કેરળ વિધાનસભા ચૂંટણી : 2021ના ચૂંટણીજંગની જાણવા જેવી વાતો

કેરળ વિધાનસભા ચૂંટણી વિશે બધું જ

ઇમેજ સ્રોત, Ramesh Pathania/Mint via Getty Images

ઇમેજ કૅપ્શન,

વામપંથી સરકાર પોતાની સત્તા બચાવવાના પ્રયાસ કરી રહી છે

અન્ય રાજ્યોની સાથે-સાથે કેરળમાં પણ આ વખતે વિધાનસભા ચૂંટણી થવાની છે. ડાબેરી સરકાર જ્યાં પોતાની સત્તા બચાવવાના પ્રયાસ કરી રહી છે, ત્યારે કૉંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન સત્તાની ચાવી મેળવવાના પ્રયત્ન કરી રહ્યું છે.

ભાજપનો પ્રયાસ હશે કે તે કેરળમાં પોતાની જમીન મજબૂત કરી શકે. બધા પક્ષો પૂરતાં જોરશોરથી પ્રચારમાં લાગેલા છે.

કેરળ ચૂંટણી ક્યારે છે?

કેરળમાં એક તબક્કામાં છ એપ્રિલ 2021ના દિવસે ચૂંટણી યોજાશે.

કેરળ ચૂંટણીનું પરિણામ ક્યારે આવશે?

તારીખ બીજી મે 2021ના દિવસે મતગણતરી થશે અને જાણ થશે કે આ વખતે સરકાર કોની બનશે.

કેરળમાં કેટલી બેઠકો પર ચૂંટણી થઈ રહી છે?

કેરળ વિધાનસભાની 140 બેઠકો છે, વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પહેલી જૂન 2021ના પૂર્ણ થઈ જશે.

કેરળ વિધાનસભા ચૂટંણીમાં કયા પક્ષો મેદાનમાં છે?

આ વખતે કેરળની સત્તા પર ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના નેતૃત્વવાળા લેફ્ટ મોરચાનું શાસન છે. ડિસેમ્બરમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણી જીત્યા પછી લેફ્ટ મોરચાની આશા વધી છે કે તેઓ કેરળમાં પોતાની સત્તા બચાવીને રાજ્યમાં ચૂંટણીનો ઇતિહાસ બદલનાર પ્રથમ સરકાર હશે.

આ દરમિયાન પૂર્વ સંરક્ષણ મંત્રી અને ત્રણ વખત કેરળના મુખ્ય મંત્રી રહી ચૂકેલા એ. કે. એન્ટનીએ આ વખતે કૉંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટ (UDF)ની સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

હાલમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએની કેરળ વિધાનસભામાં માત્ર એક બેઠક છે. જોકે પાર્ટીના વરિષ્ઠ નેતા એમટી રમેશે કહ્યું કે ભાજપ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મોટી સફળતા હાંસલ કરશે.

કેરળમાં કેટલા મતદારો છે?

ઇમેજ સ્રોત, ARUN SANKAR/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન,

કેરળ વિધાનસભા માટે છ એપ્રિલના રોજ એક તબક્કામાં ચૂંટણી થશે.

ચૂંટણી પંચ મુજબ કેરળમાં 2.67 કરોડ નોંધાયેલા મતદારો છે. જેમાંથી 1.37 કરોડ મહિલા મતદારો અને 1.29 કરોડ પુરુષ મતદારો છે, જ્યારે 221 ટ્રાન્સજેન્ડર મતદારો છે.

કેરળમાં કેટલા તબક્કામાં ચૂંટણી થશે?

કેરળ વિધાનસભા માટે છ એપ્રિલના રોજ એક તબક્કામાં ચૂંટણી થશે. કોવિડ મહામારીને જોતા કેરળમાં મતદાનમથકોની સંખ્યા વધી ગઈ છે.

ચૂંટણીમાં જીતનો જાદુઈ આંક

કેરળ વિધાનસભા ચૂંટણીમાં વિજય નક્કી કરનારો જાદુઈ આંકડો 71 છે.

મુખ્ય ઉમેદવારો અને મુખ્ય મતવિસ્તાર કયા છે?

ઇમેજ સ્રોત, PINARAYI VIJAYAN, FACEBOOK

ઇમેજ કૅપ્શન,

પિનરાઈ વિજયન વામપંથી સરકારની સત્તા બચાવીને ઇતિહાસ બદલવાનો પ્રયત્ન કરશે

લેફ્ટ ડેમૉક્રેટિક ફ્રન્ટ - LDF

 • પિનરાઈ વિજયન CPI(M)- ધર્મદમ, કન્નૂર જિલ્લો
 • કે. કે. શૈલજા CPI(M) - મત્તાનૂર , કન્નૂર જિલ્લો
 • કે. સુરેન્દ્રન CPI(M) - કઝહાકૂટ્ટમ, તિરુવનંતપુરમ
 • મર્સીકુટ્ટી અમ્મા - સ્વતંત્ર - કુંદારા, કોલ્લમ જિલ્લો
 • એમબી રાજેશ CPI(M) - થ્રિથલા, પલક્કડ જિલ્લા
 • કેટી જલીલ - સ્વતંત્ર - થાવનૂર મલપ્પુરમ જિલ્લો

યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટ - UDF

 • ઓમાન ચાંડી - કૉંગ્રેસ - પુટ્ટુપલ્લી, કોટ્ટાયમ જિલ્લો
 • રમેશ ચેન્નિથલા - કૉંગ્રેસ - હરિપદ , અલાપુઝા જિલ્લો
 • મુલ્લાપલ્લી રામચંદ્રન - વટાકારા
 • કે મુરલીધન - કૉંગ્રેસ - નેમમ, તિરુવનંતપુરમ
 • પીકે કુન્હાલીકુટ્ટી - આઈયુએમએલ
 • નૂરબીના રાશિદ - આઈયુએમએલ - કોઝિકોડ દક્ષિણ

નેશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ - એનડીએ

 • કે સુરેંદ્રન - ભાજપ - મંજેશ્વર, કાસરગોડ જિલ્લા અને કોન્ની, પઠાનમથિટ્ટા જિલ્લો
 • કુમ્મન રાજશેખરન - ભાજપ- નેમોમ, તિરવનંતપુરમ જિલ્લો
 • શોભા સુરેંદ્રન - ભાજપ - કઝહાકૂટ્ટમ, તિરવનંતપુરમ જિલ્લો

ચૂંટણીના મુખ્ય મુદ્દા કયા છે?

ઇમેજ સ્રોત, @ShashiTharoor

ઇમેજ કૅપ્શન,

ચર્ચા એ વાતની પણ છે કે ભાજપ કોના વોટ પર તરાપ મારશે- એલડીએફના કે પછી યુડીએફના.

ભ્રષ્ટાચાર: એ તો બધા જાણે છે કે એલડીએફ દરેક પ્રકારના સંકટ સામે લડી લે છે- જેમાં તોફાન, પૂર, નિપા વાઇરસ, કોવિડ પણ સામેલ છે. પરંતુ ચૂંટણીમાં સોનાની તસ્કરી જેવા કેસને કારણે ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ઉઠાવવામાં આવી રહ્યો છે.

આ સિવાય સબરીમાલા આ વખતની ચૂંટણીમાં એક મોટો મુદ્દો છે. ખાસકરીને સેંટ્રલ અને દક્ષિણ કેરળમાં.

સાથે જ ચર્ચા એ વાતની પણ છે કે ભાજપ કોના વોટ પર તરાપ મારશે- એલડીએફના કે પછી યુડીએફના.

કેરળમાં ગઈ ચૂંટણીમાં શું થયું હતું?

2016ની કેરળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)એ 58 બેઠક જીતી હતી.

ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીને 19, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગને 18, કેરળ કૉંગ્રેસ (એમ)ને છ, જનતા દળ (સેક્યુલર)ને ત્રણ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીને બે, ભાજપને એક અને અન્યને 11 બેઠકો મળી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો