તામિલનાડુ : એ વિસ્તાર જ્યાં સિમેન્ટના કારખાનાં ભરખી ગયા લોકોનાં ઘર, ખેતર અને પાણી

તામિલનાડુ : એ વિસ્તાર જ્યાં સિમેન્ટના કારખાનાં ભરખી ગયા લોકોનાં ઘર, ખેતર અને પાણી

તામિલનાડુમાં ચૂંટણીઓ છે ત્યારે ચાર મહિલા બાઇકસવારોએ બીબીસીની ટીમ સાથે લોકોની સમસ્યાઓ સમજવા માટે 1300 કિલોમીટરનો પ્રવાસ કર્યો.

આ પ્રવાસમાં લોકોની અનેક હાલાકીઓ સામે આવી છે. તામિલનાડુનો અરિયાલુર જિલ્લો ચૂના અને સિમેન્ટના ખનનનું મુખ્ય કેન્દ્ર મનાય છે.

જોકે તેની અહીંના પર્યાવરણ પર તેમજ અહીં વસતા લોકોનાં જીવન પર મોટી અસર પડી છે.

થિરુવેન્ગડામનું શેરડીનું ખેતર ચૂનાની ખાણ નજીક જ આવેલું છે. તેઓ એ અમુક ખેડૂતો પૈકી એક છે જેમણે ખનન કંપની માટે તેમની જમીન આપવાનો ઇન્કાર કર્યો હતો. પણ હવે અહીંયા ખેતીકામ કરવું સરળ નથી રહ્યું.

સ્થાનિક કહે છે, “ભાગ્યે જ ક્યાંય ભૂગર્ભજળ બચ્યું હશે. દુકાળને કારણે પાકો બળી રહ્યા છે.”

માત્ર ખેતીની જમીનો જોખમમાં નથી. ઘણાંને આ ખાણોને લીધે ઘર ખોઈ બેસવાનો ભય પણ સતાવે છે.

આ ખાણો ભૂસ્ખલન અને ધરતીકંપને પણ નોતરી શકે છે. જુઓ વીડિયો અહેવાલ.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.