હાર્લી-ડેવિડસન ભારતમાં વેચાણ અને ઉત્પાદન કારોબાર બંધ કરશે

હાર્લી

ઇમેજ સ્રોત, Robert Alexander/Getty Images

પ્રખ્યાત બાઇક રંપની હાર્લી-ડેવિડસન ઇન્કનું કહેવું છે કે તેઓ ભારતમાં તેમનો વેચાણ અને ઉત્પાદનનો કારોબાર બંધ કરી રહ્યાં છે.

કંપની ડીલરશિપ ખર્ચ ઓછો આવે ત્યાં શિફ્ટ કરવા પર મહિનાઓથી કામ કરી રહી હતી.

કંપની છેલ્લા 14 ક્વાર્ટરમાં નિર્ધારિત લક્ષ્ય હાંસલ કરી શકી નથી.

ભારત દુનિયાનું સૌથી મોટું મોટરસાઇકલ માર્કેટ છે અને કંપની ત્યાંથી બહાર જઈ રહી છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આ શિફ્ટિંગમાં રિસ્ટ્રક્ચરિંગ ખર્ચ 75 મિલિયન અંદાજવામાં આવ્યો છે. હાર્લી-ડેવિડસનનો બાવલ પ્લાન્ટ બંધ થઈ જશે.

ફારુક અબ્દુલ્લા : કાશ્મીરીઓ ઇચ્છે છે કે ચીન આવી જાય

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

FAROOQ

જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ એક ઇન્ટરવ્યૂમાં બુધવારે કહ્યું કે હાલની ક્ષણે કાશ્મીરના લોકો ભારતીય હોવાનું નથી અનુભવતા અને પોતાને ભારતીય નથી કહેવડાવવા માગતા. તેમણે એવું પણ કહ્યું કે કેટલાક કાશ્મીરીઓ ઇચ્છે છે કે ચીન આવી જાય.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અખબારના અહેવાલ પ્રમાણે એક ઇન્ટરવ્યૂમાં સવાલના જવાબમાં ફારુક અબ્દુલ્લાએ આ નિવેદન આપ્યું. અબ્દુલ્લાએ કહ્યું કે લોકો આવું માને છે કારણકે કાશ્મીરમાં લોકો સરકાર પર હવે વધુ ભરોસો કરી શકે તેમ નથી.

તેમણે કહ્યું, "વિભાજન સમયે કાશ્મીરના લોકો પાકિસ્તાન સાથે જતા રહે એ ખૂબ સરળ હતું પરંતુ તેઓ ગાંધીના ભારત સાથે જોડાયા અને નહીં કે મોદીના ભારત સાથે." કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કરતાં તેમણે દાવો કર્યો કે તેઓ ખીણમાં જ્યાં પણ ભારત વિશે વાત કરે છે, તેમને સાંભળનારું કોઈ નથી. તેમણે દાવો કર્યો કે કાશ્મીરની દરેક શેરીમાં એકે-47 સાથે સુરક્ષાકર્મી ઊભા છે, તો સ્વતંત્રતા ક્યાં છે?

રાકુલ પ્રિત, શ્રુતિ મોદી અને સિમોન ખંભાતા આજે એનસીબી સમક્ષ હાજર થશે

ઇમેજ સ્રોત, INSTAGRAM/RAKULPREET

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી કથિત બૉલિવૂડ-ડ્રગ્સ જાળની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના જાણીતા લોકોને પૂછપરછ માટે સમન મોકલ્યા છે. રકુલ પ્રિત સિંહ, સુશાંત સિંહનાં મૅનેજર રહેલાં શ્રુતિ મોદી અને ડિઝાઇનર સિમોન ખંભાતાને આજે પૂછતાછ માટે બોલાવાયાં છે.

પીટીઆઈ અનુસાર એનસીબીના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે દીપિકા પાદુકોણને પૂછતાછ માટે 25 સપ્ટેમ્બરે હાજર થવા માટે કહેવાયું છે, જ્યારે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને 26 સપ્ટેમ્બરે બોલાવ્યાં છે.

આ પહેલા પાદુકોણનાં મૅનેજર કરિશ્મા પ્રકાશને પણ તપાસ માટે બોલાવાયાં હતાં પરંતુ તેમણે તબિયત ખરાબ હોવાને કારણે કેટલોક સમય માગ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે તેમને શુક્રવાર સુધી હાજર થવાની છૂટ આપવામાં આવી છે.

એનસીબીના સૂત્રો અનુસાર પ્રકાશની વૉટ્સઍપ વાતચીતમાં ડ્રગ વિશેની ચૅટ મળી છે.

રફાલ સોદમાં હજી ઑફસૅટની શરતો પૂર્ણ નથી થઈ - CAG

ઇમેજ સ્રોત, Getty Images

ફ્રાન્સની હથિયાર ઉત્પાદક કંપનીઓ દસો ઍવિએશન અને એમબીએ ભારત સાથેની રફાલ ફાઇટર જેટની ડિલમાં સમજૂતીના ચાર વર્ષ પછી પણ ઑફસૅટની શરતોનું પાલન નથી કર્યું.

ડેક્કન હૅરાલ્ડ અખબારના અહેવાલ પ્રમાણે કમ્પ્ટ્રૉલર ઍન્ડ ઑડિટર જનરલ (CAG)એ સંસદમાં બુધવારે આ જાણકારી આપી.

માહિતી પ્રમાણે ભારતને 36 સંપૂર્ણ સજ્જ રફાલ લડાકૂ વિમાનો પૂરા પાડવાના 59 હજાર કરોડના રફાલ સોદામાં સમજૂતી પ્રમાણે ઑફસૅટની શરતોના 30%નું પાલન કરવાનું હતું, જે સોદાના ચાર વર્ષ પછી પણ કંપનીએ પૂર્ણ નથી કર્યું.

માહિતી પ્રમાણે ભારતને 36 સંપૂર્ણ સજ્જ રફાલ લડાકૂ વિમાનો પૂરા પાડવાના 59 હજાર કરોડના સોદામાં સમજૂતી પ્રમાણે ઑફસૅટની શરતોના 30%નું પાલન કરવાનું હતું, જે સોદાનાં ચાર વર્ષ પછી પણ કંપનીએ પૂર્ણ નથી કર્યું.

જોકે CAG દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં ભારતીય ઑફસૅટ ભાગીદારની પસંદગીવાળા મુદ્દા પર મૌન ધારણ કરવામાં આવ્યું છે. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સને મોદી સરકાર તરફથી આ સોદામાં ઑફસૅટ ભાગીદાર તરીકે ખોટી રીતે લાભો આપવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારનો ગુંડા ઍક્ટ વિધાનસભામાં પસાર

ગુજરાત વિધાનસભામાં બુધવારે ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિ (નિવારણ) કાયદો પસાર થઈ ગયો હતો.

ધ હિન્દુ અખબારના અહેવાલ પ્રમાણે આ કાયદાનો હેતુ અસામાજીક તત્વો સામે આકરી કાર્યવાહી કરવાનો છે.

રાજ્ય સરકારે કહ્યું કે તે રાજ્યને અપરાધમુક્ત બનાવવા અને નિર્દોષ લોકોને સતામણીથી બચાવવા ઈચ્છે છે.

અહેવાલ જણાવે છે કે આ પગલું સામાન્ય રીતે શાંત ગણાતા રાજ્યમાં વધી રહેલી ગુનાખોરીની પ્રવૃત્તિનું સૂચક છે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની દ્રષ્ટિએ આંચકાજનક છે.

સુરત અને જામનગર જેવાં વેપારીકેન્દ્રોમાં હાલના દિવસોમાં સંગઠિત ગુનાઓમાં વધારો નોંધાયો છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો