કોકિલાબેને પૂછ્યું, 'રસોડે મેં કૌન થા?' સંબિત પાત્રાએ આપ્યો જવાબ - સોશિયલ

ઇમેજ સ્રોત, Social Media Grab
સ્ટાર પ્લસ પર ત્રણ વર્ષ પહેલાં એક ધારાવાહિક શ્રેણી 'સાથ નિભાના સાથિયા' બંધ થઈ હતી.
ઘણા લોકો હશે જેમણે આ સિરીયલ નહીં જોઈ હોય પણ આ સિરીયલનો એક ડાઇલૉગ આજે વર્ષો બાદ લોકોના મોઢે ચઢ્યો છે. તે ડાઇલૉગ છે 'રસોડે મેં કૌન થા?'
આ ડાઇલૉગ એટલો ટ્રૅન્ડમાં છે કે નેતાઓ પણ તેનો ઉપયોગ ટીવી ડિબેટ દરમિયાન કરી રહ્યા છે.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કૉંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધતાં એક ટીવી ડિબેટમાં આ ડાઇલૉગનો ઉપયોગ કરી નાખ્યો.
સંબિત પાત્રાએ ડાઇલૉગ બોલ્યા બાદ કહ્યું, 'આજે હું તમને કહું છું. જુઓ આ રાહુલ જ રાશિ છે અને આ ખાલી કૂકર કૉંગ્રેસ પાર્ટી છે.'
ત્યારબાદ સોશિયલ મીડિયા પર સંબિત પાત્રા અને 'રસોડે મેં કૌન થા?' સાથે મીમ્સ બનવા લાગ્યા.
આ ડાઇલૉગ કેવી રીતે ટ્રૅન્ડ થયો?
આ ડાઇલૉગ મ્યુઝિક પ્રૉડ્યુસર યશરાજ મુખાટેના કારણે ચર્ચામાં આવ્યો છે.
તેમણે કોકિલાબેનના ડાઇલૉગ 'કુકર મેં સે ચને નિકાલ દિયે ઔર ખાલી કુકર ગૅસ પર ચઢા દીયા' ડાઇલૉગને રૅપ સૉન્ગમાં પરિવર્તિત કરી નાખ્યો.
વાઇરલ થયેલા આ વીડિયોને યશરાજ મુખાટેએ ઇન્સ્ટાગ્રામ પર 20 ઑગસ્ટના રોજ શૅર કર્યો હતો.
આ વીડિયો જોયા બાદ લોકોને તેમની ક્રિએટિવિટી એટલી પસંદ આવી કે વીડિયોના ફૅન બની ગયા.
ત્યારબાદ સોશિયલ મીડિયાની જનતા - મૈં થી, તુમ થી, કૌન થા? વો કૌન થા જિસને રસોઈ કી ગૅસ પર ખાલી કુકર ચઢાયા? જેવા સવાલોના જવાબ આપી રહી છે, તે પણ સ્ટાઇલમાં.
આ વીડિયો જોયા બાદ ટ્ર્રૅન્ડિંગ કૅરેક્ટરમાંથી એક રાશિ એટલે કે રુચા સબનિસે પણ પ્રતિક્રિયા આપી છે અને ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શૅર કરી લખ્યું, 'વો મૈં થી.'
આ વાઇરલ રૅપ પર નેટફ્લિકસ ઇન્ડિયાએ પણ ટ્વીટ કર્યું હતું.
તો બાકી જનતાએ કંઈક આ રીતે પ્રતિક્રિયા આપી.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો