નોટબંધી વખતે લવાયેલી 2000 રૂપિયાની નોટ માર્કેટમાં ઓછી દેખાવાનું કારણ શું છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ધ મિન્ટના અહેવાલ અનુસાર ભારતીય રિઝર્વ બૅન્કે જુલાઈમાં જ બે હજાર રૂપિયાની નોટને છાપવાનું બંધ કરી દીધી હતું

નવેમ્બર 2016માં એક રાત્રે અચાનક જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચસો અને હજાર રૂપિયાની નોટને બંધ કરવાની જાહેરાત કરી હતી. પછી સરકાર ગુલાબી રંગની બે હજાર રૂપિયાની નવી નોટ લઈને આવી.

હવે ધીમેધીમે આ નોટ પણ બજારમાંથી ગાયબ થઈ રહી છે. અમે આનું કારણ જાળવાનો પ્રયત્ન કર્યો.

8 નવેમ્બરની એ રાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરતા કહ્યું કે રાત્રે 12 વાગ્યા પછી પાંચસો અને હજાર રૂપિયાની નોટ બંધ થઈ જશે અને આની જગ્યાએ ભારતીય રિઝર્વ બૅન્ક બે હજાર રૂપિયા અને પાંચસો રૂપિયાની નવી નોટ જાહેર કરશે.

ત્યારથી નવી 500ની નોટ ખૂબ ચાલી રહી છે. જોકે છેલ્લાં બે વર્ષમાં બે હજારની નવી નોટ પહેલાં એટીએમ પછી બૅન્કોમાંથી ગાયબ થઈ ગઈ.

હાલમાં જ રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આરબીઆઈએ વર્ષ 2019 અને 2020માં બે હજાર રૂપિયાની નવી નોટ છાપી જ નથી.

તો પછી બે હજારની નોટ ગઈ ક્યાં?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

8 નવેમ્બરની રાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી

સૌથી પહેલી વાત તો એ કે સરકારે બે હજાર રૂપિયાની નોટ બંધ કરી નથી. આનો અર્થ એ થાય છે કે તમારી પાસે જે બે હજાર રૂપિયાની નોટ છે તે ચાલશે.

મામલો એ છે કે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બૅન્ક બે હજાર રૂપિયાની નોટને ચલણની જગ્યાએ પાંચસો રૂપિયાની નવી નોટને પ્રાધાન્ય આપવા માગી રહી છે. આ સરકારની આર્થિક નીતિનો ભાગ છે.

આનો અર્થ એ પણ છે કે જ્યારે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો તો અચાનક જ અનેક લાખ કરોડ રૂપિયા અર્થવ્યવસ્થામાંથી ગાયબ થઈ ગયા હતા. ત્યારે એક મોટી નોટ લાવવામાં આવી હતી જેથી લોકોને રાહત આપી શકાય અને મુદ્રાને પણ બજારમાં લાવી શકાય.

આ પછી તબક્કાવાર રીતે સરકારે આ નોટને ચલણમાંથી ઘટાડવાનું કામ કર્યું.

બીબીસી સાથે વાતચીત કરતા અર્થશાસ્ત્રી વસંત કુલકર્ણી અને ચંદ્રશેખર ઠાકુરે આ મુદ્દા પર પ્રકાશ નાખ્યો.

વસંત કુલકર્ણીએ બીબીસીને કહ્યું, "જ્યારે નોટબંધી થઈ ત્યારે 86 ટકા કરન્સી પાંચસો અને હજાર રૂપિયાની નોટમાં હતી. એક રાતમાં આ નોટ રદ થઈ ગઈ હતી."

"એવામાં લોકોની પાસે પૈસા ખતમ થઈ જવાના હતા. સરકાર બે હજાર રૂપિયાની નોટ લઈને આવી. તેને છાપવામાં અને વહેંચવામાં ઓછો ખર્ચ થવાનો હતો. પછી ધીમેધીમે ઓછી રકમની નોટ બજારમાં આવવા લાગી."

નવી બે હજાર રૂપિયાની નોટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

બે હજાર રૂપિયાની નોટ ગઈ ક્યાં?

ચંદ્રશેખર ઠાકુર નકલી નોટના મુદ્દાને ઉઠાવીને કહે છે, "નોટબંધીનો ઉદ્દેશ્ય નકલી નોટોના બજારને બહાર કરવાનો અને મોટા નાણાકીય ગેરકાયદેસર વેપાર પર રોક લગાવવાનો હતો."

"મોટી કિંમતની નોટ નકલી નોટોને ચલાવવાનો ભય ઊભો થાય છે. સાથે જ મોટી નોટોને જમા કરીને રાખવાથી નાણાંની ગડબડ થવાની સંભાવનાઓ પણ ઉદ્દભવે છે. એવામાં આ પ્રકારે નોટોની સંખ્યા ઓછી કરવી સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ."

આ ઉપરાંત ઠાકુરનું એમ પણ કહેવું છે કે ભારતમાં મધ્યમવર્ગ અને ગરીબવર્ગને આટલી મોટી નોટની જરૂરિયાત નથી. એવામાં લોકોની જરૂરિયાતો માટે 500 રૂપિયાની નોટ યોગ્ય છે.

કેન્દ્રીય નાણામંત્રાલયે સમયાંતરે લોકસભામાં બે હજારની નોટને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતું રહ્યું છે. આરબીઆઈની નીતિથી એ પણ સ્પષ્ટ છે.

અનુરાગ ઠાકુરે વર્ષ 2020માં કહ્યું હતું, "માર્ચ 2019માં 329.10 કરોડ રૂપિયાની કિંમતની બે હજાર રૂપિયાની નોટ બજારમાં ચાલી રહી હતી. જ્યારે માર્ચ 2020માં આની કિંમત ઓછી થઈને 273.98 કરોડ રૂપિયા રહી ગઈ."

હવે તેમણે લોકસભામાં કહ્યું છે કે ગત બે વર્ષોમાં બે હજાર રૂપિયાની નોટ છાપવામાં જ નથી આવી. આનો અર્થ એ છે કે ધીમેધીમે બજારમાંમથી બે હજાર રૂપિયાની નોટ ઓછી થઈ રહી છે.

આ નીતિ પર ચાલવાના કારણે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ 2020 પછી બૅન્કોના એટીએમમાંથી આ નોટને હઠાવવાનો આદેશ આપ્યો.

આ જ પ્રકારે તબક્કા વાર માર્ચ 2020થી દેશના 2,40,000 એટીએમમાંથી બે હજાર રૂપિયાની નોટને હઠાવી દેવામાં આવી અને તેમની જગ્યા નાની નોટે લઈ લીધી.

શરૂઆતમાં આ નોટ એટીએમમાંથી હઠાવી લેવામાં આવી અને ધીમેધીમે તે બૅન્કમાં પણ મળવાની બંધ થઈ ગઈ.

જોકે નાણામંત્રાલયે વારંવાર કહ્યું છે કે બે હજાર રૂપિયાની નોટ રદ નથી થઈ, માત્ર તેનું ચલણ ઘટી ગયું છે.

બે હજાર રૂપિયાની નોટનો ઉપયોગ કેમ ઘટાડી દેવાયો?

ઇમેજ સ્રોત, RBI

ઇમેજ કૅપ્શન,

કેન્દ્ર સરકારે મોટી નોટો બંધ કરવાની જાહેરાત કરી પછી આની સાથે જોડાયેલા ભોજપુરી ગીત ધૂમ મચાવી રહ્યાં છે

દુનિયાના અર્થશાસ્ત્રીઓનો મત આની પર એક છે. આનું એક કારણ છે કે મોટા સ્તરે ભ્રષ્ટાચારને આના દ્વારા રોકી શકાય. જો આવી નોટનો ચલણમાં ઉપયોગ ઓછો થશે તો ભ્રષ્ટાચાર પણ ઘટશે.

કેન્દ્ર સરકારે મોટી નોટો બંધ કરવાની જાહેરાત કરી પછી આની સાથે જોડાયેલા ભોજપુરી ગીત ધૂમ મચાવી રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં 'અર્થક્રાંતિ' નામથી નાણાકીય આંદોલન શરૂ કરનારા અર્થશાસ્ત્રી અનિલ બોકિલ બે હજાર રૂપિયાની નોટની સામે અવાજ ઉઠાવે છે.

તેમના સહયોગી પ્રશાંત દેશપાંડેએ બીબીસીને કહ્યું, "નકલી નોટ મોટી નોટમાં વધારે હોય છે, કારણ કે આનો ઉપયોગ સામાન્ય રીતે નાણાકીય ગોટાળાઓ અને ગેરકાયદેસર વહીવટમાં કરવામાં આવે છે. સાથે જ ભારતમાં પહોંચતા પહેલાં નકલી નોટ અનેક ઠેકાણેથી પસાર થાય છે. દરેક જગ્યાએ આના પર દલાલ પોતાનો ભાગ કાપે છે."

"આનાથી એકદમ ઊલટું, જેટલી મોટી નોટ હશે એટલી વધારે નકલી નોટ છાપનારાને ફાયદો થશે. નકલી નોટ છાપવાનું આ જ સીધું ગણિત છે."

દેશપાંડે કહે છે કે સરકારે બે હજાર રૂપિયાની નોટની સંખ્યા ઓછી કરવાની પાછળ આ જ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

તે કહે છે, "આપણે જોયું છે કે બ્રિટન અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં સો ડૉલર અથવા પાઉન્ડથી મોટી નોટ હોતી નથી."

ચંદ્રશેખર ઠાકુર કહે છે કે જો ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવામાં આવે તો ભ્રષ્ટાચાર અને નાણાંની ખોટી હેરફેરને ઘટાડી શકાય છે.

તે કહે છે, "કેન્દ્ર સરકારને આ વાતનો અહેસાસ છે કે જો અમે ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપીશું તો બે હજાર રૂપિયાની નોટની જરૂરિયાત નહીં રહે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો