સચિન વાઝે 3 એપ્રિલ સુધી એનઆઈએની કસ્ટડીમાં, કહ્યું, ‘મને બલિનો બકરો બનાવાયો’ - TOP NEWS

સચિન વાઝે

મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં નિવાસસ્થાન ઍન્ટિલિયા બહાર મળેલી વિષ્ફોટકોવાળી કાર તથા કાર સાથે સંકળાયેલ વ્યક્તિ મનસુખ હિરેનના હત્યા કેસમાં ધરપકડ કરાયેલા મુંબઈ પોલીસના અધિકારી સચિન વાઝેએ કહ્યું કે, તેમને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.

તેમને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમાં તેમણે આ વાત કહી હતી.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર સચિન વાઝેએ કોર્ટમાં કહ્યું કે તે માત્ર દોઢ દિવસ સુધી ઍન્ટિલિયા કેસના તપાસ અધિકારી હતા.

તેમણે વધુમાં ક્હ્યું કે ક્રાઇમ બ્રાંચ અને મુંબઇ પોલીસ ટીમે પણ આ કેસની તપાસ કરી હતી.

અત્રે નોંધવું કે કોર્ટે સચિન વાઝેને 3 એપ્રિલ સુધી એનઆઈએની કસ્ટડીમાં મોકલી દીધા છે. હાલ એનઆઈએ આ બંને કેસની તપાસ કરી રહી છે.

ગુજરાતમાં સ્પેશિયલ ન્યૂબોર્ન કૅર યુનિટમાં બે વર્ષમાં 13,400 નવજાત શિશુઓનાં મૃત્યુ થયાં

ઇમેજ સ્રોત, getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર સરકારી હૉસ્પિટલમાં 'સ્પેશિયલ ન્યૂબોર્ન કૅર યુનિટ' (એસએનસીયુ)માં સારવાર લેવા માટે આવેલાં 13,496 નવજાતો શિશુનાં મૃત્યુ થયાં છે.

બુધવારે ગુજરાત વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં ગુજરાત સરકારે જવાબ આપ્યો હતો.

રાજ્યમાં 1.06 લાખ નવજાત શિશુ સરકારી હૉસ્પિટલના સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટમાં સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. તેમાં 12 ટકા કરતાં પણ વધારનાં મૃત્યું પામ્યાં હતાં.

સૌથી વધારે મૃત્યુ અમદાવાદ જિલ્લામાં નોંધાયાં છે. અમદાવાદ જિલ્લામાં 3134, વડોદરામાં 1975 અને રાજકોટમાં 1834 નવજાત બાળકોનાં મૃત્યુ થયાં છે.

આની સરખામણીએ દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહિસાગર, બોટાદ અને આણંદ જિલ્લામાં એક પણ બાળકનું મૃત્યુ થયું નથી.

સરકારે કહ્યું હતું કે તે તમામ બાળકોને એસએનસીયુમાં મફતમાં દવા અને સારવાર અપાય છે.

પોલિયોની સારવારનો ખર્ચ ન પોસાતા પિતાએ દીકરાની હત્યા કર્યાનો આરોપ

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર કચ્છના મુદ્રામાં એક પિતા પર આરોપ લાગ્યો છે કે તેમણે પોતાના દીકરાની ગળુ દબાવીને હત્યા કરી નાખી છે.

હત્યાનું કારણ પોલીસને એ જાણવા મળ્યું છે કે દીકરાને પોલિયો હોવાના કારણે તેની સારવારનો ખર્ચ પોસાતો ન હોવાના કારણે આ પગલું ભર્યું છે.

અહેવાલ અનુસાર મૂળ નેપાળના રહેવાસી હરિશ કામીએ પોતાની પાંચ વર્ષની દીકરીની સામે દીકરાની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

આરોપીએ પુત્રનું કુદરતી મૃત્યુ થયું હોવાનો ડોળ કર્યો અને મૃતદેહને દફનાવી દીધો હતો.

જોકે નાની પાંચ વર્ષની દીકરીએ તેણે જોયેલી હકીકત તેની માતાને જણાવી દીધી હતી. તેની માતાએ આરોપીના ભાઈને બોલાવ્યો તેણે પોલીસમાં ફરિયાદ કરી.

જેને પગલે દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢીને હાલ જામનગર સિવિલમાં પોસ્ટમૉર્ટમ કરાયું છે.

મુંદ્રા પોલીસ સ્ટેશનના તપાસઅધિકારી બી. જી. ભટ્ટે અખબારને જણાવ્યું,"નરેશસિંહ અમને કહ્યું કે તે દીકરાના મેડિકલ ખર્ચને કારણે કંટાળી ગયો હતો. દીકરાને છેલ્લાં ચાર વર્ષથી પોલિયોની બિમારી હતી. બે નોકરી કરવા છતાં પણ તેને દવાનો ખર્ચ પોસાતો નહોતો."

પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે.

ગુજરાત સરકાર નીટ, જેઈઈ જેવી પરીક્ષાઓ માટે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરશે

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર બુધવારે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં કહ્યું હતું કે રાજ્ય સરકાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે યુવાનોને તૈયાર કરવા માટે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરશે.

વિધાનસભામાં વિજય રૂપાણીએ કહ્યું હતું, "જે વિદ્યાર્થીઓને આઈઆઈએમ અને આઈઆઈટી જેવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવો છે તેમના માટે સરકાર કોચિંગ ક્લાસ શરૂ કરવાની નવી સ્કીમ લાગુ કરી રહી છે."

તેમણે કહ્યું કે સરકારે રાજસ્થાનના કોટામાં રહેલા જાણીતા કોચિંગ સેન્ટરનો સંપર્ક કર્યો છે.

રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં કોચિંગ સેન્ટર શરૂ કરશે. સરકાર આના માટે પ્રવેશ પરીક્ષા પણ લેશે.

મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે અમારો ગોલ છે કે વધારેમાં વધારે વિદ્યાર્થી નીટ અને જેઈઈની પરીક્ષાઓ આપે.

એક વર્ષ પછી ખૂલશે તબલીગી જમાતનું મરકઝ, 50 લોકો પઢી શકશે નમાઝ

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર દિલ્હી હાઈકોર્ટે દિલ્હી વકફ બૉર્ડને શબ-એ-બરાત અને રમઝાનને ધ્યાનમાં લઈને તબલીગી જમાતના મરકઝને ખોલવાની પરવાનગી આપી છે.

જોકે હાઈકોર્ટે પરવાનગી આપતા કહ્યું છે કે મરકઝમાં માત્ર 50 લોકોને પ્રવેશ કરવાની પરવાનગી છે.

આ અંગે સંબંધિત નામ અને સરનામું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનાં રહેશે. ત્યાંથી સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મંજૂરીપત્ર આપશે.

કેન્દ્ર સરકારે સ્ટેટસ રિપોર્ટને રજૂ કરવા માટે કોર્ટ પાસેથી સમયની માગણી કરી છે. જ્યારે વકફ બોર્ડના વકીલોએ રમઝાનને ટાંકીને તત્કાલ સુનાવણીનો આગ્રહ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના મહામારીનો હવાલો આપીને વહીવટી તંત્રે તબલીગી જમાતના મરકઝને તાળું મારી દીધું હતું.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો