'9 વાગ્યે 9 મિનિટ' સોશિયલ મીડિયા પર આટલો ટ્રેન્ડ કેમ થયો?

બેરોજગારી

ઇમેજ સ્રોત, Twitter/ugc

બેરોજગારીને લઈને સમગ્ર દેશમાં અનેક જગ્યાએથી અવાજ ઊઠતો રહ્યો છે. કોરોના વાઇરસ અને લૉકડાઉનને કારણે અનેક લોકોએ પોતાની નોકરીઓ ગુમાવવી પડી છે.

બુધવારે રાત્રે આને લઈને '9 વાગ્યે 9 મિનિટ' કૅમ્પેન ચલાવવામાં આવ્યું. આ કૅમ્પેનને વિપક્ષોનું પણ સમર્થન મળ્યું.

9 વાગ્યે 9 મિનિટ કૅમ્પેનમાં પોતાના ઘરોની લાઇટ બંધ કરવાની અપીલ કરવામાં આવી હતી.

આ સાથે જ સોશિયલ મીડિયા ટ્વિટર પર #9बजे9मिनट ટૉપ ટ્રેન્ડમાં રહ્યો.

ઇમેજ સ્રોત, TWITTER UGC

દેશભરના યુવાનો અને ઘણા વિપક્ષના નેતાઓએ આને લઈને ટ્વિટ કરવાનું શરૂ કર્યું. જેના કારણે આ હૅશટેગ ટૉપ ટ્રેન્ડમાં બનેલો રહ્યો. કંગના રનૌતને પણ પાછળ છોડીને તે ટ્વીટર પર ટૉપ પર પહોંચી ગયો.

લોકોએ પોતાના હાથમાં મીણબત્તી લઈને તસવીરો શેર કરી. બુધવાર રાત્રે 11 વાગ્યા સુધીમાં જ આ હૅશટેગ સાથે 10 લાખથી પણ વધારે ટ્વિટ થઈ ચૂક્યાં હતાં.

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને સપા નેતા અખિલેશ યાદવે પણ મીણબત્તી સળગાવીને યુવાનોનો સાથ આપ્યો હતો.

બિહારમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ અને રાબડીએ પણ ફાનસ લઈને તેમાં ભાગ લીધો.

આ દરમિયાન તેજસ્વી યાદવે કહ્યું કે બિહાર બેરોજગારીનું કેન્દ્ર બની ચૂક્યું છે.

સોશિયલ મીડિયા પર લોકોએ તસવીરો અને પોસ્ટ સાથે આ હૅશટેગનો ઉપયોગ કર્યો હતો.

વિપક્ષોની સાથે સાથે યુવાનોએ પણ રોજગારની લઈને ટ્વિટ કરવાનાં શરૂ કર્યાં હતાં.