુ ફિટનૅસ સાથે જોડાયેલું એક વર્કઆઉટ તેમનું સાતમું સપનું હતું. ફૉર-કલૅપ પુશઅપ્સ કરવાનું તેમનું સપનું હતું.

પહેલું પાનું સાત સપનાંમાં ભરાઈ ગયું

પહેલું પાનું સાત સપનાંઓમાં જ ભરાઈ ગયું. પરંતુ સપનાં તો હજુ વધુ હતા એટલે બીજું પાનું લખાયું.

સુશાંતસિંહ રાજપૂતને આપણે તેમના અભિનય અને સ્મિતથી ઓળખીએ છીએ. પરંતુ તેમનાં સપનાંઓ વિશે વાંચતાં જાણ થાય છે કે અંતરિક્ષ અને ગ્રહોમાં તેમને ઘણી રૂચિ હતી.

આઠમું સપનું વાંચો. એક અઠવાડિયા સુધી ચંદ્ર, મંગળ, ગુરૂ અને શનિ ગ્રહને એમની કક્ષામાં ફરતાં જોઈ તેમનું નિરીક્ષણ કરવું.

બ્લ્યૂ હૉલમાં ડૂબકી લગાવવી સુશાંતના બીજા પાનાંનું બીજું અને યાદીનું નવમું સપનું હતું.

દસમું સપનું હતું ડબલ સ્પ્લિટ ઍક્સપરિમૅન્ટને એકવાર કરીને જોવો. આ પ્રકાશના તરંગના ગુણને સમજાવતો એક પ્રયોગ છે.

સુશાંત 1000 વૃક્ષ રોપવા ઇચ્છતા હતા અને આ તેમનું 11મું સપનું હતું.

સુશાંતસિંહ રાજપૂત : ઍન્જિનિયરિંગ બાદ અભિનય

ઇમેજ સ્રોત, TWITTER/SUSHANTSINGHRAJPOOT

સુશાંતે ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ પોતાના સપનાંઓ પૂરા કરવા માટે અભિનય તરફ પ્રયાણ કર્યું હતું. દિલ્હી કૉલેજ ઑફ ઍન્જિનિયરિંગની હૉસ્ટેલમાં એક સહજ સાંજ વિતાવવી તેમનું બારમું સપનું હતું.

સુશાંતનાં અંતરિક્ષ પ્રેમનું ઉદાહરણ એમના 13મા સપનામાં પણ દેખાય છે. તેઓ બાળકોને ઇસરો અથવા નાસામાં વર્કશૉપ માટે મોકલવાની ઇચ્છા રાખતા હતા.

14મું સપનું કદાચ એમણે ફિલ્મ કેદારનાથ દરમિયાન જોયું હશે. તેઓ કૈલાશમાં મૅડિટેશન કરવા ઇચ્છતા હતા.

સુશાંત સિંહનાં વધુ 11 સપનાં

 • ચૅમ્પિયન સાથે પોકર રમવું.
 • પુસ્તક લખવું.
 • સર્ન લૅબ જોવાં જવું.
 • ધ્રુવીય પ્રકાશને જોતા જોતા પૅઇન્ટિંગ કરવું.
 • નાસાની વધુ એક વર્કશૉપ અટેન્ડ કરવી.
 • છ મહિનાની અંદર સિક્સ પૅક ઍબ્સ બનાવવાં.
 • સેનોટૅસમાં તરવું.
 • જે લોકો જોઈ નથી શકતા તેમને કોડિંગ શીખવવું.
 • જંગલમાં એક અઠવાડિયું રહેવું.
 • વૈદિક જ્યોતિષશાસ્ત્ર સમજવું.
 • ડિઝનીલૅન્ડ જોવું.
 • ચોથું પાનું અને હજી અમુક સપનાં.
 • લિગોની લૅબ જોવા જવું.
 • એક ઘોડો પાળવો.
 • 10 પ્રકારના ડાન્સ ફૉર્મ્સ શીખવાં.
 • ફ્રી શિક્ષણ માટે કામ કરવું.
 • ઍન્ડ્રોમૅડા ગેલેક્સીને એક વિશાળ ટૅલિસ્કોપ વડે જોવી અને એનો અભ્યાસ કરવો.
 • ક્રિયાયોગ શીખવો.
 • ઍન્ટાર્કટિકા ફરવા જવું.
 • મહિલાઓની સ્વરક્ષા માટે મદદ કરવી.
 • એક સક્રિય જ્વાળામુખીને કૅમેરામાં કેદ કરવો.

સુશાંતસિંહ રાજપૂતનાં સપનાંનું ચોથું પાનું

ચોથા પાનાંમાં બીજું કેટલુંક જે સુશાંત જીવનમાં કરવા ઇચ્છતા હતા.

સુશાંતસિંહ રાજપૂતનું 35મું સપનું હતું કે તેઓ ખેતી શીખે.

તેઓ બાળકોને ડાન્સ શીખવવા માગતા હતા અને આ જ એમનું 36મું સપનું હતું.

સુશાંત પોતાના બંને હાથોથી એક સાથે તીરંદાજી કરવાની ઇચ્છા ધરાવતા હતા. આ એમનું 37મું સપનું હતું.

સુશાંત રેસનિક હૅલીડેના ભૌતિક વિજ્ઞાનના પ્રખ્યાત પુસ્તકને વાંચવા માગતા હતા. આ એમનું 38મું સપનું હતું.

તેઓ પૉલિનૅશિયન ઍસ્ટ્રોનૉમીને સમજવા માગતા હતા. જે એમનું 39મું સપનું હતું.

તેમના પ્રખ્યાત 50 ગીતોને ગિટાર પર વગાડવાનું શીખવું એમનું 40મું સપનું હતું.

ચૅમ્પિયન સાથે શતરંજની બાજી પર બેસવું એમનું વધુ એક સપનું હતું. યાદીમાં 41માં નંબરે.

લૅમ્બોર્ગિની ખરીદવા માગતા હતા. 42મું સપનું.

સુશાંતસિંહનાં સપનાંની છેલ્લી યાદી

આ એ છેલ્લું પાનું અને 50 સપનાઓની યાદી પૂરી.

વિએનામાં સૅન્ટ સ્ટીફન કૅથેડ્રલ જવું એમનું 43મું સપનું હતું.

વિઝિબલ સાઉન્ડ અને વાઇબ્રેશનનો પ્રયોગ કરવો તેમનું 44મું સપનું હતું.

ઇન્ડિયન ડિફૅન્સ ફૉર્સ માટે બાળકોને તૈયાર કરવા તેમનું 45મું સપનું હતું.

સુશાંત અને સ્વામી વિવેકાનંદ ડૉક્યુમૅન્ટરી

 • સુશાંત સ્વામી વિવેકાનંદ પર એક ડૉક્યુમૅન્ટરી બનાવવા માગતા હતા, જે એમનું 46મું સપનું હતું.
 • સર્ફ બૉર્ડ પર લહેરો સાથે રમવું એ એમનું આગળનું સપનું હતું.
 • 48મું સપનું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરવું છે.
 • બ્રાઝિલના ડાન્સ અને માર્શલ આર્ટ ફૉર્મ શીખવા સુશાંતનું 49મું સપનું હતું. છેલ્લું સપનું જે લખ્યું છે તે છે ટ્રેનમાં બેસી આખું યુરોપ ફરવું.
 • એવું નહોતું કે સુશાંત સપનાં ભેગાં કર્યે જતા હતા. કેટલાંક તેમણે પૂરાં પણ કરી લીધાં હતાં.

સુશાંતસિંહ રાજપૂતનું પૂરું થયેલું પહેલું સપનું

બીજું સપનું

ત્રીજું સપનું

સુશાંતસિંહ રાજપૂતનું પૂરું થયેલું 17મું સપનું

37મું સપનું

21મું સપનું

12મું સપનું

30મું સપનું

9મું સપનું

25મું સપનું

44મું સપનું

સુશાંતે 50 સપનાંઓની એક યાદી તૈયાર કરી હતી. 11 પૂરા થયા. જે નથી થયા એ હવે ક્યારેય નહીં થાય. કારણ કે એ સપનાંઓને જોનારી આંખો બંધ થઈ ચૂકી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો