પહેલી માર્ચથી દૂધ 100 રૂપિયે લિટર કલ્પના કરી શકો છો? - સોશિયલ

શું દુધના ભાવ ખરેખર વધવાના છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

શું દુધના ભાવ ખરેખર વધવાના છે?

પહેલી માર્ચથી દૂધ 100 રૂપિયે લિટર કલ્પના કરી શકો છો? હેડલાઇન વાંચીને ચોંકી ન જશો. આવી કોઈ જાહેરાત ન તો સરકારે કરી છે ન તો ડેરીઉદ્યોગે પણ દૂધનો ભાવ અચાનક સોશિયલ મીડિયામાં છવાયો છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની ચર્ચા છે ત્યારે ટ્વિટર પર દૂધ પહેલી માર્ચથી 100 રૂપિયે લિટર એ મુજબના સંદેશાઓ સાથે #1मार्चसेदूध100लीटर ટ્રેન્ડ થઈ રહ્યું છે.

આ ટ્રેન્ડનો સંબંધ ખેડૂત આંદોલન, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે જોડાઈ રહ્યો છે.

દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ આવી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ સોશિયલ મીડિયામાં આ ટ્રેન્ડને વર્તમાન ખેડૂત આંદોલન અને ખેડૂતો-મજૂરોની એકતા અને પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ સાથે જોડવામાં આવી રહ્યો છે.

લોકો અલગ અલગ મિમ શૅર કરીને આના પર વાત કરી રહ્યા છે.

27 ફેબ્રુઆરીએ 42 હજાર જેટલા ટ્વિટર યુઝરે આ મામલે ટ્વીટ કરી.

ગુરપંથ સંઘુ નામના યુઝરે કિસાન એકતા, કિસાન-મજૂર એકતા ઝિંદાબાદ સાથે એક મિમ શૅર કર્યું. આ મિમમાં લખાયું હતું, તમારુ પેટ્રોલ પેટ્રોલ અને અમારું દૂધ પાણી.

એમ. કે. મીના નામના યુઝર લખે છે કે ગુરુ રવિદાસ જંયતીની ઉજવણીમાં ખેડૂત આંદોલનને મજબૂત કરવા આ ખુલ્લું આમંત્રણ છે.

મુકેશ મીના નામના યુઝર લખે છે જો તમને 100 રૂપિયે લિટર પેટ્રોલ પોસાતું હોય તો તમે 100 રૂપિયે લિટર દૂધ પણ ખરીદી જ શકો.

નિમો તાઈ 3.0 લખે કે આ સરકાર સાથે પનારો પાડવાનો શ્રેષ્ઠ રસ્તો છે. તેઓ એક સમાચારનું કટિંગ પણ શૅર કરે છે. આ સમાચારની બીબીસી પુષ્ટિ કરતું નથી.

જેમ પેટ્રોલ 35 રૂપિયાની આસપાસ મળતું હોય છે પરંતુ તેમાં ટૅક્સ ઉમેરાતા તેની કિંમતમાં વધારો થાય છે. આવી જ રીતે દૂધ પર વિવિધ પ્રકારના ટૅક્સ નાખીને વિકાસ જાખર નામના યુવાને એક ટ્વીટ કર્યું છે.

વિકાસ જાખરે ટ્વીટ કર્યું છે કે હું સપોર્ટ કરું છું દૂધના ભાવ 100 રૂપિયા અને મજૂર એકતા દિવસને.

તેમણે જે તસવીર શેર કરી છે તેમાં દૂઘની મુખ્ય કિંમત પર લીલા ચારાનો ટૅક્સ, ગોબરનો ટૅક્સ, લેબર ચાર્જ અને ખેડૂતોના લાંભાશ એમ વિવિધ રકમ ઉમેરવામાં આવી છે.

ઉમેશ નામના યુઝર પોતાને મધ્યમવર્ગના માણસ ગણાવી પોતે નહીં બચે એવું મિમ શૅર કરે છે.

સુનીલ ધિલ્લોન નામના યુઝર લખે છે. પેટ્રોલના ભાવ વધારવા મતલબ ફુગાવો, ફૂડ પ્રાઇસમાં વધારો મતલબ ભૂખમરો.

મમતા મીના લખે છે જેમણે મગજશક્તિ વધારવી હોય એમણે 1 માર્ચથી 100 રૂપિયે લિટર દૂધ પીવું જોઈએ.

અનેક લોકો આ ટ્રેન્ડને સમર્થન એટલે ખેડૂત આંદોલનને સમર્થન એવી વાત કરે છે.

સોશિયલ મીડિયામાં છવાયેલી આ ચર્ચાનો સંબંધ દૂધના સંભવિત ભાવ વધારા સાથે પણ છે.

ડીએનએના એક અહેવાલ મુજબ પરિવહનમાં ખર્ચ વધતા પહેલી માર્ચથી દૂધના ભાવમાં 12 રૂપિયા પ્રતિ લિટર વધારો થઈ શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો