ભારત-ચીન સીમાવિવાદ પર અમેરિકાએ શું કહ્યું?

ખીલાવાળા સળિયા

ભારત-ચીનની સરહદે ગલવાન ખાડીમાં થયેલા સંઘર્ષ બાદ 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યો, જેને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે.

આ દરમિયાન ચીની સૈનિકોએ ખીલાવાળા સળિયાઓથી હુમલો કર્યાનું સામે આવ્યું છે. ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ પણ આવા સળિયાઓથી હુમલો થયો હોવાની ખરાઈ બીબીસી સાથેની વાતચીતમાં કરી છે.

ગુરુવારે ચીનના વિદેશ મંત્રાલયની પત્રકારપરિષદમાં સમાચાર એજન્સી રૉયટર્સે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પૂછ્યું કે 'ભારતીય અધિકારીઓનું કહેવું છે કે સેનાના ચીનના સૈનિકોએ ખીલાવાળા સળિયાઓથી હુમલો કર્યો. આ વિશે તમે શું કહેશો?'

આ અંગે ચાઓએ કહ્યું, "શું સાચું છે અને શું ખોટું એ અંગે કોઈ ગૂંચવણ નથી. જવાબદારી ચીનની નથી. અમે સ્પષ્ટતા કરી છે કે મામલાની શરૂઆત કેવી રીતે થઈ હતી."

"ભારતીય સૈનિક લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ ઓળંગીને આવ્યા અને ચીનના સૈનિકો પર હુમલો કરી દીધો. એ પછી સામસામે ઘર્ષણ થયું."

"ચીનની માગ છે કે ભારત આ મામલે તપાસ કરે અને જવાબદારોને સજા આપે. ભારતે તકેદારી રાખવી જોઈએ ફરી આવી ઘટના ન ઘટે."

અમેરિકાની પ્રતિક્રિયા

અમેરિકાએ ગલવાન ખાડીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સોમવારે રાત્રે થયેલી હિંસક અથડામણ પર પહેલી વખત પ્રતિક્રિયા આપી છે.

અમેરિકાના વિદેશમંત્રી માઇક પૉમ્પિયોએ ટ્વીટ કરીને ભારત સાથે સંવેદના વ્યક્ત કરી.

માઇક પૉમ્પિયોએ કહ્યું કે અમે ચીન સાથે હાલમાં થયેલા સંઘર્ષને કારણે થયેલી જાનહાનિ માટે ભારતના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે તેમના પરિવારો, એમના આત્મીયજનો અને સમુદાયોનું સ્મરણ કરીશું.

અમેરિકા-ચીનના સંબંધોને સુધારવાની કોશિશ

એક તરફ ગલવાન ખાડીની ઘટના બાદ ભારત અને ચીન વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે ત્યારે અમેરિકા-ચીનના સંબંધોને સુધારવાની કોશિશ થઈ રહી છે.

ચીનના ડિપ્લોમૅટ યાંગ ચિચી અને અમેરિકાના વિદેશમંત્રી માઇક પૉમ્પિયોની બુધવારે બેઠક થઈ હતી. આ બેઠક સાત કલાક સુધી ચર્ચા ચાલી હતી.

બંને દેશ વચ્ચેની આ બેઠકનો એ રીતે પણ જોવામાં આવે છે કે અમેરિકા અને ચીન તણાવ વધવા દેવા માગતા નથી.

યાંગે અમેરિકાને કહ્યું કે તેઓ હૉંગકૉંગ, તાઇવાન અને શિન્જિયાંગ મામલે કોઈ દખલ ન કરે, આ તેમનો આંતરિક મામલો છે.

પૉમ્પિયોએ કહ્યું કે કોવિડ-19ની મહામારી મુદ્દે ચીન માહિતી આપવામાં પારદર્શિતા બતાવે.

ઇમેજ સ્રોત, Getty Images

ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું છે કે સરહદ પરની સ્થિતિ સ્થિર અને નિયંત્રણમાં છે.

ચીનના વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે બંને પક્ષો સ્થિતિને થાળે પાડવા માટે તૈયાર થઈ ગયા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઆ ચુનયિંગનું કહેવું છે, "ભારતના ફ્રંટલાઇન સૈનિકોએ સહમતી તોડી છે અને વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરી અને જાણીબૂજીને ચીનના સૈનિકો અને અધિકારીઓ પર હુમલો કર્યો. જેનાથી હિંસક ઘર્ષણ શરૂ થઈ ગયું."

તેમણે કહ્યું, "ભારતની વર્તમાન સ્થિતિ પર ખોટી ધારણા ન બાંધે અને ચીનની ક્ષેત્રીય સંપ્રભુતાની રક્ષા કરવાની ઇચ્છાશક્તિને ઓછી ન આંકે."

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ બાદ વર્તમાન તણાવની સ્થિતિ જોતાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે બુધવારે ફોન પર વાતચીત કરી.

ભારત સરકાર તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે ભારતે સોમવાર રાતે ઘટેલી ઘટના પર વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે ઘટના ચીનની ઉશ્કેરણી બાદ અને પહેલાંથી પૂર્વાયોજિત રણનીતિના ભાગરૂપે ઘટી છે. તેના પગલે હિંસા થઈ અને ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં.

બીજી બાજુ, ચીનના વિદેશમંત્રીએ આ સમગ્ર ઘટના પર ચીનનો પક્ષ રજૂ કર્યો. બન્ને નેતાઓએ વાતચીત પર ભારત આપતાં જણાવ્યું કે ભારત અને ચીનને નરેન્દ્ર મોદી-શી જિનપિંગ વચ્ચે સધાયેલી સહમતીનું પાલનું કરવું જોઈએ.

નિવેદનમાં જણાવાયું છે કે બન્ને પક્ષોએ ગલવાન ખીણમાં થયેલા હિંસક સંઘર્ષ બાદ સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સહમતી સાધી છે.

રાહુલ ગાંધીના પાંચ સવાલો

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર રાજનાથસિંહનું ટ્વીટ રિટ્વીટ કરીને પાંચ સવાલ પૂછ્યા છે. તેમણે પૂછ્યું :

1. આપે ટ્વીટ પર ચીનનું નામ ન લખીને ભારતીય સૈન્યનું અપમાન શા માટે કર્યું?

2. શ્રદ્ધાંજલિ પાઠવવામાં બે દિવસ કેમ લાગ્યા?

3. જ્યારે સૈનિકો મરી રહ્યા હતા ત્યારે આપ રેલી કેમ સંબોધી રહ્યા હતા?

4. આપ શા માટે છૂપાઈ રહ્યા છો અને આપનાં 'ક્રૉની મીડિયા'થી સૈન્યને કેમ બદનામ કરાવી રહ્યા છો?

4. વેચાઈ ગયેલાં મીડિયાથી ભારત સરકારને બદલે સૈન્યને કેમ બદનામ કરાવી રહ્યા છો?

જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણની ઘટના ઘટી જેમાં ભારતના 20 સૈનિકોનાં મૃત્યુ થયાં. આ મામલે કોઈ ચીને કોઈ જવાબદારી લેવાનો ઇન્કાર કર્યો છે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 19 તારીખે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

ભારત અને ચીનની વિવાદિત સરહદ પર 45 વર્ષ પછી પહેલી વખત કોઈનો જીવ ગયો છે.

ભારત અને ચીન વચ્ચે પૈંગૉન્ગ સરોવર અને ગલવાન નદી વિસ્તારમાં સીમા પર કોઈ રેખા નથી. અત્યંત ઠંડા વિસ્તારમાં આ સરોવર લદ્દાખ ક્ષેત્રમાં 4,350 મીટરની ઊંચાઈ પર આવેલું છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ચીન સરહદ પર માર્યા ગયેલા સૈનિકો અંગે કહ્યું છે કે જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય.

તેમણે ઉમેર્યું કે ભારત શાંતિ ઇચ્છે છે પણ ઉશેરવામાં આવશે તો જવાબી કાર્યવાહી કરવામાં પણ સક્ષમ છે.

આ દરમિયાન માર્યા ગયેલા સૈનિકો માટે વડા પ્રધાન, ગૃહમંત્રી અમિત શાહ અને 15 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય મંત્રીઓએ બે મિનિટ માટે મૌન પાળ્યું.

'અમારી કોઈ જવાબદારી નહીં'

ગ્લોબલ ટાઇમ્સ ચીનના વિદેશ મંત્રીને ટાંકીને લખે છે કે આ ઘટના બહુ સ્પષ્ટ છે અને તે ઍક્ચ્યુઅલ લાઇન ઑફ કંટ્રોલ પર ચીનની તરફે બની છે અને આમાં ચીનની કોઈ જવાબદારી બનતી નથી.

એમણે એમ પણ કહ્યું કે ભારત અને ચીન વહીવટીય સ્તરે અને સૈન્ય સ્તરે વર્તમાન તણાવને ઘટાડવાની કોશિશ કરી રહ્યા છે.

ચીન સાથેના તાજેતરનાં વર્ષોના સૌથી લોહિયાળ સંઘર્ષ અંગે ભારતીય સેનાએ જણાવ્યું : "ગલવાન ઘાટીમાં જ્યાં 15/16 જૂનની રાત્રે હિંસક અથડામણ થઈ હતી, ત્યાં બંને દેશની સેના અલગ થઈ ગઈ છે."

"ઝીરો-ડિગ્રી તાપમાનમાં ઊંચાઈએ ફરજ બજાવનાર 17 સૈનિક ઘર્ષણ સમયે ઘાયલ થયા હતા, જેઓ મૃત્યુ પામ્યાં છે, જેના કારણે મરણાંક 20 થયો છે."

"ભારતની સેના દેશની સીમાઓના રક્ષણ તથા સંપ્રભુતાના રક્ષણ માટે કટિબદ્ધ છે.

રાહુલ ગાંધીએ કહ્યું, 'વડા પ્રધાન ચૂપ કેમ?'

ઇમેજ સ્રોત, Getty Images

લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણની ઘટના ઘટી છે, જેમાં ભારતના 20 સૈનિકોનાં મૃત્યુ થયાં છે.

ભારત અને ચીનની વિવાદિત સરહદ પર 45 વર્ષ પછી પહેલી વખત કોઈનો જીવ ગયો છે.

આ ઘટના પછી કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ તેમના ટ્વીટમાં લખ્યું છે કે આખરે વડા પ્રધાન ચૂપ કેમ છે? તેઓ સંતાઈ કેમ રહ્યા છે. હવે ઘણું થયું. અમારે એ જાણવાની જરૂર છે આખરે શું થયું છે?

આ સિવાય રાહુલ ગાંધીએ એક વીડિયો પણ શૅર કર્યો છે.

ચીન સાથેના તાજેતરનાં વર્ષોના સૌથી લોહિયાળ સંઘર્ષ અંગે ભારતીય સેનાએ જણાવ્યું : "ગલવાન ઘાટીમાં જ્યાં 15/16 જૂનની રાત્રે હિંસક અથડામણ થઈ હતી, ત્યાં બંને દેશની સેના અલગ થઈ ગઈ છે."

"ઝીરો-ડિગ્રી તાપમાનમાં ઊંચાઈએ ફરજ બજાવનાર 17 સૈનિક ઘર્ષણ સમયે ઘાયલ થયા હતા, જેઓ મૃત્યુ પામ્યાં છે, જેના કારણે મરણાંક 20 થયો છે."

"ભારતની સેના દેશની સીમાઓના રક્ષણ તથા સંપ્રભુતાના રક્ષણ માટે કટિબદ્ધ છે.

ભારત અને ચીન વચ્ચે પૈંગૉન્ગ સરોવર અને ગલવાન નદી વિસ્તારમાં સીમા પર કોઈ રેખા નથી. અત્યંત ઠંડા વિસ્તારમાં આ સરોવર લદ્દાખ ક્ષેત્રમાં 4,350 મીટરની ઊંચાઈ પર આવેલું છે.

ભારતીય સેનાના વડા મથક તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે ચીનની સેનાને પણ નુકસાન વેઠવું પડ્યું છે. જોકે. હજી સુધી ચીનના કેટલા સૈનિક માર્યા ગયા કે ઘાયલ થયા એને લઈને સ્પષ્ટ જાણકારી સામે નથી આવી.

સેનાના મુખ્યાલય તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ હાલ મામલાને ઉકેલવા માટે ઘટનાસ્થળે બેઠક યોજી રહ્યા છે.

ગલવાન ખીણ ભારત ચીનની લદાખ સીમારેખાનો વિસ્તાર છે અને સૈન્ય તણાવ ઘટાડવા માટે બન્ને દેશના મેજર-જનરલ સ્તરના અધિકારીઓ વાતચીત કરી રહ્યા છે.

પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપતા ભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું, "ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં સીમાવર્તી વિસ્તારમાં સૈનિક અને વ્યૂહાત્મક માધ્યમોથી તણાવ ઘટાડવા અંગે વાતચીત કરી રહ્યા છે."

તેમણે ઉમેર્યું, "છ જૂને સિનિયર કમાન્ડરોની બેઠક બહુ સારી રહી હતી અને તેમાં તણાવ ઘટાડવા માટેની પ્રક્રિયા પર સહમતી બની હતી. એ બાદ ઘટનાસ્થળે હાજર કમાન્ડરોની બેઠકો પણ શરૂ થઈ હતી, જેથી એ સહમતીને ગ્રાઉન્ડ લેવલ પર લાગુ કરી શકાય, જે અધિકારીઓ વચ્ચે સધાઈ હતી."

તેમણે કહ્યું, "અમને આશા હતી કે બધું જ સરળતાથી થઈ જશે. જોકે, ચીની પક્ષ એ સહમતીથી હઠી ગયો કે ગલવાન ખીણમાં લાઇન ઑફ ઍક્ચ્યુલ કંટ્રોલનું સન્માન કરવામાં આવશે."

સોમવાર રાતના ઘર્ષણ અંગે તેમણે જણાવ્યું કે "15 જૂનની મોડી સાંજે અને રાતે હિંસક ઘર્ષણ થયું હતું. આનું કારણ એ હતું કે ચીની પક્ષે એક તરફી હાલની પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો. બન્ને તરફથી લોકો ઘાયલ થયા, જેને ટાળી શકાયું હોત, જો ચીની પક્ષે ઉચ્ચસ્તરે બનેલી સહમતીનું યોગ્ય રીતે પાલન કર્યું હોત."

શબ્દોમાં દુઃખ વ્યક્ત નથી કરી શકતો : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ચીનસરહદ પર ભારતીય સૈનિકોનાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યું, "સૈન્યના જે અધિકારી કે જવાનોએ આપણા દેશ માટે પોતાનો જીવ ગુમાવ્યો, તેમના માટે હું કેટલો દુઃખી છું એ શબ્દમાં જણાવી શકું એમ નથી. તેમના તમામ સ્નેહીજનો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. આ મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે છે."

ચીનના પક્ષે નુકસાન?

ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમસ'ના અધિકૃત ટ્વિટર હૅન્ડલથી કરાયેલા ટ્વીટમાં સ્પષ્ટતા કરાઈ છે કે ચીનના પક્ષે થયલા વાસ્તવિક નુકસાનને ગ્લોબલ ટાઇમ્સે રિપોર્ટ કર્યો જ નથી.

ટ્વીટમાં અખબારે એવું પણ કહ્યું કે ગ્લોબલ ટાઇમ્સ આ મામલે નુકસાનની સંખ્યાની પુષ્ટિ કરી શકે એમ નથી.

ગ્લોબલ ટાઇમ્સના એડિટર હુ શીજીને ટ્વીટ કરીને આ ઘર્ષણમાં ચીનના પક્ષને પણ નુકસાન થયું હોવાનું જણાવ્યું છે.

જોકે, તેમણે ચીનને નબળું નહીં ગણવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

"મને જે જાણવા મળ્યું એ અનુસાર ગલવાન ખીણમાં થયેલા શારીરિક ઘર્ષણમાં ચીનના પક્ષે પણ નુકસાન થયું છે. હું ભારતીય પક્ષને કહેવા માગીશ કે અહંકારી ન બનો અને ચીનના સંયમને નબળાઈ ન ગણો. ચીન ભારત સાથે સંઘર્ષ ઇચ્છતું નથી પણ અમે એનાથી ડરતા પણ નથી."

વાતચીતથી ઉકેલ લવાશે : ચીન

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ અનુસાર ચીનના વિદેશમંત્રીએ કહ્યું છે કે વર્તમાન વિમાનનો ઉકેલ વાતચીતના આધારે જ થશે અને આ માટે બન્ને દેશો તૈયાર થઈ ગયા છે.

ચીનના વિદેશમંત્રી અનુસાર બન્ને રાષ્ટ્રો સરહદ પર શાંતિપૂર્ણ સ્થિતિ કાયમ રાખવા માટે તૈયાર થયાં છે.

વડા પ્રધાનની બેઠકમાં સામેલ થશે સંરક્ષણમંત્રી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ વાગ્યાથી વિવિધ મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ થકી બેઠક કરી રહ્યા છે.

આ બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેશે.

ભારત પર આરોપ

ચીને મંગળવારે ભારત પર બંને દેશો વચ્ચેની વિવાદિત સરહદને ઓળંગવાનો આરોપ મૂક્યો.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે ભારતીય ટુકડીઓએ સોમવારે બે વાર સીમા રેખા ઓળંગી અને એ રીતે ચીનના સૈનિકોને ઉશ્કેરી તેમની પર હુમલો કર્યો જેના પરિણામે બંને બાજુએ સેનાઓ વચ્ચે ગંભીર અથડામણ થઈ.

સમાચાર સંસ્થા એએફપી અનુસાર બેજિંગે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતીય સૈનિકોએ સરહદ ઓળંગીને ચીનના સૈનિકો પર હુલો કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો