વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા તો સોશિયલ મીડિયા પર લોકો શું બોલ્યા?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, NArendra Modi/FB

શુક્રવારે બપોરે વારાણસીના તબીબી કર્મચારીઓ સાથેની વર્ય્યુઅલ મિટિંગમાં વડા પ્રધાન મોદી ફરી એક વાર જાહેર સંબોધન દરમિયાન ભાવુક થઈ ગયા હતા.

કોરોનામાં મૃત્યુ પામેલા તમામને શ્રદ્ધાંજલિ અર્પિત કરતી વખતે તેઓ ભાવુક થઈ ગયા હતા.

જોકે, સોશિયલ મીડિયા પર આ વાત અંગે યુઝરોએ તેમની ઘણી ટીકા કરી અને મજાક ઉડાવી હતી.

વડા પ્રધાનનો આ કાર્યક્રમ ટેલિકાસ્ટ થતાંની થોડીક જ મિનિટોમાં #ResignModi અને #Crocodiletears ટ્વિટર પર ટ્રૅન્ડ થવા લાગ્યા હતા.

કેટલાક યુઝરોએ વડા પ્રધાનના ભાવુક થવાની ઘટનાને આયોજિત ગણાવી તો કેટલાકે 'ઑસ્કારવિનિંગ ઍક્ટર' ગણાવી તેમના પર કટાક્ષ કર્યા હતા.

લોકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વડા પ્રધાનના ભાવુક થયા બાદ થોડીક જ વારમાં ટ્વિટર પર મજાકીયા ટ્વીટ થવા લાગ્યાં હતાં

વિખ્યાત ઍડ્વોકેટ પ્રશાંત ભૂષણે આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર મૂકીને લખ્યું હતું કે, "જો તમને મગરનાં આંસુ વિશે ન ખબર હોય, તો તમે તે અહીં જોઈ શકો છો."

રવિન્દર કપુર નામના એક યુઝરે ટ્વિટર પર મજાકીયા અંદાજમાં લખ્યું.

"આઇ હેટ ટીયર્સ મોદીજી, ખાસ કરીને મગરવાળાં"

દિલ્હી મહિલા આયોગનાં ચૅરપર્સન સ્વાતિ માલીવાલે પણ વડા પ્રધાન મોદીની ટીકા કરતાં ટ્વિટર પર લખ્યું હતું કે, "ઘણું મોડું થઈ ગયું સર. જ્યારે આખો દેશ રડી રહ્યો હતો, ત્યારે તમે બંગાળમાં જઈને બૂમો પાડી રહ્યા હતા. દીદી, ઓ દીદી!"

વસુસેન નામના ટ્વિટર યુઝરે વડા પ્રધાન મોદીની ભાવુક થવાની ઘટનાનો વીડિયો ઓસ્કાર ઍવૉર્ડના વીડિયો સાથે એડિટ કરીને જોડેલા વીડિયો સાથે મુક્યો હતો.

દાનિશ મલિક નામના યુઝરે આ ઘટના પર કટાક્ષ કરતી તસવીર સાથે ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, "સ્વજનો ગુમાવનારનાં સાચાં આંસુ તમે જોઈ શકો છો."

અલિયાર નામના એક ટ્વિટર યુઝરે એક તસવીર શૅર કરીને લખ્યું હતું કે, "આજે ભક્તોનાં રિઍક્શન કંઈક આવાં હશે."

ઝૅક નામના એક ટ્વિટર યુઝરે આ ઘટના સંદર્ભે ભાજપના વરિષ્ઠ નેતા આડવાણીની તસવીર મૂકીને લખ્યું કે, "કોઈ અમારાં આસું પણ જોઈ લો ભાઈ..."

સના સિદ્દિકી નામનાં એક યુઝરે લખ્યું કે, "સૂત્રોના હવાલાથી ખબર મળી છે કે સાહેબના ટીવી પર આવીને રડવાનું મુખ્ય કારણ ટ્વિટર ઇન્ડિયા દ્વારા કંગનાનું એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું એ હતું. આથી કંગનાનો સંપર્ક ન થવાના કારણે તેઓ રડી રહ્યા હતા."

મનોજ જૈન નામના એક યુઝરે ટ્વીટ કરીને શંકા વ્યક્ત કરી હતી કે, "આ વખત ભાઈસાહેબ ટીવી પર માસ્ક વગર આવ્યા હતા, એટલે કે રડવાનો કાર્યક્રમ પહેલાંથી નક્કી હતો?"

કેટલાકે કરી તરફેણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વડા પ્રધાનની સોશિયલ મીડિયા પર કેટલાક લોકો સરાહના પણ કરી રહ્યા છે

PTIના ટ્વિટર હૅન્ડલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાવુક થવાના સમાચાર પર કૉમેન્ટ કરતાં એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે, "અમે ખરેખર ભાગ્યશાળી છીએ કે મોદીજી અમારા PM છે."

"તેઓ રાષ્ટ્રના વિકાસ માટે 24 કલાક નોનસ્ટોપ ભોજન, પાણી કે આરામ વગર કામ કરે છે."

આ સિવાય વેંકટેશપલાની થંગવેલુ નામના એક ટ્વિટર યુઝરે પણ ટ્વીટ કરીને વડા પ્રધાનની તરફેણ કરી હતી.

તેમણે લખ્યું હતું કે, "આપને સલામ, વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી."

"ભારત તમારી સાથે ઊભું છે, તમારા દરેક પ્રયત્ન અને કામમાં."

નિર્ભય યાદવ નામના એક ટ્વિટર યુઝરે વડા પ્રધાનના ટ્વિટર હૅન્ડલ પર મૂકેલી પોસ્ટ પોતાની ભાવુક થવાની પોસ્ટ પર રિપ્લાય કરતાં લખ્યું હતું કે, "જય મોદીજી, જય યોગીજી, આયોધ્યા રામમંદિર, હર હર મહાદેવ."

વિપક્ષે શું પ્રતિક્રિયા આપી?

રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસના ઘણા નેતાઓએ PM મોદીને 'આત્મગ્લાનિનાં આંસુ' સારવાના બદલે દયા અને સારવારની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો છે.

નોંધનીય છે કે શુક્રવારે નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય ફ્રન્ટલાઇન વર્કરો સાથે એક વર્ય્યુઅલ મિટિંગ દરમિયાન કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલિ પાઠવતી વખતે ભાવુક થઈ ગયા હતા.

આ બનાવ અંગે કૉંગ્રેસમાંથી જુદીજુદી પ્રતિક્રિયાઓ આવી હતી.

રાહુલ ગાંધીએ આ બનાવ બાદ ટ્વિટર પર લખ્યું હતું કે, "મોદીજી વૅક્સિન આપો, ટાળો નહીં."

આ ટ્વીટ સાથે તેમણે એક રિપોર્ટ પણ શૅર કર્યો જેમાં દાવો કરાયો હતો કે 70 ટકા જિલ્લામાં દર 100માંથી 20 લોકોને જ વૅક્સિન મળી શકી છે.

કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, "ભારતને આત્મગ્લાનિનાં આંસુની નહીં, પરંતુ દયા અને સારવારની જરૂર છે. ભારતને સુશાસન થકી કોરોનાની મહામારીને હરાવવાની જરૂર છે."

આ સિવાય કૉંગ્રેસના સામાન્ય સચિવ (વ્યવસ્થાતંત્ર) કે. સી. વેણુગોપાલે કહ્યું કે, "ભાષણો કે સલાહો આપવાના સ્થાને હવે સમય પાકી ગયો છે કે વડા પ્રધાન નક્કર પગલાં લે"

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો