ભારતના રસીનિર્માતાઓ કેમ અન્ય દેશોની માગ પૂરી નથી કરી શકતા?

  • શ્રુતિ મેનન
  • રિયાલિટી ચેક, બીબીસી ન્યૂઝ
રસી આપતા આરોગ્યકર્મી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ભારત સરકારનું લક્ષ્ય છે કે ઑગસ્ટથી ડિસેમ્બર 2021 વચ્ચે ઓછામાં ઓછા 200 કરોડ રસીના ડોઝ તૈયાર કરી શકાય.

ભારત જે સૌથી મોટો રસીનો ઉત્પાદક દેશ છે, તેની સૌથી મોટી રસી બનાવનારી કંપનીઓ માટે ઘરેલૂ માગને પણ પૂરી કરવું શક્ય નથી બની રહ્યું તેવામાં આ કંપનીઓનું કહેવું છે કે તે આ વર્ષના અંત સુધી રસીનો નિકાસ નહીં કરી શકે.

કોરોના મહામારીની પરિસ્થિતિને જોતા ભારતની સરકાર રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા માગે છે જેના માટે ઉત્પાદનને વધારવાના તમામ પ્રયત્નો ચાલુ છે.

ભારત સરકારનું લક્ષ્ય છે કે ઑગસ્ટથી ડિસેમ્બર 2021 વચ્ચે ઓછામાં ઓછા 200 કરોડ રસીના ડોઝ તૈયાર કરી શકાય.

ભારત પાસે કઈ રસી છે?

વીડિયો કૅપ્શન,

ગુજરાતમાં કોરોના રસીકરણ : યુવાનોએ રસી લીધા બાદ શું કહ્યું?

ભારત પાસે હાલ ત્રણ રસી છે જેના ઉપયોગને આધિકારિક મંજૂર મળેલી છે.

એસ્ટ્રાઝેનેકાના લાયસન્સ ઉપર તૈયાર થયેલી કોવિશિલ્ડ જે ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા બનાવી રહી છે એ સિવાય સંપૂર્ણ આત્મનિર્ભર રસી કોવૅક્સિન ભારત બાયોટેક કંપનીએ આઈસીએમઆરની મદદથી બનાવી છે.

એ સિવાય ભારતમાં રશિયન રસી સ્પુત્નિક વીને પણ મંજૂરી મળી છે .

ભારત સરકારનું કહેવું છે કે ગત અઠવાડિયા સુધી તેને બંને કોવૅક્સિન અને કોવિશિલ્ડના મળીને 35 કરોડથી વધારે ડોઝ મળ્યા છે પરંતુ બધા ડોઝની આપૂર્તિ હજી થઈ નથી.

જ્યારે રશિયન રસી સ્પુત્નિક વીના બે લાખથી વધારે ડોઝ મળી ગયા છે અને રસીનું ઉત્પાદન કરનાર કંપનીના એક મોટા અધિકારીએ ભારતમાં આનો પ્રથમ ડોઝ મુકાવીને આ રસીની આધિકારિક શરૂઆત પણ કરી હતી.

ભારતમાં કેટલી ઝડપથી રસી બની શકે છે?

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

ભારતને રશિયન રસી સ્પુત્નિક વીના બે લાખથી વધારે ડોઝ મળી ગયા છે

ભારત સરકારનું રસી ઉત્પાદનનું લક્ષ્ય ઘણું મોટું છે.

સરકાર ઇચ્છે છે કે આ વર્ષના અંતિમ ત્રૈમાસિક સુધીમાં કોવિડ રસીના ઓછામાં ઓછા 200 કરોડ ડોઝ તૈયાર કરી શકાય.

ભારતના 130 કરોડથી વધારે વસ્તી ધરાવતા દેશ છે અને આખી વસ્તીનું રસીકરણ પૂરું કરવા માટે ભારતે લાંબો રસ્તો કાપવો પડશે.

દુનિયામાં અત્યાર સુધી તૈયાર થયેલી કોરોનાની આઠ રસીમાંથી ત્રણ ભારતમાં બની રહી છે, તેમને ઉપયોગ માટે મંજૂરી પણ મળી ગઈ છે.

એ સિવાય બે રસી ક્લીનિકલ ટ્રાયલના પ્રારંભિક તબક્કામાં છે અને ત્રણ રસી ક્લીનિકલ ટ્રાયના અંતિમ તબક્કામાં છે.

પબ્લિક હૅલ્થના નિષ્ણાત ડૉ ચંદ્રકાંત લહેરિયાએ બીબીસીને કહ્યું, "આપણે એ રસીનું મોઢું ન જોઈને બેસી રહી શકીએ જેમને હજી મંજૂરી મળી નથી."

" આપણે બધો ભાર એ રસીઓ પર મૂકવો જોઈએ જેમને મંજૂરી મળેલી છે. આપણે જોવું પડશે કે આપણે કેવી રીતે આ રસીને વધારે માં વધારે માત્રામાં બનાવી શકીએ. "

વીડિયો કૅપ્શન,

'તમારી માટે નહીં તો અમારી માટે વૅક્સિન લો' આ દીકરીઓ કેવી રીતે બની દાદા-દાદીની પ્રેરણા?

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાનું અનુમાન છે કે 75 કરોડ ડોઝ કોવિશીલ્ડ તૈયાર કરશે. 20 કરોડ ડોઝ કોવૅક્સની આવી શકે છે જે નોવાવૅક્સનું સ્થાનિક સંસ્કરણ છે અને તેના ઉપયોગની મંજૂરી મળવાની બાકી છે.

ભારત બાયોટેક પણ બે પ્રકારની વૅક્સિન બનાવી રહ્યું છે. જેમાંથી કોવૅક્સિનના 55 કરોડ ડોઝ અને બીજી રસીના 10 કરોડ ડોઝ તે તૈયાર કરશે.

ભારત બાયોટેકની બીજી રસી ક્લીનિકલ ટ્રાયના પ્રારંભિક તબક્કામાં છે.

આ વર્ષે એપ્રિલમાં ભારત સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને 40 કરોડ ડૉલર અને ભારત બાયોટેકને 21 કરોડ ડૉલર આપવાનો વાયદો કર્યો હતો જેથી તેમની ઉત્પાદન શક્તિ વધારી શકાય.

ગત અઠવાડિયે જ બંને કંપનીઓએ ભારત સરકારને કહ્યું કે તે ઑગસ્ટ મહિના સુધી પોતાની ઉત્પાદન ક્ષમતાને વ્યાપક રીતે વધારી લેશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે કહ્યું કે તે ઑગસ્ટ મહિના સુધીમાં દર મહિને દસ કરોડ ડોઝ બનાવવા લાગશે. ત્યારે ભારત બાયોટેકે કહ્યું કે તે ઑગસ્ટ સુધી પ્રતિમાસ લગભગ આઠ કરોડ ડોઝ બનાવવા લગાશે.

જોકે રસીકરણને લઈને ભારત સરકારનું જે લક્ષ્ય છે તેને પુરૂં કરવા માટે આટલા પ્રમાણમાં ઉત્પાદન પણ ઓછું પડશે.

મોદી સરકારનું કહેવું છે કે તેઓ કેટલીક આંતરરાષ્ટ્રીય રસી નિર્માતા કંપનીઓ સાથે વાત કરી રહી છે, જેમકે ફાઇઝર, મૉડર્ના, જૉન્સન ઍન્ડ જૉન્સન જેથી વિદેશથી ભારતને રસી મળી શકે.

પરંતુ મોટાભાગના વિદેશી રસીનિર્માતાઓનું કહેવું છે કે રસીની ઉપલબ્ધતાને લઈને તેઓ ઑક્ટોબર સુધી વાત કરી શકશે, એટલે આ કંપનીઓ પાસેથી ભારતને કેટલી રસી મળશી, ક્યારે મળશે?

આ પ્રશ્નોના જવાબ મળવામાં હજી સમય લાગશે.

કાચા માલની કમી

ભારતીય રસીનિર્માતાઓ કાચા માલની કમીનો સામનો પણ કરી રહ્યા છે.

અમેરિકાના રાષ્ટ્ર જો બાઇડને આ વર્ષની શરૂઆતમાં અમેરિકામાં ડિફેન્સ પ્રોડક્શન ઍક્ટ (ડીપીએ) લાગુ કર્યો હતો જેથી અમેરિકન રસીનિર્માતાઓને કાચો માલ પહેલા મળે એ સુનિશ્ચિત થઈ શકે.

પરંતુ ગત મહિને, જ્યારે ભારતમાં કોરોનાનો પ્રકોપ ઝડપથી વધ્યો ત્યારે અમેરિકન પ્રશાસને કહ્યું તે ભારતને કોવિશિલ્ડ રસીના ઉત્પાદન માટે થોડા વિશેષ પ્રકારના કાચા માલની આપૂર્તિ કરશે.

પરંતુ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાનું કહેવું છે કે તેમની પાસે હજી સુધી કાચામાલની કમી છે જે અમેરિકા પાસેથી મળે છે.

આંતરરાષ્ટ્રીય નિષ્માતોનું માનવું છે કે રસીના ઉત્પાદનમાં જરૂરી સામાનની આપૂર્તિ પોતે એક જટિલ પ્રક્રિયા છે.

જાણકારો કહે છે કે આ ફાર્મા ક્ષેત્રમાં વિશેષ રૂપે કોઈ નવા ઉત્પાદકને મોટી મદદ મળે તેની શક્યતા ઓછી છે એ પણ એવી પરિસ્થિતિમાં જ્યારે આની ખૂબ માગ છે.

કેટલી ઝડપથી ભારતમાં રસીકરણ ચાલી રહ્યું છે?

જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં ભારત સરકારે દેશમાં રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું.

ભારત સરકાર મુજબ અત્યાર સુધી બારતમાં 19 કરોડથી વધારે ડોઝ અપાઈ ગયા છે.

એપ્રિલ મહિનાની શરૂઆતમાં સરકાર દરરોજ 35 લાખથી વધારે ડોઝ આપી રહી હતી પરંતુ ત્યારથી આ આંકડો સતત નીચે આવ્યો છે, જ્યારે અત્યારે ઘટીને 16 લાખ પ્રતિદિવસની આસપાસ રહી ગયો છે.

નિષ્ણાતો કહે છે કે આ દર (16 લાખ પ્રતિદિવસ)થી આખી વસ્તીને કોરોનાની રસી આપવામાં ભારતને ચાર વર્ષ લાગી જશે.

આ દરમિયાન દિલ્હી,અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ એવું પણ કહ્યું છે કે તેમને રસીની કમીને કારણે 18-44 વર્ષના લોકોના રસીકરણને હાલમાં રોકવું પડી રહ્યું છે.

રસીની નિકાસ નહીં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કહેવામાં આવી રહ્યું છે કે ઓછી સંખ્યામાં રસી દાન કરવા અને ગ્લોબલ વૅક્સિન શેયરિંગ સ્કીમ "કોવૅક્સ" ને સીમિત માત્રામાં રસી આપવાની સરકારે અનુમિત આપી છે.

આ આખી પરિસ્થિતિને જોતા ભારત સરકારે માર્ચમાં કોરોના રસીના નિકાસ પર રોક લગાવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે ઓછી સંખ્યામાં રસી દાન કરવા અને ગ્લોબલ વૅક્સિન શેયરિંગ સ્કીમ "કોવૅક્સ" ને સીમિત માત્રામાં રસી આપવાની સરકારે અનુમિત આપી છે.

એ સિવાય હાલ એવી કોઈ શક્યતના નથી દેખાતી કે ભારત મોટી માત્રામાં કોરોનાની રસીના નિકાને મંજૂરી આપશે.

ધ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ પણ આ સ્પષ્ટ કહ્યું છે કે તે ઓછામાં ઓછા એક વર્ષના અંત સુધી કોરોના રસીનો નિકાસ શરૂ નહીં કરે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો